SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાતુ”આ પ્રકારે , અલંકારના પ્રકાર અને રસ વગરના પ્રકાર વ્યંગ્ય હોય છે. તેમને મુખ્યાર્થ વગેરેથી જુદા જાણવા. આ વ્યંગ્ય અર્થને લગતો ‘યંજક શબ્દ કહેવાય છે.” શબ્દની ચાર પ્રકારની શક્તિઓની સમીક્ષા વીસમા સૂત્રમાં તથા તેના પરની વૃત્તિમાં ગ્રંથકારે, વાચ્યાર્થ, ગૌણાર્થ, લક્ષ્યાર્થ તથા વ્યંગ્યાર્થ એ ચાર અર્થોના ચાર વ્યાપારોનું વિવરણ કર્યું છે. શબ્દાર્થોની ચર્ચા વખતે આ ચાર વ્યાપારી કે વૃત્તિઓની વાત આપણે અગાઉ કરી લીધી છે. આમ છતાં, આ સ્થળે, વૃત્તિમાં, શ્રી હેમચન્દ્રાચાર્યું, ‘લોચન'ના આધારે, વ્યંજનાશક્તિની જે વ્યાખ્યા કરી છે તે, વ્યંગ્યાર્થ કે ધ્વનિસિદ્ધાન્તના પાયામાં રહેલી સાહિત્યવિભાવનાને સુંદર રીતે ઘોષિત કરે છે એ નોંધવું જોઈએ. આ વ્યાખ્યા મુજબ, ”અભિધા, ગૌણી અથવા લક્ષણા વૃત્તિ વડે ઉત્પન્ન થયેલા અર્થના જ્ઞાનથી સંસ્કારાયેલી સહૃદય કે કાવ્યના ભાવકની બુદ્ધિ(પ્રતિભા)ની સહાય મળતાં મૂળ શબ્દની અંદર એક ઊંડો અર્થ સૂચવવાની શક્તિ પ્રગટ થાય છે.” તે જ વ્યંજનાવૃત્તિ અને એ વ્યંજનાવૃત્તિ વડે સૂચિત અર્થ બતાવતો શબ્દ તે જ વ્યંજક શબ્દ. હેમચંદ્રાચાર્યે તાત્પર્યવૃત્તિને મહત્ત્વ આપ્યું નથી કાવ્યાનુશાસન'ના વીસમા સૂત્રમાં, જ્યાં ગ્રંથકારે અભિધા, ગૌણી, લક્ષણા અને વ્યંજના એ શબ્દની ચાર શક્તિઓ કે વૃત્તિઓની વ્યાખ્યા કરી છે ત્યાં તાત્પર્યશક્તિની વ્યાખ્યા આપી નથી. પણ, વીસમા સૂત્રની વૃત્તિમાં, આ અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે, "અભિધા પછી, જોકે શબ્દાર્થ કે પદાર્થના “અન્વયનો(સંબંધનો) બોધ કરાવનાર તાત્પર્યશક્તિ છે અને તેને લગતો તાત્પર્યાર્થ પણ છે; પણ, કેમ કે, એ બન્નેનો વિષય વાક્ય છે; તેથી, શબ્દશક્તિ તથા અર્થના વિષય સાથે તે બન્નેની ચર્ચા કરી નથી.” પણ મમ્મટે તાડપવિત્ (કા. પ્ર. ૨.૭) એમ કહીને તાત્પર્યાર્થિની ચર્ચા કરી છે અને તાત્પર્યાર્થમાં માનનાર ભાટ્ટ મીમાંસકોના અભિહિતાન્વયવાદની સમજૂતી આપી, તાત્પયાર્થિની જરૂર નથી, કેમ કે વાચ્યાર્થ જ વાક્યર્થ છે', એ રીતે તાત્પર્યાર્થિને બિનજરૂરી ગણાવનાર ગુરુમતના અનુયાયી બીજા મીમાંસકોના અન્વિતાભિધાનવાદનો ખ્યાલ આપ્યો છે. આ ઉપરાંત, કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં વ્યંજનાવૃત્તિની સ્થાપના પ્રસંગે મમ્મટે, મીમાંસકોના આ બન્ને મતોનું ૧૯૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy