________________
ઉચિત નથી – બલકે, “પાવનત્વાદિવિશિષ્ટતટને લક્ષ્યાર્થ ગણી શકાય જ નહીં. એટલે, વિશિષ્ટલક્ષણા અસ્વીકાર્ય છે. કારણ, એમાં પ્રયોજન એટલે કે પાવનત્વાદિની પ્રતિપત્તિ(જ્ઞાન) એ લક્ષ્યાર્થના(એટલે કે ધર્મવિશિષ્ટ તટના) જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. અહીં, આપણે પાવનત્વાદિવિશિષ્ટતટ’ એ લક્ષ્યાર્થનું જ્ઞાન મેળવીએ ત્યારે જ આપણને પાવનત્વ વગેરેનું જ્ઞાન થાય છે. આમ, ‘પાવનત્વાદિપ્રતિપત્તિ'રૂપ પ્રયોજન એ લક્ષ્યાર્થજ્ઞાનજન્ય છે જે ટૂંકમાં “જ્ઞાનજન્ય કે ‘જન્ય' કહેવાય.
બીજી તરફ, પાવનત્વાદિ એ પ્રયોજન, લક્ષ્યાર્થજ્ઞાનજન્યપ્રતિપત્તિવિષય છે એટલે કે, "પાવનત્વપ્રતીતિ” એ “લક્ષ્યાર્થસ્ય પાવનત્વાદિવિશિષ્ટતટસ્ય " જ્ઞાનેન જન્ય છે. ધર્મવિશિષ્ટતટ એ લક્ષ્યાર્થનું જ્ઞાન થાય ત્યારે જ આપણને શૈત્યપાવનત્વ વગેરે ધર્મોનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાનનો વિષય પણ સ્વાભાવિક રીતે જ, એ જ ધર્મો છે. એટલે, પાવનત્વાદિરૂપ પ્રયોજન જ્ઞાપ્ય છે. આનો જવાબ, મમ્મટના શબ્દોમાં, આ છે :
“જ્ઞાનસ્થ વિષયો ઢા: નમઃાદતમ્ | (કા.પ્ર. ૨.૧૮) પ્રત્યક્ષસ્નતાિિર્વષય:, પત્ત તુપ્રવકતા સંવિત્તિર્ષોિ '' (વૃત્તિ)
અર્થાત્ “જ્ઞાનનો વિષય જુદો હોય છે અને જ્ઞાનનું ફળ જુદું હોય છે. એમ કહેવામાં આવ્યું છે, જેમ કે, ભૂરા રંગનું કમળ વગેરે પ્રત્યક્ષજ્ઞાનનો વિષય છે; પણ એ પ્રત્યક્ષજ્ઞાનનું ફળ તો “પ્રકટતા” કે “સંવિત્તિ છે.”
આ વિધાનમાં “જ્ઞાન” એટલે પ્રમાણ. આથી, કારિકાનો “જ્ઞાનસ્ય એ શબ્દ વૃનિમાં પ્રત્યાક્ષાદે શબ્દથી સમજાવ્યો છે. પ્રત્યક્ષાદિમાં જે “આદિ' પદ છે તે અનુમાન, ઉપમાન અને શબ્દ એ, પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંતનાં બીજાં ત્રણ પ્રમાણોનો નિર્દેશ કરે છે. શ્રી હેમચન્દ્રાચાર્યે “જ્ઞાન” અને “ફલીને સ્થાને, અનુક્રમે “વિષય' અને પ્રયોજન’ શબ્દો વાપર્યા છે. પણ અહીં આપણે શબ્દ પ્રમાણની વાત કરીએ છીએ - પ્રત્યક્ષ, અનુમાન કે ઉપમાન એ ત્રણ અન્ય પ્રમાણોની નહીં. પણ મમ્મટ તેમ જ હેમચન્દ્રાચાર્ય, બધાં જ પ્રમાણોને લાગુ પડતા સર્વસામાન્ય સિદ્ધાન્તની ચર્ચા કરે છે અને પ્રત્યક્ષ પ્રમાણને લગતો નીલકમલનો દાખલો આપે છે.
આપણે ઘડાનો દાખલો લઈએ તો પ્રત્યક્ષ પ્રમાણથી આપણને ઘડાનું જ્ઞાન (ઘટજ્ઞાન) થાય છે. આ જ્ઞાનનું ફળ, વસ્તુલક્ષી અને આત્મલક્ષી એમ બે દૃષ્ટિએ સમજી શકાય. વસ્તુલક્ષી રીતે જોતાં, અહીં, જ્ઞાનનું ફળ એ છે કે જે ઘડાને આપણે
૨૧૫