________________
વ્યંગ્યાર્થ પ્રગટ કરવામાં સહાયક થાય છે તેથી તે પણ વ્યંજક ગણાય છે. આમ, શબ્દ અર્થાન્તરથી યુક્ત હોઈને જ, વ્યંજક બને છે. અર્થાન્તરયુક્ત એટલે અભિધામૂલ વ્યંજનામાં વાચ્યાર્થથી યુક્ત; દા. ત. ઉપરના ભદ્રાત્મનો' એ શ્લોકમાં જે કર’ શબ્દ છે તે હાથીની સૂંઢએવો વ્યંગ્યાર્થ આપે છે; પણ, એ શબ્દ જ્યારે એના વાચ્યાર્થ હાથથી જોડાયેલો હોય ત્યારે જ એ સૂંઢને બંજક બને છે. એટલે કે, “કર” શબ્દ, ‘હાથ એવો વાચ્યાર્થ આપે તે પછી જ “સૂંઢ એ વ્યંગ્યાર્થ સૂચવે છે. આમ અહીં ‘કર'નો વાચ્યાર્થ(હાથ) પણ વ્યંજક છે. એવી જ રીતે, લક્ષણામૂલ વ્યંજનામાં પણ, શબ્દ, બીજા અર્થથી યુક્ત (અર્થાન્તરયુક્ત) એટલે કે લક્ષ્યાર્થથી યુક્ત હોય છે ત્યારે જ વ્યંજક બને છે; દા.ત. ‘ગંગાયાં ઘોષ એ વાક્યમાં ‘ગંગા” શબ્દ “શૈત્યપાવનત્વ વગેરે વ્યંગ્યાર્થ સૂચવે છે. પણ આ વ્યંગ્યાર્થ, “ગંગાતટ' એ લક્ષ્યાર્થ સમજાયા પછી જ પ્રતીત થાય છે. આથી, લક્ષ્યાર્થ (‘ગંગાતટ') પણ વ્યંજક છે. આમ, અભિધામૂલ વ્યંજનામાં અર્થાન્તર એટલે વાચ્યાર્થ અને લક્ષણામૂલ વ્યંજનામાં અર્થાન્તર એટલે લક્ષ્યાર્થ.આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે જયારે શબ્દ ભંજક હોય છે ત્યારે, અભિધામૂલ વ્યંજનામાં, વાચ્યાર્થ અને, લક્ષણામૂલ વ્યંજનામાં, એનો લક્ષ્યાર્થ, પણ વ્યંજક હોય છે. અહીં ખાસ નોંધવાની વાત એ છે કે અર્થની બંજકતા ‘સહકારિતયા” એટલે કે મદદરૂપ થવાની દૃષ્ટિએ જ છે; કેમ કે, મુખ્યત્વે તો શબ્દ જ વ્યંજક હોય છે. આથી અભિધામૂલ વ્યંજના અને લક્ષણામૂલ વ્યંજના એ બે પ્રકારોને, “પ્રાધાન્યન વ્યપદેશાઃ ભવન્તિ' એ ન્યાયે, શાબ્દી વ્યંજના ગણવામાં આવે છે. કાવ્યપ્રકાશના ત્રીજા ઉલ્લાસમાં ત્રેવીસમી કારિકામાં મમ્મટ પુનઃ આવો જ અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે. કે આર્થી વ્યંજનામાં પણ અર્થની વ્યંજકતામાં શબ્દનો સહકાર હોય છે જ. કારણ કે, આર્થી વ્યંજનામાં અર્થ (વાચ્યાર્થ, લક્ષ્યાર્થ કે વ્યંગ્યાર્થ) વ્યંજક હોય છે એ ખરું; પણ એ વ્યંજક અર્થ પોતે શબ્દ પ્રમાણથી જ સમજાય છે. એટલે શબ્દના સહકારથી જ અર્થનું વ્યંજકપણું સધાય છે. વ્યંજના શબ્દનિષ્ઠ તેમ જ અર્થનિષ્ઠ હોય છે
એ વાત યાદ રાખવી મહત્ત્વની છે કે જયારે અભિધાવૃત્તિ અને લક્ષણાવૃત્તિ શબ્દનિષ્ઠ છે ત્યારે વ્યંજના શબ્દનિષ્ઠ તથા અર્થનિષ્ઠ હોય છે. મમ્મટની જેમ જ હેમચન્દ્રાચાર્યે શાબ્દી વ્યંજનાનાં કારણો કે પરિબળો ગણાવ્યાં છે; પણ મમ્મટે સંયોગાદિ એમ કહ્યું છે ત્યાં હેમચન્દ્રાચાર્યે સંસર્ગાદિ એમ કહ્યું છે (કદાચ, સંસર્ગાદિ એ ભર્તુહરિની કારિકાને વધારે વફાદાર પાઠ છે.)
૨૦૫