________________
જાણ્યો છે તે ઘડો, જ્ઞાતતા કે પ્રકટતા ધરાવે છે. એ હવે બીજા ઘડાઓથી જુદો પડે છે; કારણ, આપણે જાણેલો ઘડો ‘જ્ઞાત' છે, જ્યારે બીજા ઘડા “જ્ઞાત નથી. વસ્તુ જ્ઞાત થતાં તેમાં ઉત્પન્ન થતી જ્ઞાતતા કે પ્રકટતા એ વસ્તુધર્મ છે. આ કુમારિલ ભટ્ટ વગેરે મીમાંસકોનો મત છે. આત્મલક્ષી રીતે, ઉપરોક્ત જ્ઞાનનું ફળ છે આપણી અંદર, ઘડાને જાણવાથી થતું, ‘હું ઘડાને જાણું છું', 'હં પરં નાનાનિ ' એવું ભાન. આ ભાન જ જાણેલા ઘડાઓને, ન જાણેલા ઘડાઓથી અલગ પાડે છે. આને જ સંવિત્તિ કે આત્મ-ભાન કહે છે, “સંવિત્તિ' આત્મધર્મ છે એને અનુવ્યવસાય પણ કહે છે. આ મત પ્રભાકર(ગુરુ)ને અનુસરનારા મીમાંસકોનો છે. ચન્દ્રાચાર્ય “અર્થાધિગતિ એટલે કે પદાર્થ(ઘડા)નું જ્ઞાન, એ તૈયાયિકોના મતનો પણ ઉલ્લેખ કર્યો છે.
મને ઘડાનું જ્ઞાન થયું છે એ વાક્યમાં “ઘડો’ એ જ્ઞાન-વિષય છે અને અર્થાધિગતિ કે પ્રકટતા કે સંવિત્તિ એ જ્ઞાનફલ છે. અહીં જ્ઞાન-વિષય, જ્ઞાનફલ કે પ્રયોજનથી સ્પષ્ટ રીતે ભિન્ન છે. એમ પણ કહી શકાય કે અહીં ‘વિષય' અને ‘ફલ” એ બન્ને જ્ઞાનથી ભિન્ન છે. વિષયપ્રયોજનના અત્યન્ત ભેદની વાત ગ્રંથકારે કરી છે તેનો આ જ અર્થ છે.
આમ “વિશિષ્ટલક્ષણા', “જ્ઞાનના વિષયથી જ્ઞાનનું ફલ(પ્રયોજન) અલગ છે એ નિયમનો ભંગ કરે છે. તેથી વિશિષ્ટલક્ષણા સ્વીકારી શકાય નહીં. પ્રકટતા કે સંવિત્તિના અર્થમાં જ્ઞાન-વિષય અને જ્ઞાનપ્રયોજન એક નથી હોતાં. તેથી, વિશિષ્ટલક્ષણાને જરા પણ અવકાશ નથી. આમ, પ્રયોજનની પ્રતીતિ કેવળ વ્યંજનાથી જ થાય છે. આ લક્ષણા પર આધારિત વ્યંજના છે જેને શાસ્ત્રમાં લક્ષણામૂલા શબ્દશક્તિમૂલા વ્યંજના કહે છે. આવી લક્ષણા હમેશાં પ્રયોજન વતી લક્ષણા હોય છે. આ પ્રકારની લક્ષણામાં જ ચોક્કસ પ્રયોજન હોય છે જેની પ્રતીતિ કરાવા માટે લક્ષણાનો આશ્રય લેવામાં આવે છે – મમ્મટ કહે છે તેમ,
યી પ્રતીતિમાંધાતું નક્ષMા સમુપતે | (કા. પ્ર. ૨.૧૪)
મને શદ્વેગેત્ર વ્યજ્ઞનાત્રા પર ક્રિયાI (કા. પ્ર. ૨.૧૫) અર્થાત્ "જેની પ્રતીતિ કરાવવા માટે લક્ષણાનો આશ્રય લેવાય છે તે પ્રયોજન કે ફળ કેવળ તે શબ્દથી જ જાણી શકાય છે અને તેમાં વ્યંજના સિવાય બીજી કોઈ વૃત્તિ કામ કરતી નથી.” અર્થાત્ લાક્ષણિક શબ્દ(ગંગા) વડે જ (શૈત્યપાવનત્વાદિ) પ્રયોજનની, વ્યંજના- વ્યાપારથી જ પ્રતીતિ થાય છે. પ્રયોજનપ્રતીતિ અભિધા કે લક્ષણાથી થઈ શકતી નથી. જ્યાં જ્યાં પ્રયોજનવતી
૨૧૬