________________
સવિસ્તર ખંડન કર્યું છે, ત્યાં પણ તાત્પર્યવૃત્તિના સ્વરૂપનું વિવરણ સમાવી લીધું છે. અને પાંચમા ઉલ્લાસની એ સમગ્ર ચર્ચાસામગ્રી કાવ્યાનુશાસન'ની ‘વિવેક' વ્યાખ્યામાં ગ્રંથકારે પૂરેપૂરી સમાવી લીધી છે તે આપણે જોયું છે.
પણ શબ્દાર્થસ્વરૂપના પ્રકરણમાં જુદી વૃત્તિ તરીકે “તાત્પર્યવૃત્તિનું કે જુદા અર્થ તરીકે તાત્પર્યાર્થ'નું શ્રીહેમચન્દ્રાચાર્યવિવરણ કર્યું નથી, કેમ કે, તેઓશ્રીના મતે તાત્પર્યશક્તિ અને તાત્પર્યાર્થ બને વાક્ય સાથે સંબંધ ધરાવે છે; શબ્દ સાથે નહીં. વ્યંજનાવૃત્તિનો વ્યાપ
કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના સૂત્ર પંદરથી સૂત્ર ઓગણીસ સુધી શ્રી હેમચન્દ્રાચાર્યે મુખ્યાર્થ, ગૌણાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એ ચાર પ્રકારના અર્થોનું વિવરણ કર્યું છે અને એ ચારેય અર્થોના પ્રતિપાદક શબ્દોને અનુક્રમે મુખ્ય શબ્દ, ગૌણ શબ્દ, લક્ષક શબ્દ અને વ્યંજક શબ્દ એવાં નામોથી ઓળખાવ્યા છે અને નોંધ્યું છે કે અર્થોના ભેદને કારણે શબ્દોનો ભેદ માન્યો છે; પણ શબ્દોનો ભેદ સ્વાભાવિક કે વાસ્તવિક નથી. કારણ કે મૂળ તો બધા જ શબ્દો વાચક હોય છે; પણ એ જ વાચક શબ્દ ગૌણાર્થ આપે ત્યારે ગૌણ, લક્ષ્યાર્થ આપે ત્યારે લક્ષક કે લાક્ષણિક અને વ્યંગ્યાર્થની પ્રતીતિ કરાવે ત્યારે વ્યંજક કહેવાય છે : વિષયએાછેદ્ય મેટ્રો નવા વિર: રૂલ્યર્થ: "
ચાર પ્રકારના અર્થો અને ચાર પ્રકારના શબ્દોની સમજ આપ્યા પછી વીસમા સૂત્ર(૧.૨૦)માં ગ્રંથકારે શબ્દની ચાર જુદી જુદી શક્તિઓ કે વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. આ વૃત્તિઓ કે શક્તિઓ છે : મુખ્યાવૃત્તિ, ગૌણીવૃત્તિ, લક્ષણાવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ.
ચાર પ્રકારના અર્થ, ચાર પ્રકારના શબ્દો અને ચાર પ્રકારની વૃત્તિઓનું સ્વરૂપ સમજાવ્યા પછી, શ્રી હેમચંદ્રાચાર્યે, ઓગણીસમી સૂત્રમાં વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિધ્વનિ એવા વ્યંગ્યાર્થના ત્રણ ભેદો પાડ્યા છે અને વસ્તુધ્વનિનાં, વિધિ-નિષેધાદિના આધારે, “બ્રમ ધાર્મિક વગેરે ઉદાહરણો આપીને વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી અત્યંત ભિન્ન અને સ્વતંત્ર અર્થ છે એવું સિદ્ધ કર્યું છે. આ જ વિષયની પૂરક માહિતી વિવેક વ્યાખ્યામાં આપીને, વ્યંજનાશક્તિની સ્વતંત્રશક્તિ તરીકે સ્થાપના કરી છે.
હવે પ્રથમ અધ્યાયનાં બાકીનાં સૂત્રો(૨૧-૨૫)માં વ્યંજનાશક્તિનો સાહિત્યિક વ્યાપ દર્શાવવાનો ગ્રંથકારનો ઉપક્રમ છે.
૧૯૬