SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સમય. “ચિત્રભાનુ પ્રકાશે છે એ વાક્ય દિવસે બોલાય ત્યારે “ચિત્રભાનુનો અર્થ સૂર્ય થાય છે; “અગ્નિ' નહીં. તેરમો સંજોગ છે ‘વ્યક્તિ(વિશેષ) કે શબ્દની ખાસ જાતિ(લિંગ). “મિત્ર અંધકારનો નાશ કરે છે એ વાક્યમાં “મિત્રમ્ એ સંસ્કૃત શબ્દ નપુંસકલિંગમાં વપરાયેલો હોવાથી તેનો અર્થ “દોસ્ત થાય છે; સૂર્ય નહીં; કેમ કે મિત્ર' શબ્દ સંસ્કૃતમાં પુલિંગમાં હોય તો જ તેનો અર્થ સૂર્ય થાય છે. ચૌદમી સંજોગ છે “સ્વર'. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ ત્રણ સ્વર વૈદિક વાર્યમાં પ્રસિદ્ધ છે. વેદમાં શબ્દોના ખાસ પ્રકારના ઉચ્ચારણને લીધે શબ્દની અંદરના સ્વરો પર વિશિષ્ટ ભાર(Accent) આવે છે. એ જ ઉપરોક્ત ત્રણ સ્વરો. આ સ્વરભારમાં ફેરફાર થતા અર્થમાં પણ ફેર પડે છે. મમ્મટે સ્વરનું ‘રૂદ્રશ–વંર્ધસ્વ' એ ઉદાહરણ આપ્યું છે. આમાં રૂદ્રશત્રુ: એ સમાસનો બે રીતે વિગ્રહ થઈ શકે છે રૂદ્ર: શત્રુ: યસ્થ : ' એટલે કે ઇન્દ્ર જેનો શત્રુ છે તે. આ બહુવ્રીહિ સમાસ છે. પણ, રૂચ શત્રુ: એટલે ઇન્દ્રનો શત્રુ. આ ષષ્ઠી તપુરુષ સમાસ છે. સ્વરભારની દૃષ્ટિએ જો રૂદ્રશત્રુ શબ્દનો પહેલો સ્વર ઉદાત્ત હોય તો તેને બહુવ્રીહિ સમાસ ગણી તેનો અર્થ કરવો પડે. પણ જો શત્રુ શબ્દનો છેલ્લો સ્વર ઉદાત્ત હોય તો તેને ષષ્ઠી તપુરુષ સમાસ ગણી તેનો એ પ્રમાણે અર્થ કરવો પડે. આમ જો સ્વરની ભૂલ થાય કે સ્વરની ગેરસમજ થાય તો શબ્દનો અર્થ જ બદલાઈ જાય. આ ફેરફાર સ્વરના ફેરફારને કારણે થાય છે. પણ આવું વૈદિક સંસ્કૃત સાહિત્યમાં જ બને છે. લૌકિક સંસ્કૃત સાહિત્યમાં ઉદાત્તાદિ સ્વરભારનો ઉપયોગ થતો નથી. તેથી જ “સ્વર' વિશે ટિપ્પણ કરતાં શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે કે - “સ્વર'ને લીધે શબ્દની વિશિષ્ટ અર્થમાં પ્રતીતિ થાય છે; પણ એ સ્વર કાવ્યના ક્ષેત્રે ઉપયોગી નથી. તેથી તેનું (વૈદિક) ઉદાહરણ આપ્યું નથી. જો કે, વેણીસંહાર નાટકમાં “શું હું સો કૌરવોને રણમાં ગુસ્સાથી રોળી નહિ નાખું?” એ ભીમની ઉક્તિમાં “કાકુ' નામના વિશિષ્ટ સ્વર-વિકાર(અવાજનો ફેરફાર)થી વિશિષ્ટ અર્થની પ્રતીતિ થાય છે. અહીં, ભીમ ક્રોધાવેશમાં જે રીતે અવાજ બદલીને બોલે છે તેથી ભીમના વાક્યનો અર્થ છે: “હું સો કૌરવોને નક્કી રણમાં રોળીશ.” આવો અર્થફેર કાકુરૂપ સ્વર-વિકારથી શક્ય બને છે. અને તે અર્થ વ્યંગ્ય કક્ષાએ સમજાય છે. એનાથી વાચ્યાર્થ સંગત બને છે. આ રીતે ચૌદ મુખ્ય સંજોગોની સમજૂતી પૂરી થાય છે. પણ કારિકામાં સ્વર: એટલે કે “સ્વર વગેરે કહ્યું છે તેના અનુસંધાનમાં શ્રી હેમચન્દ્રાચાર્યે અભિનય, અપદેશ, નિર્દેશક સંજ્ઞા, ઇગિત અને આકાર એ છ સંજોગો ઉમેર્યા છે અને આ દરેક સંજોગને લીધે ૨૦૯ ૧૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy