SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેક કાવ્યમાં વાચ્યાર્થમાં વિધિ અને નિષેધ બને નથી હોતા અને વ્યંગ્યકક્ષામાં પણ બને નથી હોતા એનું ઉદાહરણ (૨૪) દિપસહિ...' એ ગાથા છે. આનું સંસ્કૃત રૂપ છે : नखमुखप्रसाधिताङ्गो, निद्राघूर्णल्लोचनो न तथा । यथा निर्बणाधरः श्यामलाङ्ग, दुनोषि मम हृदयम् ॥ અર્થાત્ ”પેલીના નખની અણીની નિશાનીઓથી જેનું શરીર શણગાર્યું છે અને નિદ્રાથી જેની આંખો ફરે છે એવા તમે મારા હૃદયને એટલી પીડા નથી આપતા જેટલીહે શ્યામલ દેહવાળા, નિવ્રણ (ડંખ વિનાના) હોઠવાળા તમે (મારા હૃદયને) પીડા આપો છો.” અહીં બીજી સ્ત્રીનો અધૂરો ઉપભોગ કરીને આવેલા પતિને પત્ની સખત ઠપકો આપે છે. “હું ઈષ્યરહિત છું એટલે તમારા અંગ પર પડેલા પેલી સ્ત્રીના નખના ઉઝરડા વગેરે ચિહ્નો મને તેટલી પીડા નથી આપતાં જેટલી (પીડા) તમારા અધૂરા રહેલા સંભોગને લીધે અધૂરું રહેલું અધરખંડન આપે છે”. આમ ઈર્ષાથી થયેલા કોપનું, પતિના ઉપભોગના ઉલ્લેખથી પત્નીએ કરેલું ગોપન-એ વાચ્યાર્થ છે અને એ વાચ્યાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થયેલો અને સહૃદયોએ કલ્પેલો, “તે (બીજી સ્ત્રી) તને ખૂબ વહાલી છે તેથી તેનું મુખ ઉપરાઉપરી ચૂમવામાં તું એવો મશગુલ હતો કે પેલી સ્ત્રીને બિચારીને ચુંબન દ્વારા તારા હોઠનું ખંડન કરવાની તક જ ન સાંપડી. એ ઉપરથી સ્પષ્ટ છે કે તું એનો વહાલો સ્વામી છે એટલું જ નહીં પણ એ તારી અત્યંત વહાલી સ્ત્રી છે. એટલે હું હવે તમારા પ્રેમની બાબતમાં નિરાશ થઈ છું,” એ પત્નીના મનનો અભિપ્રાય વ્યંગ્ય છે. આ નથી વિધિ કે નથી નિષેધ. કોઈકવાર વ્યંગ્યાર્થના વિષયો વાચ્યાર્થના વિષયોથી, નિશ્ચિતપણે, જુદા જ હોય છે. હવે પછીની ગાથા સ વ ન હો તો. ઈ. આ પ્રકારનું ઉદાહરણ (૨૫) છે. એનું સંસ્કૃત રૂપ છે : कस्य वा न भवति रोषो दृष्टवा प्रियायाः सव्रणमधरम् । सभ्रमरपद्याघ्राणशीले वारितवामे ! सहस्वेदानीम् ॥ અર્થાત્ "પ્રિયાનો ત્રણ(ખ)વાળો અધરોષ્ઠ જોઈને કોણ ગુસ્સે ન થાય? તને રોકવામાં આવી તોયે તું ન માની; અને તે અંદર રહેલા ભ્રમરવાળું કમળ સૂછ્યું; હવે પરિમામ ભોગવ (તારી ભૂલનું).” ૧૯૩ ૧૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy