SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજન એ ત્રણ કારણોથી નિયંત્રિત થાય છે એટલે કે તેનો મુખાર્થ બાધિત થાય છે; તે પછી તે અમુખ્ય શબ્દના પ્રયોગનું જે પ્રયોજન(એટલે કે લક્ષણાનો આશ્રય લેવાનું પ્રયોજન) છે તેનું જ્ઞાન પણ વ્યંજનાવ્યાપારથી જ થાય છે. જેમ કે ગંગાયાં ઘોષ (ગંગા પર નેસ) એ દૃષ્ટાંતમાં, ગંગા સાથે જોડાયેલા શૈત્યપાવનત્વનું જ્ઞાન એ પ્રયોજન છે અને એ જ્ઞાન વ્યંજનાવૃત્તિથી જ થાય છે. કારણ, શૈત્યપાવનત્વની પ્રતિતી એ પ્રયોજનો, “ગંગા' એ શબ્દ, અભિધાથી, બોધ કરાવી શકતો નથી, કેમ કે , એ પ્રયોજનરૂપી અર્થમાં, સંકેત નથી. ગૌણી તથા લક્ષણાવ્યાપાર પણ એ પ્રયોજનને માટે હોઈ શકે નહીં, કેમ કે મુખ્યાર્થબાધ વગેરે ત્રણ શરતો અહીં મોજૂદ નથી. વળી લસ્પાર્થ એ મુખાર્થ નથી; કારણ કે ગંગા શબ્દનો લક્ષ્યાર્થ તો “ગંગાતટ છે; તે શૈત્યપાવનત્વરૂપ પ્રયોજનનો મુખ્યાર્થ નથી. વળી એ મુખાર્થનો બાધ પણ નથી થયો - કેમ કે “ગંગાતટ' પર નેસ(ગામ) વસે તે સુસંગત છે. વળી, અહીં લક્ષણાનો આશ્રય લેવા માટે ગંગાતટ’ એ મુખ્યાર્થ તથા શૈત્યપાવનત્વ' એ લક્ષ્યાર્થ વચ્ચે કોઈ નિમિત્ત (સંબંધો પણ નથી. વળી, એ પણ સ્પષ્ટ છે કે “ગંગાતટ' એ શબ્દ પોતાનો અર્થ આપવા અસમર્થ પણ નથી; અને છેલ્લે, “ગંગાતટ પર બીજી લક્ષણા કરવાનું પ્રયોજન પણ નથી. “હવે જો એ પ્રયોજનાર્થ(શૈત્યપાવનત્વ)ને જ લક્ષ્યાર્થ માનીને, (પ્રથમ લક્ષણાવ્યાપાર ઉપરાંત) બીજી લક્ષણા માનશો તો તે બીજી લક્ષણા માટે બીજું પ્રયોજન શોધવું પડશે; અને એ પ્રયોજનને લક્ષ્યાર્થ માનીને ત્રીજી લક્ષણા કરવા જતાં, એને માટે પાછું નવું જ પ્રયોજન શોધવું પડશે. આ રીતે પ્રયોજનો પછી પ્રયોજનો શોધતાં પાર જ નહીં આવે; ભારે અનવસ્થા થશે. અને વળી, નવું પ્રયોજન પામવા જતાં મૂળ પ્રયોજન જ નાશ પામશે. જેથી લક્ષણાનું મૂળ જ નાશ પામશે. આ મુશ્કેલી નિવારવા માટે, પ્રયોજન સહિતનો લક્ષ્યાર્થ એ જ લક્ષણાનો વિષય છે એમ કહેવું પણ શક્ય નથી. કેમ કે, લક્ષણાનો વિષય(‘ગંગાતટ') અને લક્ષણાનું પ્રયોજન(શૈત્યપાવનત્વ') એ બન્ને અત્યંત જુદાં છે; જેમ કે, પ્રત્યક્ષ વગેરે પ્રમાણોનો વિષય ઘડો વગેરે (ઘટાદિ) હોય છે; પણ એ પ્રમાણોનું પ્રયોજન કે ફળ તો, પદાર્થ(ઘડો વગેરે)નું જ્ઞાન અથવા પદાર્થ પ્રકટ થાય-(જણાય) તે અથવા “સંવિત્તિ' એટલે કે “મને ઘડાનું જ્ઞાન થયું એવું ઘડો જોનારને પાછળથી થતું જ્ઞાન છે. આ રીતે, પ્રયોજન સહિત લક્ષ્યાર્થ એ ગૌણી અથવા લક્ષણાનો વિષય થઈ શકતો નથી; તેથી (લક્ષણાના) પ્રયોજનની પ્રતીતિ માટે વ્યંજના ૨૧૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy