________________
અર્થ(વ્યંગ્યાર્થ)નો વિચાર કરવો જ પડે છે. અહીં કાકુ એટલે અવાજમાં થતો ફેરફાર. શોક, ક્રોધ, ભય વગેરેને કારણે બોલનારના અવાજમાં જે ફેરફાર થાય છે તેથી કાવ્યમાં વાચ્યાર્થ કરતાં જુદો, અન્ય અર્થ(વ્યંગ્યાર્થ) પ્રતીત થાય છે તેને જ કાકુ કહે છે. ભટ્ટ નારાયણના ‘વેણીસંહાર’ નાટકમાંથી જ બે શ્લોકો ‘તથામૂતાં દષ્ટવા૦’ (૧.૧૧) તથા ‘મામિ ઝૌરવશતું સમરે 7 ઝોપાત્॰ ’- કાકુનાં સુપ્રસિદ્ધ ઉદાહરણો તરીકે સાહિત્યશાસ્ત્રમાં પ્રચલિત છે. કાકુ વિશે વિવિધ અભિપ્રાયો જોવા મળે છે અને વિશ્વનાથ કહે છે કે કાકુના પ્રકારો આકરગ્રંથો કે શાસ્ત્રોમાંથી મળી શકે છે.
ધ્વન્યાલોક(૧.૧૩ની વૃત્તિ તથા ૨.૧-૩ તથા વૃત્તિ)માં આનંદવર્ધને ધ્વનિના જે ભેદો પાડ્યા છે તેમાં, શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ વ્યંગ્ય કે ધ્વનિ એ વિવક્ષિતાન્યપરવાચ્ય- સંલક્ષ્યક્રમ ધ્વનિના બે પેટાભેદો છે. કેટલીકવાર, આ સંલક્ષ્યક્રમધ્વનિના શબ્દશક્તિમૂલધ્વનિ, અર્થશક્તિમૂલધ્વનિ અને ઉભયશક્તિમૂલધ્વનિના એવા ભેદો પણ પાડવામાં આવે છે. મમ્મટે કાવ્યપ્રકાશ(૪.૩૭-૩૮)માં આ ત્રણ ભેદો માન્યા છે. કોઈ ઠેકાણે વ્યંગ્યાર્થ શબ્દમાંથી ઉદ્ભવે છે કે અર્થમાંથી એ જાણવા માટે ‘શબ્દપરિવૃત્તિસહત્વ’ અને ‘શબ્દપરિવૃત્તિ - અસહત્વ’ની કસોટી લાગુ પાડવામાં આવે છે. જો કોઈ શબ્દને બદલે એનો સમાનાર્થી બીજો શબ્દ મૂકવામાં આવે છતાં પણ વ્યંગ્યાર્થને અસર ન થાય તો એ અર્થશક્તિમૂલ વ્યંગ્ય ગણાય છે. પણ મૂળ શબ્દમાં જરા સરખો પણ ફેરફાર કરવામાં આવે તેનાથી વ્યંગ્યાર્થને અસર થાય તો એ શબ્દશક્તિમૂલ વ્યંગ્ય ગણાય છે. આમ શબ્દના પરિવર્તનને સહી ન લે તે શાબ્દી વ્યંજના.
શબ્દશક્તિમૂલવ્યંગ્યના બે પ્રકાર છે ઃ ૧. શબ્દશક્તિમૂલ અલંકારવ્યંગ્ય કે અલંકારધ્વનિ અને ૨. શબ્દશક્તિમૂલ વસ્તુવ્યંગ્ય કે વસ્તુનિ. શબ્દ વડે અલંકાર પ્રધાનપણે પ્રતીત થતો હોય તો તે અલંકારગત શબ્દશક્તિમૂલધ્વનિ કહેવાય છે અને શબ્દ વડે વસ્તુ પ્રધાનપણે વ્યંજિત થતું હોય તો તે વસ્તુગત શબ્દશક્તિમૂલધ્વનિ કહેવાય છે. અલંકારગત શબ્દશક્તિમૂલધ્વનિમાં જો કે અલંકાર વ્યંગ્ય હોય છે અને તેથી પ્રધાન હોય છે અને એટલે જ એ અલંકાર(વાચ્યાર્થ) નથી પણ અલંકાર્ય(અલંકૃત કરવાની વસ્તુ) છે; તેમ છતાં, અલંકારધ્વનિમાં અલંકાર એ નામ આપવાનું ચાલુ રહે છે; કેમ કે પૂર્વે એ અલંકારનું કાર્ય કરતો હતો. આમ, ‘બ્રાહ્મણશ્રમણ’ ન્યાયે, આપણે, અલંકારધ્વનિ એ શબ્દપ્રયોગને ઘટાવવાનો છે.
૨૧૮