________________
નિયંત્રિત થઈ ગયા બાદ, જે બીજા અર્થની પ્રતીતિ થાય છે તે વ્યંજનાવ્યાપારથી જ થાય છે એ સ્પષ્ટ છે.’
અભિધાને નિયંત્રિત કરતા સંજોગોમાં પ્રથમ ‘સંસર્ગ’ આવે છે. સંસર્ગ એટલે સંયોગ. ‘લક્ષ્મણસહિત રામ' એમ કહીએ એટલે ‘રામ’નો અર્થ દશરથપુત્ર રામ જ થાય; બળરામ કે પરશુરામ નહીં. બીજો સંજોગ છે ‘વિપ્રયોગ’. વિપ્રયોગ એટલે વિયોગ. ‘સીતા વિનાના રામ' એમ કહીએ એટલે દશરથપુત્ર રામ જ સમજાય; બીજા કોઈ રામ નહીં. ત્રીજો સંજોગ છે ‘સાહચર્ય', એટલે સાથે હોવું તે; જોડાણ. ‘બુધ અને મંગળ બેઉ તેને માટે ઉચ્ચ સ્થાને હોવાથી અનુકૂળ છે', એ વાક્યમાં બુધ અને મંગળ ગ્રહો તરીકે સમજાય છે. ચોથો સંજોગ છે ‘વિરોધિતા.’ ‘તેમની ગતિ રામાર્જુન જેવી થઈ' એ વાક્યમાં રામ એટલે અને પરશુરામ અર્જુન એટલે સહસ્રાર્જુન. કેમ કે એ બન્ને જાણીતા પ્રતિસ્પર્ધી હતા, વિરોધી હતા. પાંચમો સંજોગ છે ‘અર્થ’ કે ‘પ્રયોજન’. ‘સેંધવ લાવ, હું શિકારે જઈશ’ એ વાક્યમાં સૈંધવ શબ્દનો ‘અશ્વ’ એવો અર્થ લેવાનો છે; મીઠું નહીં. છઠ્ઠો સંજોગ છે ‘પ્રકરણ’, એટલે કે પૂર્વાપર સંબંધ. ‘દેવ તેને ન જાણે તો ?’ એ વાક્યમાં, પૂર્વાપર સંબંધથી, ‘દેવ’ એટલે ‘રાજા’ કે ‘આપ, મહેરબાન' એવો અર્થ થાય છે; પરમાત્મા નહીં. સાતમો સંજોગ છે ‘લિંગ’ એટલે ‘ચિહ્ન’ કે નિશાની. ‘ગાંડીવધારી અર્જુન’ એ પ્રયોગમાં અર્જુન એટલે કુંતીનો પુત્ર અર્જુન(પાંડવ); સહસ્રાર્જુન નહીં; કેમ કે ગાંડીવ નામનું ધનુષ્ય એ અર્જુનનું ચિહ્ન છે - ઓળખ છે. આઠમો સંજોગ છે ‘બીજા સબ્દની સન્નિધિ’. ‘શૃંગારી દેવ’ એ પ્રયોગમાં ‘દેવ’ એટલે ‘કામદેવ’ જ; કેમ કે શૃંગારી વિશેષણ કામદેવનું જ છે અને એ ‘શૃંગારી’ શબ્દ પાસે હોવાથી, ‘દેવ’નો અર્થ ‘કામદેવ’ સમજાય છે. નવમો સંજોગ છે ‘સામર્થ્ય’, એટલે કે શક્તિ. ‘મધુથી મત્ત કોયલ મીઠા ટહુકા કરે છે’ એ વાક્યમાં કોયલને મત્ત કરવાની શક્તિ કે સામર્થ્ય ‘મધુ’ એટલે કે વસંત ઋતુમાં જ છે. એટલે અહીં ‘મધુ’નો અર્થ ‘વસંત’ સમજાય છે. દસમો સંજોગ છે ‘ઔચિત્ય’ એટલે કે યોગ્યતા. ‘સુંદર સ્ત્રીનું મુખ તમારું રક્ષણ કરો' એ વાક્યમાં ‘રક્ષણ કરો’ એ અર્થ દર્શાવતા પાતુ શબ્દનો, પ્રેમમાં અનુકૂળતા કે પ્રસન્નતા દર્શાવતો અર્થ લેવો પડે છે. અર્થને યોગ્ય કે બંધબેસતો કરવા માટે એ જરૂરી છે. અગિયારમો સંજોગ છે ‘દેશ’ કે કોઈ ખાસ જગ્યા. ‘અહો ! આ મહેશ્વરની શી અનેરી શોભા છે !' એ વાક્ય રાજાની રાજધાની(દેશવિશેષ)માં બોલાય છે તેથી ‘રાજા’ એ અર્થ આપે છે; મહેશ્વર એટલે કે મહાદેવ એ અર્થ નહીં. બારમો સંજોગ છે ‘કાળ’, એટલે કે
૨૦૮