SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિમાં સૂત્રનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. "વક્તા, શ્રોતા, કાકુ, વાક્ય, વાચ્ય, બીજા શબ્દનું કે બીજી વ્યક્તિનું પાસે હોવું, પ્રકરણ, દેશ, કાળ, ચેષ્ટા વગેરેની વિશેષતાને કારણે, મુખ્યાર્થ, અમુખ્યાર્થ (ગૌણાર્થ, લક્ષ્યાર્થ) તથા વ્યંગ્યાર્થ એ (બધા) અર્થો પણ વ્યંજક બને છે.” આ આર્થી વ્યંજના કે અર્થવ્યંજકતા, મમ્મટે, ઉપર પ્રમાણે ત્રણ ઉદાહરણો આપીને સ્પષ્ટ કરેલી મુખ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એ ત્રણેય અર્થો પર નિર્ભર થતી વ્યંજકતા છે. આ અર્થવ્યંજકતા (આર્થી વ્યંજના), શાબ્દી વ્યંજનાથી જુદી છે; કારણ કે શાબ્દી વ્યંજના અનેકાર્થી શબ્દોનું, પ્રકરણાદિને કારણે વાચક– નિયંત્રિત થવાથી જ્યારે બીજો અવાચ્ય અર્થ પ્રકાશી ઊઠે છે, ત્યારે ઉદ્ભવે છે. આમ, ગ્રંથકાર, હવે પછીના સૂત્ર(ઉ.૨૨)માં કહેશે તેમ, વ્યંગ્યાર્થ બે પ્રકારના છે એક, શબ્દશક્તિમૂલ અને બીજો અર્થશક્તિમૂલ. મમ્મટે “સર્વેષાં પ્રાયશઃ અર્થાનાં વ્યંજકત્વમપીષ્યતે' એ શબ્દોમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે આર્થી વ્યંજના. પણ આર્થી વ્યંજના આપમેળે ઉદ્ભવતી નથી. કેટલીક ખાસ પરિસ્થિતિઓ મોજૂદ હોય ત્યારે જ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ, બીજા વ્યંગ્યાર્થના વ્યંજક બને છે. સૂત્ર ૨૧માં તથા તેની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્યે આ પરિબળોની યાદી આપી છે. કાવ્યપ્રકાશના ત્રીજા ઉલ્લાસના આરંભે(૩.૨૧-૨૨), મમ્મટે આવી જ યાદી સાથે આર્થી વ્યંજનાની વ્યાખ્યા આપી છે : વøવોદ્ધવ્યજૂનાં વાસ્થવીચાચાંનિધઃ II (૩.૨૧) प्रस्तावदेशकालादेर्वैशिष्टयात्प्रतिभाजुषाम् । થોડથંચાઈધીદેતુવ્યપારો રેવ મા II (૩.૫૨) અહીં, શ્રોતા માટે “બોદ્ધવ્ય શબ્દ છે તેનો વૃત્તિમાં પ્રતિપાદ્ય' એવો અર્થ આપ્યો છે. હેમચન્દ્રાચાર્યે શ્રોતા માટે વૃત્તિમાં પ્રતિપાદ્ય' શબ્દ જ પ્રયોજ્યો છે. અને ચેષ્ટા વગેરે પરિબળોનો ઉમેરો કર્યો છે. પણ મમ્મટની કારિકામાં આ બધાં પરિબળોથી, બધા અર્થોની વ્યંજકતા, જે રસિક ભાવકની પ્રતિભાની સહાયથી ઉત્પન્ન થાય છે તેને સૂચવતો પ્રતિભાનુષાં'(પ્રતિભાસંપન્ન સહૃદયોને) શબ્દ છે તે મહત્વનો છે, કેમ કે વ્યંજનનાવૃત્તિ પ્રતિભા કે કલ્પનાની સહાયની અપેક્ષા રાખે છે અને તે કાવ્યનો પ્રાણ છે. ૧૯૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy