________________
આ ગાથામાં વાચ્યાર્થ પ્રિય સખીને ઉદેશીને છે; પણ વ્યંગ્યાર્થ તેના પતિ, ઉપપતિ (પ્રેમી), સાસુ વગેરેને લગતો છે('વિવેક' પૃ.૫૭-૫૮પરનું વિવરણ વાંચો).
આમ, આ ગાથાનો ભંગ્યાર્થ અનેક વ્યક્તિને ભિન્ન ભિન્ન પ્રતીત થશે. જેમ કે, નાયિકાના પતિને લાગુ પડતો વ્યંગ્યાર્થ એ છે કે તારી પત્નીનો હોઠ છૂપા સંભોગથી ખંડિત થયો નથી; પણ ફૂલ સૂંઘવા જતાં એને માત્ર ભમરો કરડ્યો છે; બાકી એ નિર્દોષ છે. પણ એના ઉપપતિને લાગુ પડતો વ્યંગ્ય એ છે કે ભમરાએ હોઠ પર ડેખ કર્યો છે એ બહાનું કાઢીને આ વખતે મેં તને બચાવી લીધો છે. માટે હવે પછી અવિવેકપૂર્વક અધરખંડન ન કરતો. વળી, સખીને મોંએથી નાયિકાનો બચાવ સાંભળી રહેલી કોઈ ચતુર પાડોશણને પ્રતીત થતો વ્યંગ્યાર્થ એ છે કે જુઓ ! મેં મારી સખીને કેવી બચાવી લીધી ! નાયિકાની શોક્યને પ્રતીત થતો વ્યંગ્ય એ છે કે નાયિકાનો હોઠ તારા પતિએ નહીં પણ ભમરાએ ખંડિત કર્યો છે; માટે ઈર્ષ્યા ન કરતી. અને ભોળી પાડોશણને તથા નાયિકાની સાસુને એ પ્રતીત થશે કે નાયિકા શંકા કરવા જેવી નથી; એને ભમરાએ ડંખ દીધો છે. આમ જ વાચ્યાર્થમાંથી અનેકવિધ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે(લોચન, પૃ. 99).
આ છેલ્લા ઉદાહરણ વિશે એ નંધવું જોઈએ કે એનો વાચ્યાર્થ અવિનયી નાયિકાને ઉદેશીને છે; પણ એનો ભંગ્યાથે તેના પતિને, ઉપપતિને, સપત્નીને, પાડોશણને, સાસુને એમ અનેક બીજી વ્યક્તિઓને ઉદેશીને છે; જ્યારે અત્યાર સુધીનાં ઉદાહરણોમાં વાચ્ય તથા વ્યંગ્ય એક જ વ્યક્તિને ઉદ્દેશીને હતો. આમ પ્રિયાનો સવ્રણ અધર જોઈને કોણ ગુસ્સે ન થાય ?.” એ શ્લોક(૨૫)ના વાચ્ય અને વ્યંગ્ય એ બે અર્થો, બે જુદી જુદી વ્યક્તિઓ અનુભવે છે. જો વાચ્ય અને વ્યંગ્ય બને અર્થો જુદા ન હોય તો ભિન્ન ભિન્ન વ્યક્તિઓ એ બે અર્થને જુદા જુદા પામે કેવી રીતે? આ રીતે, આ છેલ્લું ઉદાહરણ પ્રતીતિકર રીતે સાબિત કરે છે કે ધ્વનિ નામના સ્વતંત્ર અર્થની સામે મીમાંસકોએ, તૈયાયિકોએ, વેદાંતીઓએ, વૈયાકરણોએ તથા બીજાઓએ જે વાંધો ઉઠાવ્યા છે તે વ્યર્થ છે.
ઓગણીસમા સૂત્રની, વૃત્તિ-વ્યાખ્યા સાથે, સંપૂર્ણ વિચારણા કર્યા બાદ, વીસમા સૂત્રની ચર્ચા હાથમાં લેતાં પહેલાં, શ્રી હેમચન્દ્રાચાર્ય, વૃત્તિના અંતમાં કહે છે કે -
एवं अलंकारभेदा रसादिभेदाश्च व्यङ्गया मुखादिभ्यो व्यतिरिक्ता ज्ञेयाः । તષયો વ્ય: શબ્દઃ |
૧૯૪