________________
અભિધા નિયંત્રિત થાય છે તે છ જુદાં જુદાં ઉદાહરણો આપીને સમજાવ્યું છે. અહીં “અભિનય એટલે હાથના હાવભાવ. ઉદાહરણ(પર)ની ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
एतावन्मात्रस्तनिका एतावन्मात्राभ्यामक्षिपत्राभ्याम् ।
एतद वस्थां प्राप्ता एतावन्मात्रैर्दिवस: ॥ અર્થાતું, “આવડા મોટા સ્તનવાળી, આવી કમળપાંખડી જેવી બે આંખોવાળી, આટલા (ત્રણ ચાર) દિવસોમાં, તે સ્ત્રીની આવી (કૃશ) અવસ્થા થઈ !”
અહીં હાથના અભિનયથી તાવત્ (આટલું, આવડું) બોલીને વકતા અમુક માપ બતાવે છે. “આવી સુંદર આંખોવાળી એ પણ ખાસ અભિનય કરીને બતાડે છે. “આવી સ્ત્રી આટલા થોડા વખતમાં આવી દુબળી થઈ ગઈ એ વાત પણ અભિનયથી જ દર્શાવી છે. આ પંદરમા સંયોગનો દાખલો છે. સોળમો સંયોગ છે “અપદેશ. કુમારસંભવના જાણીતા શ્લોકથી ગ્રંથકારે “અપદેશ'નો દાખલો આપ્યો છે. શ્લોકનો ભાવ છે :”અહીંથી જ તમારી પાસેથી જ) એ દૈત્યને રાજ્યલક્ષ્મી મળી. અને તેથી એ દૈત્ય અહીંથી તમારે હાથે જ) નાશ પામે તે યોગ્ય નથી. વિષનું વૃક્ષ પણ એકવાર ઉછેરીને તેને પોતાના હાથે કાપવું એ યોગ્ય નથી.” આ શ્લોકમાં રૂત: રૂત: એટલે કે અહીંથી”, “અહીંથી” એ શબ્દો બોલનાર વ્યક્તિ પોતાને માટે, હાથ છાતી પર મૂકીને (અભિનય સાથે), કહે છે અને તેથી જ અર્થ પ્રતીત થાય છે. નિર્દેશ એ સત્તરમો સંયોગ છે. એમાં પણ અભિનય હોય છે. માલતીમાધવ નાટકના પ્રથમ અંકનો એક સંવાદ રજૂ કરીને ગ્રંથકારે નિર્દેશ'ની સમજૂતી આપી છે. એમાં આંગળીના સુંદર હલનચલનથી એટલે કે નિર્દેશ વડે અનિશ્ચિત અર્થનો નિશ્ચય થાય છે. અઢારમો સંજોગ છે “સંજ્ઞા એટલે ઈશારો, માથું ધુણાવવું વગેરે નિશાની. કુમારસંભવના શ્લોક(૮.૬) વડે ગ્રંથકારે સંજ્ઞાનું ઉદાહરણ(શ્લો. પ૫) આપ્યું છે. એમાં પાર્વતી માથું ધુણાવીને જ – એ સંજ્ઞાથી જ, મહાદેવને સમજાવી દે છે. ઓગણીસમો સંજોગ છે “ઇગિત'. ઇગિત એટલે મનના ભાવને દર્શાવતું સૂચન કે હિલચાલ. આના ઉદાહરણ(શ્લો. પ૬)માં, નાયક નાયિકાને ફરીથી મળવા અંગે લોકોની વચ્ચે પૂછવા અસમર્થ હતો; પણ તેના હાવભાવ પરથી તેનો અભિપ્રાય સમજી જઈને નાયિકાએ હાથમાંનું લીલાપધ બીડ્યું અને સૂચવ્યું કે જે વખતે પદ્મ-(કમળ) સંકોચાય તે વખતે (સાંજે) મળીશું. અને છેલ્લો વીસમો સંજોગ છે “આકાર'. “આકારમાં પણ મુખ વગેરનો હાવભાવ હોય છે. એનો દાખલો કુમારસંભવના પ્રસિદ્ધ
*
૨૧૦