SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણા માની છે. પણ શ્રી હેમચન્દ્રાચાર્યે કેવળ પ્રયોજનવતી લક્ષણા જ સ્વીકારી છે. ગંગાયાં ઘોષઃ”માં શૈત્યપાવનત્વ વગેરે પ્રયોજનની પ્રતીતિ કરાવવા લક્ષણાનો આશ્રય લેવાય છે. પણ આ પ્રયોજન પ્રતીત થાય છે વ્યંજનાથી; નહિ કે લક્ષણાથી. વધારે ચોકસાઈથી કહીએ તો દૈત્યપાવનત્વ એ કેવળ ગંગા શબ્દ વડે, વ્યંજનાવ્યાપારથી પ્રતીત થાય છે. આને જ લક્ષણામૂલા વ્યંજના કહે છે. આ ક્રિયા શબ્દકગમ્ય કે લાક્ષણિક શબ્દમાત્રથી ગમ્ય છે. એટલે કે પ્રયોજન, બીજા, શબ્દતર પ્રમાણ જેમ કે અનુમાન,પ્રત્યક્ષ વગેરેથી પ્રતીત થતું નથી.આમ અભિધા કે લક્ષણાથી પ્રયોજન પ્રતીત થતું નથી – જે પ્રયોજનને સૂચવવા માટે લક્ષણાનો પ્રયોગ થયો છે. ગંગાયાં ઘોષ:' એ દાખલામાં શીતળતા, પવિત્રતા વગેરે ધર્મો અભિધાથી સમજાતા નથી; કેમ કે ત્યાં સંકેતનો અભાવ છે. અને લક્ષણા પ્રયોજનની પ્રતીતિ કરાવી શકતી નથી; કેમ કે “ગંગાતટ'ને લક્ષિત કર્યા પછી લક્ષણાવ્યાપાર અટકી જાય છે. દ્વિતીયલક્ષણાવાદ અને વિશિષ્ટલક્ષણાવાદનું ખંડન જો પ્રયોજનને લક્ષિત કરવા માટે બીજી લક્ષણાનો આશ્રય લેવામાં આવે તો તે યોગ્ય નથી; કારણ, લક્ષણાનાં ત્રણ કારણો(મુખ્યાર્થબાધ, નિમિત્ત અને પ્રયોજન) ત્યાં મોજૂદ નથી. આમ, “ગંગાયઘોષઃ એ દાખલામાં, દૈત્યપાવનત્વાદિ ધ બીજી લક્ષણા કરવાથી લક્ષિત થઈ શકતા નથી, કેમ કે, બીજી લક્ષણા માટે આપણે બીજું પ્રયોજન માનવું પડશે – અને એમ પ્રયોજન પછી પ્રયોજન માનતા જ જવું પડશે; અને એનો અંત જ નહીં આવે. પણ જો આપણે વ્યંજનાવૃત્તિને સ્વીકારીએ તો દૈત્યપાવનત્વાદિ પ્રયોજનની સહેલાઈથી પ્રતીતિ થશે. વળી, બીજી લક્ષણાને ખાતર વ્યંજનાનો ઇનકાર કરવાથી અનવસ્થા સર્જાશે; લાભ કરતાં ગેરલાભ વધારે થશે. આથી દ્વિતીય લક્ષણાવાદીની હઠ ખોટી છે. પણ, આ બાબતમાં બીજો એક મત છે તે ‘વિશિષ્ટલક્ષણાવાદ' તરીકે ઓળખાય છે. આ મત મુજબ, “ગંગાયાં ઘોષ એ દાખલામાં પ્રયોજનની પ્રતીતિ માટે બીજી લક્ષણા કરવાની જરૂર નથી, કેમ કે, પ્રથમ લક્ષણા જ દૈત્યપાવનત્વાદિથી વિશિષ્ટ ગંગાતટને લક્ષિત કરે છે. એટલે વ્યંજનાવ્યાપાર માનવાની જરૂર રહેતી નથી. બીજા શબ્દોમાં, વિશિષ્ટલક્ષણાવાદી માને છે કે “ગંગાયાં ઘોષ:' એ દાખલામાં “પાવનત્વાદિધર્મયુક્તતટ' એ લક્ષ્યાર્થ છે. આની સામે જવાબ એ છે કે શૈત્યાદિથી વિશિષ્ટ તટ એ લક્ષ્યાર્થ યોગ્ય નથી. કારણ, લક્ષણા, પ્રયોજનથી વિશિષ્ટ અર્થને લક્ષિત કરે છે એમ માનવું ૨૧૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy