SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકમાં વસ્તુધ્વનિ હોય છે. એમાં પહેલો દર્શાવેલો અર્થ વ્યંગ્ય હોય છે અને બીજો વાચ્ય. રસ પડે તેવી વાત એ છે કે જગન્નાથ, એક તરફ શ્લેષ અને સામાસાક્તિ અને બીજી તરફ શબ્દશક્તિમૂલધ્વનિ વચ્ચેનો ભેદ બહુ જ તાર્કિકતાપૂર્વક દર્શાવે છે. - સંક્ષેપમાં જ્યાં પ્રકૃતિ અર્થ અને અપકૃત અર્થ વચ્ચેનો સંબંધ વાચ્ય ન હોય(પણ વ્યંગ્ય હોય), ત્યાં શબ્દશક્તિમૂલધ્વનિ હોય છે. આથી, કવિ, એ સંબંધના વાચક હોય એવા શબ્દો વાપરે ત્યાં શબ્દશક્તિમૂલધ્વનિ હોતો નથી. બીજા શબ્દોમાં, શબ્દશક્તિમૂલધ્વનિમાં એ સંબંધ વ્યંગ્ય હોવો જોઈએ; વાચ્ય નહીં. નહિતર, એ કેવળ અલંકાર કે વૈચિત્ર્યની અભિવ્યક્તિનો જ દાખલો બની રહે. આ વાત રસની બાબતમાં પણ સાચી છે. કારણ, કોઈ રસ વિભાવાદિ વડે સરસ રીતે નિરૂપીને તથા વ્યંજિત કરીને પછી શૃંગાર, કરણ વગેરે શબ્દો વડે તેને ફરી પાછો વાચ્ય કરવામાં આવે તો તેથી કાવ્યના રસને હાનિ પહોંચે છે. ધ્વનિના પ્રકારોનાં હેમચન્દ્રાચાર્યે આપેલાં ઉદાહરણો વ્યંજનાના વિવિધ પ્રકારોથી ઉદ્ભવતા ધ્વનિના જુદા જુદા ભેદોનાં ગ્રંથકારે ઉદાહરણો આપ્યાં છે. વૃત્તિમના ઉદાહરણ(૫૮)માં મુખ્ય શબ્દની વ્યંજનાશક્તિથી થત વ્યંગ્યાર્થ(શબ્દશક્તિમૂલવ્યંગ્ય) મળે છે. “મુિ૦િ' એ શ્લોકમાં જે દ્વામિ: શબ્દ છે તે દ્વિઅર્થી છે. તેનો એક અર્થ છે “સતું આગમ' એટલે કે “સારો વેદ' કે “સારું ધર્મશાસ્ત્ર.” પણ બીજો અર્થ છે ‘પ્રિયતમનો સમાગમ.” શ્લોકન વાચ્યાર્થ છે : “સદાગમઃ” સારા સાથેનો સંબંધ સારો છે. પણ વ્યંગ્યાર્થ છે : પ્રિયતમ સાથેનો સંબંધ ખૂબ જ આનંદજનક છે. આ શ્લોકના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે કોઈ સ્ત્રી પોતાને સંકેત આપવાવાળા-(પ્રિય) સ્ટષને અભિધાથી આ રીતે વખાણે છે. આ વસ્તુ ‘સદાગમ' એ પદ(શબ્દ)થી પ્રતીત થાય છે. આ શ્લોકમાં મુક્તિ, ભક્તિ, એકાન્ત અને સત્ એ દરેક શબ્દ બે અર્થ આપે છે. વિવેકમાં આ દરેકનો બીજો અર્થ સમજાવ્યો છે. પણ ‘સદાગમ પદ જ પરિવૃત્તિ - અસહ હોવાથી અહીં એમાંથી જ વ્યંગ્યાર્થ મળે છે. આ શ્લોકમાં જારપ્રશંસારૂપ વસ્તુમાત્ર જ વ્યંગ્ય છે. શબ્દશક્તિમૂલવ્યંગ્ય વસ્તુનું વાક્યમાં ઉદાહરણ (૫૯) “ifથયા' એ ગાથામાં મળે છે. સંસ્કૃતરૂપ છે : पथिक नात्र स्रस्तरमस्ति मनाक प्रस्तरस्थले ग्रामे । । उन्नतपयोधरं (पक्षे पयोधरां) प्रेक्ष्य यदि वससि तद् वस ॥ ૨૨૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy