________________
शनैवज कृशोदरि पदे प्रयत्नेन स्थापय महीपृष्ठे । भक्ष्यसि विस्तृतस्तनि ! विधिना दुःखेन निमापितानिर्मिता)॥
અર્થાત્ ”હે પાતળી કમરવાળી સ્ત્રી ! ધીમેથી ચાલ. ધરતી પર પગ સાચવીને મૂક. હે મોટા સ્તનવાળી ! વિધાતાએ કષ્ટથી નિર્માણ કરેલી તું ભાંગી પડીશ.”
શૃંગારપ્રકાશમાંથી ઉદ્ધત થયેલા આ શ્લોકનો ધ્વનિ એ છે કે નાયિકા અત્યંત નાજુક તથા સુંદર છે અને નાયિકાનું વર્ણન જ શ્લોકનું સૌદર્ય છે..
આવી જ રીતે, ક્યારેક વાચ્યકક્ષાએ નિષેધ હોય છે ત્યારે વ્યંગ્યકક્ષામાં નથી વિધિ હોતો કે નથી હોતો નિષેધ. રે મ પરિમ.. એ ગાથા (ઉદા. ૨૨) આવા કાવ્યનો નમૂનો છે. ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે: - अयि आ: प्रसीद निवर्तस्व मुखशशिज्योत्स्नाविलुप्ततमोनिवहे । ..
अभिसारिकाणां विघं करोष्यन्यासामपि हताशे ॥ એટલે કે, "અલિ ઓ (સ્ત્રી) ! પોતાના મુખચંદ્રની ચાંદનીથી ગાઢ અંધારાને હટાવનારી, હતાશ(સ્ત્રી), હવે તું મહેરબાની કરીને પાછી ફર. તું બીજી અભિસારિકાઓને માર્ગમાં વિઘ્નરૂપ થાય છે.”
અહીં "પાછી ફર” એ નિષેધ વાચ્યકક્ષામાં છે, તેમ છતાં વ્યંગ્યકક્ષામાં નિષેધ નથી તેમ લિધિ પણ નથી. શ્લોકમાં મુખચંદ્રની કાંતિનું માત્ર વર્ણન જ હદયંગમ બને છે, વ્યંગ્ય બને છે..
ક્યારેક વાચ્યકક્ષામાં વિધિ અને નિષેધ બને હોય છે પણ વ્યંગ્યકક્ષાએ વિધિ કે નિષેધ કંઈ જ ન હોય એવું બને છે. “વત્ર મહં.' એ ગાથા આનું ઉદાહરણ(૨૩) છે. ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
व्रज ममैवैकस्या भवन्तु निःश्वासरोदितव्यानि ।
मा तवापि तया विना दाक्षिण्यहतस्य जायन्ताम् ॥ અર્થાત્ ”જતો રહે. નિસાસા અને રુદન ભલે મારી એક્લીનાં જ રહે. દાક્ષિણ્યથી પીડાતા તમને, પેલી વિના, નિસાસા અને રુદન ન મળો.”
અહીં, “મારી એકલીનાં જ નિસાસા ને રુદન રહો; પેલી વિના તે તારાં ન જો' એમ વિધિ-નિષેધ વાચ્ય છે. પણ યંગ્યકક્ષાએ વિધિ નથી અને નિષેધ પણ નથી. માત્ર અપરાધી પ્રિયતમને આપેલો ખોટો ઠપકો જ પ્રતીત થાય છે."
૧૯૨