________________
લક્ષણા મોજૂદ હોય છે ત્યાં ત્યાં લક્ષણામૂલા વ્યંજના પણ મોજૂદ હોય છે અને, પ્રયોજનવતી લક્ષણા મજૂદ હોતી નથી ત્યાં ત્યાં લક્ષણામૂલા વ્યંજના પણ હોતી નથી. અન્વયવતિરેકથી આ વાત પાકી થાય છે.
પણ અભિધામૂલા વ્યંજનામાં આ અન્વય - વ્યતિરેકનો અર્થ મોજૂદ નથી હતો. કારણ, સૌ જાણે છે કે જ્યાં જ્યાં અભિધા હોય છે ત્યાં ત્યાં અભિધામૂલા વ્યંજના હોતી નથી. અભિધા તો દરેક વાચક શબ્દમાં મોજૂદ હોય છે. પણ દરેક વાચક શબ્દ વ્યંજક હોતો નથી. આ અભિધામૂલા વ્યંજનાનો ઉદ્ભવ જે વિશિષ્ટ સંજોગોથી થાય છે તેની વિચારણા આપણએ કરી છે જ. આ વ્યંજનાને
અભિધામૂલા' કહેવાનાં બે કારણો છે : (અ) સંસર્ગ વગેરે (૧૪ + ૬ =) વીસ સંયોગથી નિયંત્રિત વાચ્યાર્થ કે મુખ્યાર્થ અભિધાથી કહેવાઈ ગયા પછી જ એ(અભિધામૂલા વ્યંજના) ઉદભવે છે; કામ કરે છે; (બ) એ વ્યંજના જે અર્થની પ્રતીતિ કરાવે છે તે હોય છે તે એ શબ્દનો અભિધેયાર્થ કે વાચ્યાર્થ જ. પણ, અમુક સંજોગોને કારણે એ અભિધા નિયંત્રિત થઈ જવાથી, અભિધા તેને વ્યક્ત કરી શકતી નથી. ઉલ્લેખનીય છે કે શબ્દની જે ત્રણ શક્તિઓ કે વૃત્તિઓ છે – અભિધા, લક્ષણો અને વ્યંજના - તેમાં અભિધા જ એકમાત્ર સ્વાવલંબી અને સ્વયંપર્યાપ્ત શક્તિ છે જેને બીજી કોઈ શક્તિની સહાયની જરૂર પડતી નથી. આમ, અભિધા સ્વતંત્ર રીતે, બીજી શક્તિઓની મદદની અપેક્ષા વિના જ. અર્થબોધ કરાવી શકે છે. પણ લક્ષણો અને વ્યંજના એ બીજી બે વૃત્તિઓ માટે આમ કહી શકાશે નહીં. વસ્તુતઃ મમ્મટ કહે છે તેમ, તાત્પર્યવૃત્તિ પણ પરાવલંબી શક્તિ છે અને તેથી એ વ્યંજનાથી ભિન્ન છે(કા. પ્ર. ૫.૬૯ની વૃત્તિ).
શાબ્દી વ્યંજના અભિધામૂલા તેમ જ લક્ષમામૂલા એમ બે પ્રકારની છે અને લક્ષણામૂલા શાબ્દી વ્યંજનામાં, જ્યારે કોઈ શબ્દ, લાક્ષણિક અર્થમાં, પ્રયોજાયો હોય ત્યારે જ પ્રયોજન વ્યંજનાથી પ્રતીત થાય છે. શાબ્દી વ્યંજનામાં, જે ખાસ શબ્દો પ્રયોજાય છે તે મહત્ત્વના હોય છે; આથી વ્યંજનાને મૂર્ત કરનાર પરિબળો હાજર હોય કે ન હોય; જો કે એ કદાપિ હાજર ન હોય એવો કોઈ ચુસ્ત નિયમ નથી. આર્થી વ્યંજનાને પ્રભાવિત કરતાં પરિબળો કે કારણો - આર્થી વ્યંજનામાં શબ્દના અર્થમાંથી વ્યંગ્યાર્થ ઉદ્દભવે છે અને, વક્તાની, શ્રોતાની, વાક્યની સમીપ ઊભેલી બીજી વ્યક્તિની, વધ્યાર્થીની, પ્રસ્તાવની, દેશની, કાળની, કાકની કે ચેષ્ટા વગરની વિશેષતાને કારણે, આપણે બીજા
૨૧૭