________________
પણ આ બે કારિકાઓના કર્તા ભર્તુહરિ છે એવો ઉલ્લેખ કર્યો છે. આ બે કારિકાઓમાં અનેકાર્થક કે નાનાર્થક શબ્દોની અભિધાને નિયંત્રિત કરતા કેટલાક સંયોગો ગણાવ્યા છે.
શબ્દના જ્યારે ઘણા અર્થ થતા હોય છે ત્યારે એનો ક્યો અર્થ લેવો એ સમજાતું નથી. આ વખતે, અવતરણ(૮)માં ગણાવેલા સંજોગો, શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થને ગ્રહણ કરવામાં આપણને સહાયભૂત થાય છે.
હેમચંદ્રાચાર્યે ઉદ્ધત કરેલી, ભર્તુહરિની મનાતી બે કારિકાઓમાં ચૌદ સંજોગો નામ દઈને ઉલ્લેખેલા છે અને અભિનય વગેરે બીજા છ સંજોગો “આદિ' પદથી સૂચવ્યા છે. આ સર્વ સંજોગો શબ્દના અર્થનો નિર્ણય કરવામાં આપણા પથદર્શક બને છે. ચૌદ મુખ્ય સંયોગોનાં નામો આ પ્રમાણે છે – સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, અન્યશબ્દસંનિધિ, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, વ્યક્તિ(વિશેષ) અને સ્વર. આ ઉપરાંત અભિનય, અપદેશ, નિર્દેશ, સંજ્ઞા, ઇગિત અને આકાર એ બીજા છ સંજોગો પણ હેમચન્દ્રાચાર્યે ગણાવ્યા છે અને તેમનાં ઉદાહરણો આપ્યાં છે. આમ કાવ્યાનુશાસનમાં અભિધાને નિયંત્રિત કરતા (૧૪ + ૬ = ) ૨૦ સંયોગોની સમજૂતી આપવામાં આવી છે જે મમ્મટે આપેલી સમજૂતી (કા. પ્ર. ૨.૧૯) કરતાં વારે વિસ્તૃત છે. અવતરણ આઠમાં રજૂ થયેલી બે કારિકાઓ આ પ્રમાણે છે : ૧. સંસ વિપ્રયોગશ્ચ સાદાઈ વિરોધતા |
अर्थः प्रकरणं लिंङ्ग शब्दस्यान्यस्य संनिधिः ॥ ૨. સામથ્થપવિતી સેશ: +ાતો : સ્વરદ્ધિયઃ
शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥
અર્થાત્ "જ્યાં અનેક અર્થવાળા શબ્દનો અર્થ નક્કી થઈ શકતો ન હોય ત્યાં સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, પ્રયોજન(અર્થ), પ્રકરણ, લિંગ (ચિહ્ન), બીજા શબ્દનું સાન્નિધ્ય, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાળ, વ્યક્તિની જાતિ(લિંગ), સ્વર વગેરેને કારણે વિશેષ અર્થનું જ્ઞાન થાય છે અને એ અર્થ ત્યાં ગ્રહણ કરાય છે.” હેમચન્દ્રાચાર્યે આ ચૌદ સંજોગોની, ઉદાહરણો સાથે, સમજૂતી આપી છે અને અભિનય વગેરે બીજા છ સંયોગો ઉમેરીને, દૃષ્ટાન્તો વડે, તેમનું સ્પષ્ટીકરણ કર્યું છે. અને અભિધાના નિયંત્રક સંયોગોની ચર્ચા પૂરી કર્યા બાદ ગ્રંથકાર નોંધે છે – “તો આ રીતે સંસર્ગ વગેરે કારણોથી શબ્દનો અભિધાવ્યાપાર
૨૦૭