SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધામૂલ અને લક્ષણામૂલ વ્યંગ્ય(ધ્વનિ) આમ શબ્દશક્તિમૂલ બંગ્યાર્થ બે પ્રકારનો છે: ૧. અભિધામૂલ અને ૨. લક્ષણામૂલ. આ રીતે વ્યંજનાના, પહેલાં, શબ્દનિષ્ઠા(શાબ્દી) અને અર્થનિષ્ઠા(આર્થી) એવા બે ભેદ થાય છે અને પછી શબ્દનિષ્ઠા કે શાબ્દી વ્યંજનાના ૧. અભિધામૂલા વ્યંજના અને ૨. લક્ષણામૂલા વ્યંજના એવા બે પેટાવિભાગ થાય છે. કાવ્યપ્રકાશની “પ્રદીપ’ ટીકામાં જણાવ્યું છે તેમ, “સા (व्यञ्जना) च द्वेधा । शब्दनिष्ठा अर्थनिष्ठा च । आद्या तु द्वधा । अभिधामूला તૈક્ષUTમૂતા ૨ ' (નિ.સા.આ. પૃ. ૪૫-૪૬). વ્યંજનાના વિભાજનની બાબતમાં શ્રી હેમચન્દ્રાચાર્ય તથા વિશ્વનાથ, મમ્મટની યોજના સ્વીકારે છે એ સ્પષ્ટ છે. અભિધામૂલા વ્યંજના તથા લક્ષણામૂલા વ્યંજના એ બન્નેને શાબ્દીવ્યંજના ગણવામાં આવી છે. કારણકે, અભિધા અને લક્ષણા બન્ને શબ્દની શક્તિઓ છે. વ્યંજનાના શાબ્દી અને આર્થી એવા ભેદ શા માટે? કાવ્યમાં જ્યારે શબ્દાર્થનું સાયુજ્ય હોય છે એટલે કે અવિભાજ્ય જોડાણ હોય છે(વાથવિશ્વ સંસ્કૃૌ... રઘુવંશ ૧.૧, ત્યારે શબ્દ અને અર્થને જુદા શા માટે માનવા જોઈએ ? આ દૃષ્ટિથી, શબ્દ અને અર્થને વ્યંજનાના બે ભેદોનો આધાર માનવો એ, એક અર્થમાં, બરાબર લાગતું નથી. મમ્મટે અભિધામૂલા વ્યંજનાના ઉદાહરણ તરીકે કાવ્યપ્રકાશ(૨.૧૯ની વૃત્તિ)માં - भद्रात्मनो दुरधिरोहतनोविशालवंशोन्नतेः कृतशिलीमुखसंग्रहस्य । यस्यानुपप्लुतगते: परवारणस्य दानाम्बुसेकसुभगः सततं करोऽभूत् ॥ એ શ્લોક આપ્યો છે. ધ્વનિકાવ્યનું આ ઉદાહરણ છે. કાવ્ય શબ્દ અને અર્થ બંનેનું બનેલું હોય છે. જો, ઉપરના શ્લોકના શબ્દો વ્યંજક છે તો શું અર્થો બંજક નથી ? જ શબ્દો અને અર્થો બન્ને વ્યંજક છે તો પછી વ્યંજનાના શાબ્દી અને આર્થી એવા ભેદ પાડવાનો શો અર્થ? “ગંગાયાં ઘોષઃ” (ગંગા પર નેસ છે) એ વાક્યમાં ‘ગંગા’ શબ્દ ભંજક છે; પણ “ગંગા'નો લક્ષ્યાર્થ પણ છે. શું એ લક્ષ્યાર્થ વ્યંજક નથી ? આમ, પ્રશ્ન તો રહે જ છે કે વ્યંજનના શાબ્દી અને આર્થી એવા ભેદ શા માટે ? શબ્દની તેમ જ અર્થની વ્યંજકતા આ પ્રશ્નનો ખુલાસો મમ્મટે કર્યો છે : વ્યંજક શબ્દ, બીજો વાચ્ય કે લક્ષ્ય અર્થ દર્શાવ્યા પછી જ વ્યંજક બને છે. એટલે એ બીજો અર્થ પણ, કાવ્યમાં, ૨૦૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy