________________
અભિધામૂલા વ્યંજના શું છે?
ઉપર નોંધેલા ભદ્રાત્મનો' એ શ્લોકમાં, “કર’, ‘વંશ', “સેંધવ' વગેરે શબ્દો આવે છે તેમના એક કરતાં વધારે વાચ્યાર્થ છે તે આપણે જાણીએ છીએ. આવા શબ્દો જ્યારે સાહિત્યમાં પ્રયોજાયા હોય છે ત્યારે સંસર્ગ, વિપ્રયોગ સાહચર્ય વગેરે સંયોગો કે કારણોને લીધે તેમનો અર્થ તે સ્થળે પ્રસ્તુત એવા એક અર્થ પૂરતો નિયંત્રિત કે મર્યાદિત થાય છે અને એ શબ્દના બાકીના અર્થોનો નિષેધ થાય છે. અને અભિધાથી એક જ અર્થ એ સ્થળે સમજાય છે. પણ ઘણીવાર એવું બને છે કે પાછળથી એ શબ્દના અર્થો પૈકીનો એક બીજો સંકેતિત અર્થ આપણને સમજાય છે. આ અર્થ, એ શબ્દનો વાચ્યાર્થ જ હોવા છતાં એને આપણે એ સ્થળે વાચ્યાર્થ ગણી શકતા નથી. કારણ એ શબ્દ એકજ વાચ્યાર્થ પૂરતો મર્યાદિત થયેલો છે. આમ છતાં, આપણને એ શબ્દનો બીજો અર્થ બરાબર પ્રતીત થાય છે. આ અર્થ અભિધાથી તો નથી જ મળત; કેમ કે, અભિધા તો શબ્દના એક અર્થ પૂરતી સીમિત થઈ છે. વળી, એ અર્થ લક્ષણાથી પણ નથી સમજાતો. કારણ, લક્ષણાની મુખ્યાર્થબાધ વગેરે ત્રણ પૂર્વશરતો અહીં મોજૂદ નથી. એટલે એમ જ માનવું પડે કે શબ્દનો એ બીજો અર્થ, જે વાસ્તવમાં વાચ્યાર્થ જ છે, તે, આ સ્થળે અવાગ્યાર્થ છે અને તે વ્યંગ્યાર્થ જ છે. અને જે વ્યાપારથી એ બીજો અર્થ સમજાય છે તે વ્યંજના વ્યાપાર જ છે. આને જ અભિધામૂલાવ્યંજના કહે છે જે શાબ્દી કે શબ્દશક્તિમૂલવ્યંજનાનો એક પેટા ભેદ છે. અનેકાર્થક શબ્દોની સમસ્યા
અને કાર્થક કે નાનાર્થક શબ્દો વિશે બે મતો પ્રવર્તે છે. એક મત એવો છે કે અનેકાર્થક શબ્દના જેટલા અર્થ હોય તેટલા તેના અભિધા વ્યાપારો હોય છે અને આ અનેક અભિધાશક્તિઓને કારણે જ એકનો એક શબ્દ અનેક અર્થને બોધ કરાવી શકે છે. બીજો મત એવો છે કે જેટલા અર્થો હોય તેટલા જુદા જુદા શબ્દો હોય-યાવન્તઃ અર્થાસ્તાવન્તઃ શબ્દાઃ.” આમ, “હાથ” એ અર્થનો બોધ કરાવતો કર' શબ્દ, “સૂંઢ’ કે ‘વેરો' એ અર્થનો બોધ કરાવતા “કર” શબ્દ કરતાં જુદો જ શબ્દ છે. આ બીજા મતનો સૂચિતાર્થ એ છે કે અનેકાર્થક શબ્દ સંભવતો જ નથીઃ કારણ કે, કોઈ પણ એક શબ્દ એકથી વધારે અર્થ ધરાવી શકતો જ નથી. અભિધાને નિયંત્રિત કરતા સંયોગો
ત્રેવીસમા સૂત્ર(૧.૨૩)ની વૃત્તિમાં, ગ્રંથકારે, અવતરણ(૮)રૂપે, બે કારિકાઓ રજૂ કરી છે જે ભર્તુહરિએ રચેલી છે એવું ગ્રંથકારે નોંધ્યું છે. બીજા ગ્રંથાકારોએ
૨૦૬