________________
શબ્દશક્તિમૂલધ્વનિ અને શ્લેષ એ બન્નેનાં ક્ષેત્રો
અનેકાર્થક શબ્દોને વાચ્યાર્થ સંસર્ગાદિ અનેક સંયોગોથી નિયંત્રિત થાય ત્યારે ઉદ્ભવતા શબ્દશક્તિમૂલધ્વનિને, ચોકસાઈપૂર્વક, શ્લેષથી જુદો પાડવાની જરૂર છે. કેમ કે, બન્નેમાં અનેકાર્થક શબ્દો હોય છે અને એ શબ્દો એકથી વધારે અર્થોનો બોધ કરાવતા હોય છે. તો પ્રશ્ન આ છે : એ બન્ને વચ્ચે ફેર શું છે? કેમ કે, શબ્દશક્તિમૂલધ્વનિના અવિવેકી પ્રયોગથી કાવ્યમાં શ્લેષનું ક્ષેત્ર જ સમાપ્ત થઈ જશે. ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની એકવીસી કારિકામાં તથા તેની વૃત્તિમાં આનંદવર્ધને આ પ્રશ્નનો ખુલાસો કર્યો છે જ્યાં અલંકાર શબ્દથી કહેવાયેલો ન હોય, પણ શબ્દની શક્તિથી સૂચવાયેલો(વ્યંગ્ય હોય) ત્યાં જ શબ્દશક્તિમૂલધ્વનિ હોય છે. એટલે કે, જ્યાં કેવળ વસ્તુ નહિ પણ અલંકાર, શબ્દશક્તિથી વ્યંજિત થવાથી પ્રતીત થતો હોય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ હોય છે. જો શબ્દશક્તિથી બે વસ્તુ પ્રગટ થતી હોય તો ત્યાં શ્લેષ કહેવાય છે.” આ રીતે શ્લેષનું ક્ષેત્ર સમાપ્ત થતું નથી. બીજા શબ્દોમાં, શ્લેષમાં તથા શબ્દશક્તિમૂલ વ્યંગ્ય ધ્વનિમાં આપણને એકથી વધારે અર્થો સમજાય છે એ ખરું, પણ, શબ્દશક્તિમૂલ વ્યંગ્યમાં આપણને કોઈ વ્યંગ્ય અલંકારની પ્રતીતિ થાય છે, કેમ કે, ત્યાં, શ્લોકના વાચ્ય અને વ્યંગ્ય અર્થો વચ્ચે સાદગ્ધ વગેરે ચોક્કસ સંબંધ હોય છે; જ્યારે શ્લેષયુક્ત રચનામાં આવો કોઈ સંબંધ જણાતો નથી. શબ્દશક્તિમૂલધ્વનિ અને શ્લેષ વચ્ચે આ તાત્ત્વિક ફરક છે. શ્લેષમાં બે કે વધારે અર્થો સમજાય છે; પણ બે જુદા અર્થોને સાંકળતો અવાચ્ય(વ્યંગ્ય) સંબંધ ત્યાં મોજૂદ હોતો નથી. આથી, જે શ્લોકમાં શ્લેષ મોજૂદ છે ત્યાં વસ્તુઓનો એકબીજાથી અસંબદ્ધ રીતે, બોધ થશે; જેમ કે યેન ધ્વસ્ત મનોમન એ શ્લોકમાં. આ શ્લોકમાં એકસાથે શિવ તથા વિષ્ણુનું વર્ણન છે.
મમ્મટે કાવ્યપ્રકાશ(૪.૩૮)માં નોંધ્યું છે કે શબ્દશક્તિમૂલધ્વનિમાં માત્ર વસ્તુ પણ વ્યંગ્ય હોય. પણ, “કાવ્યપ્રકાશ' પરની પોતાની સંકેત ટીકામાં ચ્યક કે
ચક, વસ્તુધ્વનિને, શબ્દશક્તિમૂલધ્વનિનો પ્રકાર ગણવા માટે મમ્મટની ટીકા કરે છે - જો કે “અલંકારસર્વસ્વ'માં રુચ્યકે શબ્દશક્તિમૂલ વસ્તુધ્વનિ માન્ય રાખ્યો છે. મમ્મટના શબ્દશક્તિમૂલધ્વનિના વસ્તુ તથા અલંકાર એવા બે ભેદને જગન્નાથનું સમર્થન છે.
જ્યાં અને કાર્થક શબ્દમાંથી બે અર્થ સમજાતા હોય ત્યાં એક અર્થ સૂચવાતો હોય અને અવાચ્ય હોય જ્યારે બીજો અર્થ એ અર્થને છાવરતો હોય - આવા
૨૧૯