SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ કર્યું છે અને પછી, સમગ્ર ત્રીજા ઉલ્લાસમાં આર્થી વ્યંજનાની નિઃશેષ સમીક્ષા કરી છે; જ્યારે, શ્રીહેમચન્દ્રાચાર્યે પ્રથમ આી વ્યંજનાનો વિષય(સૂત્ર ૨૧માં) વિવરણાર્થે હાથમાં લીધો છે અને પછી(સૂત્ર ૨૩માં) શાબ્દી વ્યંજનાની વિચારણા કરી છે. વ્યંગ્યાર્થના ભેદો પ્રથમ અધ્યાયના બાવીસમા સૂત્ર(૧.૨૨)માં ગ્રંથકારે વ્યંગ્યાર્થના વિભાજનનો વિષય હાથ ધર્યો છે. તેઓ કહે છે - વ્યંય: શબ્દાર્થન્તિમૂત: । (૧.૨૨) અર્થાત્ “શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ એવા વ્યંગ્ય અર્થના બે પ્રકાર છે.’’ આ સૂત્રની ટૂંકી વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી કહે છે કે, ‘‘શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ એમ વ્યંગ્ય અર્થના બે પ્રકાર છે. (વ્યંગ્ય અર્થનો) ઉભયશક્તિમૂલ (એવો જે ત્રીજો પ્રકાર કેટલાક માને છે તે) શબ્દશક્તિમૂલ વ્યંગ્યાર્થથી જુદો હોતો નથી; કેમ ફ્રે, શબ્દ જ મુખ્યત્વે વ્યંજક હોય છે : उभयशक्तिमूलस्तु शब्दशक्तिमूलात् नातिरिच्यते शब्ददस्यैव प्रधान्येन व्यञ्जकत्वात् । શ્રીહેમચન્દ્રાચાર્યના મતે વ્યંગ્ય અર્થ શબ્દની શક્તિ પર પણ આધારિત હોય છે. એટલે વ્યંગ્યાર્થ બે પ્રકારનો થાય છે ઃ ૧. શબ્દશક્તિમૂલ અથવા શબ્દની શક્તિ કે શબ્દના વ્યાપાર પર અવલંબતો વ્યંગ્ય અર્થ; અને ૨. અર્થશક્તિમૂલ અથવા વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એ ત્રણેય અર્થો દ્વારા પ્રતીત થતો વ્યંગ્ય અર્થ (જેની સમજૂતી સૂત્ર ૨૧માં પૂરેપૂરી અપાઈ ગઈ છે). પણ વ્યંગ્યાર્થનો જે ત્રીજો પ્રકાર ઉભયશક્તિમૂલ, મમ્મટ વગેરે કેટલાક આચાર્યોએ માન્યો છે તે એકીસાથે શબ્દ અને અર્થ બન્ને પર અવલંબ છે. તે હેમચન્દ્રાચાર્યને માન્ય નથી, કેમ કે, શબ્દ અને અર્થ બન્નેમાં, કાવ્યની અંદર શબ્દ જ પ્રધાનપણે વ્યંજક હોય છે. આ કાવ્યાનુશાસનકારનો મૌલિક અભિપ્રાય છે અને તે સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં નોંધપાત્ર બાબત બની રહે છે. મમ્મટે કાવ્ય પ્રકાશના ચોથા ઉલ્લાસમાં કારિકા ૩૮(અ)માં સંલક્ષ્યક્રમવ્યંગ્યના, ‘રાન્દ્રાર્થી મયાત્યુસ્થસ્ત્રિધા મેં થિતો ધ્વનિ: ।' એમ કહી, શબ્દશક્તિમુલ, અર્થશક્તિમુલ અને ઉભયશક્તિમૂલ એવા ત્રણ પ્રકારો પાડ્યા છે. પણ હેમચન્દ્રાચાર્ય સ્વતંત્ર માર્ગે પ્રસ્થાન કરે છે અને ઉભયશક્તિમૂલ વ્યંગ્યાર્થનો શબ્દશક્તિમૂલ વ્યંગ્યમાં જ સમાવેશ કરી દે છે. ૨૦૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy