________________
Aી
છે
આમ વક્તા શ્રોતા વગેરેના વૈશિષ્ટયથી પ્રતિભાશાળી સહૃદયને જે બીજો અર્થ સમજાય છે તે વ્યંજનાવૃત્તિથી સમજાય છે. એટલે જ એ આથી વ્યંજના કહેવાય છે. મમ્મટે કારિકામાં અર્થસ્ય’ એ શબ્દ વાપરીને, આર્થી વ્યંજનાને, શાબ્દી વ્યંજનાથી અલગ પાડી છે.
આર્થી વ્યંજનામાં વાચ્યાર્થની વ્યંજકતા, ગૌણાર્થ-લક્ષ્યાર્થની વ્યંજકતા તથા વ્યંગ્યાર્થિની વ્યંજકતાનો સમાવેશ થાય છે. મમ્મટે ઉપર નોંધ્યું છે તેમ, બધા અર્થોની બંજકતાના નિદર્શન માટે, બીજા ઉલ્લાસ(કા. પ્ર. ૨.૭)માં “વાચ્યની વ્યંજકતા', 'લક્ષ્યની વ્યંજકતા” અને “યંગ્યની વ્યંજકતા” એમ ત્રણેય અર્થોની વ્યંજકતા, દરેક અર્થની વ્યંજકતાનું એક એક ઉદાહરણ આપીને સમજાવી છે. આમ છતાં, ત્રીજા ઉલ્લાસમાં, આ વ્યંજનાનાં વિવિધ પરિબળોની સમજૂતી આપવા માટે, એટલે કે વકતા શ્રોતા, કાકુ, વાક્ય, વાચ્ય, અન્યસંનિધિ, પ્રસ્તાવ, દેશ, કાળ, ચેષ્ટા એ દરેકની સમજૂતી આપવા માટે એક એક ઉદાહરણ આપ્યું છે. આમ મમ્મટે આર્થી વ્યંજનાના સંદર્ભમાં કુલ દસ ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. - શ્રીહેમચન્દ્રાચાર્યે, એકવીસમા સૂત્રમાં તથા તેની વૃત્તિમાં, અર્થવ્યંજકતા કે આર્થીભંજનાના નિરૂપણના સંદર્ભમાં વક્તા, શ્રોતા વગેરેના વૈશિષ્ટયથી વાચ્યાર્થીની વ્યંજકતાનાં દસ ઉદાહરણો(૨૬-૩૫) અપ્યાં છે અને લક્ષ્યાર્થની વ્યંજક્તાનું એક તથા વ્યંગ્યાર્થની બંજકતાનું એક એમ બીજાં બે વધુ ઉદાહરણો આપ્યાં છે. આમ, વ્યંજનાનાં બાર ઉદાહરણો “અલંકારચૂડામણિ'વૃત્તિમાં પ્રસ્તુત થયાં છે. વિશિષ્ટ પરિબળોનું વિશ્લેષણ
આર્થી વ્યંજનાના સંદર્ભમાં શ્રી હેમચન્દ્રાચાર્યે વક્તા વગેરે દસ વિશિષ્ટતાઓ ગણાવી છે; જ્યારે મમ્મટે માત્ર નવ વિશિષ્ટ પરિબળોને નામથી ઉલ્લેખ કર્યો છે અને સૂત્રમાંના અતિ પદથી દસમું પરિબળ (ચેરા) સૂચવ્યું છે. શ્રી હેમચન્દ્રાચાર્યે ચેષ્ટાનો સમાવેશ સૂત્રમાં જ કરી દીધો છે. આમ શ્રી હેમચન્દ્રાચાર્યના મતે, વક્તા વિશિષ્ટ પ્રકારનો હોય કે શ્રોતા(પ્રતિપાદ્ય) વિશેષ પ્રકારનો હોય કે અવાજનો લહેકો(કાકુ) વિશિષ્ટ પ્રકારની હોય કે વાક્ય અને વાચ્ય વિશિષ્ટ પ્રકારનાં હોય અથવા નજીક ઊભેલી વ્યક્તિ વિશિષ્ટ રીતે વિષય સાથે સંકળાયેલી હોય અથવા પ્રકરણ, સ્થળ, સમય કે હાવભાવ વગેરે વિશિષ્ટતાવાળાં હોય ત્યારે વ્યંગ્યાર્થ ઉદ્ભવે છે જે મૂળ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ કે વ્યંગ્યાર્થથી જુદો હોય છે.
આ દસ કારણ કે પરિબળોનું સૂક્ષ્મ પૃથક્કરણ કરતાં સ્પષ્ટ થાય છે કે એમાંનાં પ્રથમ બે પરિબળો વક્તવૈશિષ્ટય અને પ્રતિપાદ્યવૈશિષ્ટય વસ્તુ કે
૧૯૯