SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક(પ.૪૬) વડે આપ્યો છે. પાર્વતી બહુ સમક્ષ પોતાના ઊના, ઊંડા નિશ્વાસથી(હાવભાવથી) મનોગત જણાવે છે તે જ “આકાર”. આમ અભિનયથી આકાર સુધીના છ સંજોગોમાં, દરેકમાં હાવભાવ, હિલચાલ, અંગ-ઇશારો વગેરે જોવા મળે છે અને એ દરેકનું હેમચન્દ્રાચાર્ય સોદાહરણ સૂક્ષ્મ નિદર્શન પૂરું પાડ્યું છે; જ્યારે મમ્મટે કેવળ અભિનયનો જ દાખલો આપ્યો છે. છેલ્લા અભિનયાદિ છ સંજોગોમાં, “અભિનય તો સૌ જાણે છે તે આંગિક, વાચિક અને આહાર્ય અભિનય છે. “અપદેશ” એ કોઈ ખાસ વ્યક્તિને બતાવીને થતો હાવભાવ છે; જ્યારે નિર્દેશ' એ કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ મોઘમ ઈશારો છે. પણ બન્નેમાં નિશાનીઓ કે “ઇતઃ' (અહીંયાં) જેવા હાવભાવ હોય છે. “સંજ્ઞા” પણ માથું ધુણાવીને કે સંમતિમાં ડોકું હલાવીને થતી નિશાની છે. ઇગિત એ પણ, મનને ભાવ બતાવવા માટે શરીરનો અવયવ હલાવવાની ક્રિયા કે હાવભાવ છે અને “આકાર' એ અંતરના ભાવ દર્શાવતો મુખભાવ છે. આ બધા વધારાના સંજોગો વિશે ડૉ. રાઘવન કહે છે કે ભોજના શંગારપ્રકાશમાંથી આ અભિનય વગેરે છે પ્રકારો શ્રી હેમચન્દ્રાચાર્યે અહીં અપનાવી લીધા છે શું. પ્ર. પૃ. ૭૦૮). આ અંગે ડૉ. વિ. એમ. કુલકર્ણીનો મત પણ “સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનાં અધ્યયનો'(પૃ. ૧૪૯)માં વ્યક્ત થયેલો છે. ઉપરના વીસ સંજોગોમાંથી એક કે વધારે સંયોગોથી શબ્દની અભિધા જરૂર નિયંત્રિત થાય છે. પણ, વાચક, અભિધાથી પ્રાપ્ત થતો વાચ્યાર્થ સમજી લે તે પછી એક સૂક્ષ્મ, ગૂઢ અર્થ વાચ્યાર્થની પાછળ છુપાયેલો રહે છે. આ અર્થ વ્યંગ્યાર્થ છે, કાવ્યનો આત્મા છે અને એ અર્થ વ્યંજના-વ્યાપારથી જ પ્રતીત થાય છે. આ વ્યંજનાવ્યાપાર, નિર્વિવાદપણે, અભિધાવ્યાપાર તેમ જ લક્ષણાવ્યાપારથી અત્યંત ભિન્ન છે. આનંદવર્ધન તથા મમ્મટ જેવા સમર્થ પુરોગામી શાસ્ત્રકારોને બરાબર અનુસરીને શ્રી હેમચન્દ્રાચાર્યે આ સિદ્ધાન્ત પ્રસ્થાપિત કર્યો છે. હવે પછીની લક્ષણામૂલા શાબ્દીવ્યંજનાની ચર્ચામાં પણ આ વાત સ્પષ્ટ થાય છે. લક્ષણામૂલા શાબ્દીવ્યંજના ત્રેવીસમા સૂત્ર(૧.૨૩)ની વૃત્તિમાં, અભિધાના નિયંત્રક વીસ સંજોગોની સોદાહરણ સમીક્ષા કર્યા પછી, શ્રી હેમચન્દ્રાચાર્ય, સૂત્ર(૨૩)માં, લક્ષણાવ્યાપાર નિયંત્રિત થવા અંગેના ખંડની ચર્ચા હાથ ધરે છે. અમુશ્કેડ શત્રે એ રીતે શરૂ થતા “અલંકારચૂડામણિ' વૃત્તિ(પૃ. ૬૬)ના ખંડમાં, શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, અમુખ્ય શબ્દ(લાક્ષણિક શબ્દ) પણ, જ્યારે મુખ્યાર્થબાધા, નિમિત્ત અને ૨૧૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy