SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ નામનો જુદો વ્યાપાર જ (માનવો પડે); જેમ કે “ગંગાયાં ઘોષ. એ દાખલામાં શૈત્યપાવનત્વ વગેરે (પ્રયોજનની પ્રતીતિ કેવળ વ્યંજનાથી જ થાય છે.)” મમ્મટે કાવ્યપ્રકાશ(ઉ. ૨)માં પાંચ કારિકાઓ(કા. ૧૪ થી ૧૮) વડે જે લક્ષણામૂલા શાબ્દી વ્યંજનાની વિસ્તૃત ચર્ચા કરી છે તેનો આબાદ સંક્ષેપ અહીં એક ટૂંકા ફકરામાં પ્રસ્તુત કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે શાસ્ત્ર પરની પોતાની અદ્ભુત પકડનો પરિચય આપ્યો છે. અભિધામૂલા અને લક્ષણામૂલા એ બન્ને શાબ્દી વ્યંજના છે લક્ષણામૂલા વ્યંજના વિશેનો સૂત્ર ત્રેવીસની વૃત્તિનો ઉપરોક્ત અંશ, પ્રતીતિકર રીતે દર્શાવે છે કે, જેમ અભિધામૂલા વ્યંજના એ શાબ્દી વ્યંજના છે તેમજ લક્ષણામૂલા વ્યંજના પણ શાબ્દી વ્યંજના છે. આ દૃષ્ટિએ, શબ્દશક્તિમૂલ વ્યંગ્યના બે પ્રકારની વ્યાખ્યા તથા સમજૂતી પૂર્ણપણે સાર્થક છે. જ્ઞાનનું પ્રયોજન કે કાર્ય લક્ષણામૂલા વ્યંજનાની સમજૂતી આપતાં શ્રીહેમચન્દ્રાચાર્ય, પ્રત્યક્ષાદિ પ્રમાણના પ્રયોજનનો અર્થ સ્પષ્ટ કરવા માટે “અર્થાધિગતિઃ', “પ્રાકટ્યમ્' અને સંવિત્તિઃ' એ સંજ્ઞઓ પ્રયોજી છે. આ અંગે સ્પષ્ટતા કરતાં વિવેક'(પૃ. ૬૬)માં ગ્રંથકાર કહે છે કે ૧. નૈયાયિકોના મતે અર્થાધિગતિ એટલે કે પદાર્થનું જ્ઞાન મેળવવું એ પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રયોજન છે. કુમારિ ભટ્ટ વગેરે મીમાંસકોના મતે પદાર્થનું પ્રકટ થવું (પ્રાક્ટટ્યમ્ કે પ્રકટતા) એ પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રયોજન છે. જયારે પ્રભાકર(ગુરુ)ને અનુસરનારા મીમાંસકોના મતે “હું ઘડાને જાણું છું એવું ભાન કે સંવિત્તિ' એ પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રયોજન છે. ‘વિશિષ્ટલક્ષણા' શક્ય નથી, કારણ કે વિષય અને પ્રયોજન અથવા જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું પ્રયોજન (ફળ) એ બે તદન જુદી વસ્તુઓ છે; એટલે લક્ષણામાં પ્રયોજન વ્યંગ્ય જ હોય છે – આ મુદ્દાની છણાવટ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રત્યક્ષાદિ પ્રમાણની ઉપરોક્ત વાત કરી છે : ૧ ૨ પ્રયોગનહિતમેવ નક્ષ્ય સ્તક્ષાયા: વિષય તિ વર્જી શક્યમ્ વિષયપ્રયોગનોરત્યક્તએ (સૂ. ૧.ર૩ની વૃત્તિ, પૃ. ૬૬) પ્રયોજનની પ્રતીતિ અભિધાથી કે લક્ષણાથી થઈ શકતી નથી લક્ષણાવ્યાપારનો હેતુ અમુક પ્રયોજનની પ્રતીતિ કરાવવાનો હોય છે. આવી લક્ષણા પ્રયોજનવતી લક્ષણા કહેવાય છે. મમ્મટે રૂઢિમૂલા તેમ જ પ્રયોજનવતી ૨૧૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy