SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દશક્તિમૂલ વ્યંગ્ય અર્થની વ્યાખ્યા ત્રેવીસમા સૂત્ર(૧.૨ ૩)માં શ્રી હેમચન્દ્રાચાર્ય શબ્દની શક્તિથી ઉદ્ભવતા શબ્દશક્તિમૂલ વ્યંગ્યાર્થ(ધ્વનિ)ની વ્યાખ્યા આપે છે : नानार्थस्य मुख्यस्य शब्दस्य संसर्गादिभिर मुख्यस्य च मुख्यार्थबाधादिभिर्नियमिते व्यापारे वस्त्वलङ्कारयोर्वस्तुनश्च व्यञ्जकत्वे शब्दशक्तिमूलः પવીયો: I (૧.૨૩) અર્થાત ”અનેક અર્થવાળા(અનેકાર્થક) મુખ્ય શબ્દનો (અભિધા,વ્યાપાર, જયારે સંસર્ગ વગેરે પ્રમાણથી, તેમજ અમુવ(એટલે કે ગૌણ અને લક્ષક) શબ્દનો (લક્ષણા)વ્યાપાર, મુખ્યાર્થબાધ વગેરે(ત્રણ કારણો)થી નિયંત્રિત થાય છે ત્યારે, ૧. તે મુખ્ય શબ્દ વ્યંજક થઈને તેમાંથી જે વસ્તુવ્યંગ્ય અને અલંકારવ્યંગ્ય સૂચિત થાય છે તેને શબ્દશક્તિમૂલ વ્યંગ્ય કહે છે અને ૨. તે અમુખ્ય શબ્દ ભંજક થઈને વસ્તુવ્યંગ્ય સૂચિત થાય છે તે પણ શબ્દશક્તિમૂલ વ્યંગ્ય કહેવાય છે. શબ્દશક્તિમૂલ વ્યંગ્યના આ બે પ્રકારોમાંથી દરેક પ્રકાર પદ અને વાક્ય બન્નેમાં હોય છે.” સૂત્ર (૨૩)ની વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં ગ્રંથકાર કહે છે કે અનેકાર્થક મુખ્ય શબ્દનો અભિધાવ્યાપાર, સંસર્ગ, વિયોગ, સાહચર્ચ વગેરે પ્રમાણોને કારણે રોકાઈ જવાથી, તે મુખ્ય શબ્દ, વસ્તુ તેમ જ અલંકારનો વ્યંજક બને ત્યારે જે વ્યંગ્યાર્થ પ્રતીત થાય તેને શબ્દશક્તિમૂલ વ્યંગ્ય કે ધ્વનિ કહે છે. તેવી જ રીતે, અને કાર્થક ગૌણ તથા લાક્ષણિક નામના અમુખ્ય શબ્દના, મુખ્યાર્થબાધ, નિમિત્ત તથા પ્રયોજન એ ત્રણ શરતોના પાલનથી થતા ગૌણી અને લક્ષણારૂપ બે વ્યાપારો (પ્રથમ તબક્ક) રોકાઈ જાય તે પછી, એ અમુખ્ય શબ્દ ભંજક બનતાં વસ્તુ વ્યંગ્ય થાય છે તેને પણ શબ્દશક્તિમૂલ વ્યંગ્ય કે ધ્વનિ કહે છે; અને તે પણ પદ તેમજ વાક્ય બન્નેમાં હોય છે. - આમ, કાવ્યમાં કોઈ શબ્દ વાચ્યાર્થમાં અનેક અર્થ(નાનાર્થ) આપતો હોય પણ સંસર્ગ, વિયોગ વગેરેને કારણે બીજા બધા અર્થો રોકાઈ જાય તે પછી એ શબ્દનો વાચ્ય નહિ એવો જે અર્થ પ્રતીત થાય છે તે શબ્દશક્તિમૂલ વ્યંગ્ય અર્થ છે. આ વ્યંગ્યાર્થ વસ્તુ હોય કે અલંકાર હોય. એવી જ રીતે, ગૌણ કે લાક્ષણિક એવો અમુખ્ય શબ્દ જ્યારે મુખ્યાર્થબાધ, નિમિત્ત અને પ્રયોજન વગેરેથી ગૌણી અને લક્ષણા વ્યાપારમાં નિયંત્રિત થાય ત્યારે એ અમુખ્ય શબ્દથી જે વ્યંગ્યાર્થ પ્રતીત થાય તે વસ્તુનું સૂચન કરે. ૨૦૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy