________________
મમ્મટનો વ્યંજનાવિચાર
મમ્મટ(કા. પ્ર. ૨; સૂ. ૫, ૬, ૭) સૌ પ્રથમ કાવ્યમાં કે સર્જનાત્મક સાહિત્યમાં વાચક, લાક્ષણિક અને વ્યંજક એવા ત્રણ પ્રકારના શબ્દનો અને વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એવા ત્રણ પ્રકારના અર્થનો વિચાર કર્યો છે. તે પછી તાત્યયાર્થનો જુદો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ આઠમા સૂત્રમાં જણાવ્યું છે કે પ્રાયઃ આ બધા જ અર્થો, એટલે કે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સુધ્ધાં, બંજક હોય છે :
सर्वेषां प्रायशोऽर्थानां व्यञ्जकत्वमपीप्यते । આઠમા સૂત્રની વૃનિમાં, મમ્મટે. આ દરેક અર્થની વ્યંજકતાનાં ત્રણ સુંદર ઉદાહરણો પણ આપ્યાં છે(ઉદા. ૬, ૭, ૮). આમ, મમ્મટના મતે, વાચ્યાર્થ, લક્ષ્યાર્થી અને વ્યંગ્યાર્થ એ ત્રણેય અર્થો પોતે, બીજો વધારાનો વ્યંગ્યાર્થ આપવા સમર્થ છે. પણ, વ્યંગ્યાથે જ રસાદિ હોય તો એ પુનઃ વ્યંજક હોતો નથી. એટલા માટે જ મમ્મટે સૂત્રમાં મતદાર મદ્ય' શબ્દ પ્રયોજ્યો છે અને એટલે જ મમ્મટ ત્રણ જ ઉદાહરણો આપી શક્યા છે. આ ત્રણ ઉદાહરણોમાંથી પહેલા ઉદાહરણ “માતા રમ' - માં વાચ્યાર્થની વ્યંજકતા, બીજા ઉદાહરણ‘સાધયક્ત કવી' - માં લક્ષ્યાથની (વિપરીત લક્ષણાથી) વ્યંજકતા; અને ત્રીજા ઉદાહરણ-પશ્ય નિશનખંતા'-માં વ્યંગ્યાથની વ્યંજકતા નિદર્શિત કરી છે. | મમ્મટે વ્યંજના માટે વ્યંજન, ધ્વનનમ્ અને દ્યતનમ્ એ સંજ્ઞાઓ પ્રયોજી છે; પણ સામાન્ય રીતે એ વ્યંજનાનો ‘યંજનમ્શબ્દથી નિર્દેશ કરે છે(કા. પ્ર. ૨.૧૩ની વૃત્તિ). આ રીતે મમ્મટે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય એ ત્રણ અર્થ પરથી પ્રતીત થતી વ્યંજનાનો, અર્થવ્યંજનાને, વિચાર કર્યો છે. આ આથી વ્યંજના કહેવાય છે. મમ્મટે કાવ્યપ્રકાશના ત્રીજા ઉલ્લાસમાં આર્થી વ્યંજનાનું નિરૂપણ કર્યું છે. આર્થી વ્યંજના
એકવીસમા સૂત્ર(૧.૨ ૧)માં, શ્રી હેમચન્દ્રાચાર્ય, આર્થી વ્યંજનાની વ્યાખ્યા આપે છે:
વત્રવિવૈશિર્થસ્થાપિ ત્વમ્ II (૧.૨૧) અર્થાત્ "વક્તા(બોલનાર) વગેરેના વૈશિષ્ટયથી અર્થનું પણ વ્યંજકત્વ હોય છે.”
૧૯૭