________________
વાચ્યાર્થ નથી વિધિ કે નથી નિષેધ; પણ ‘‘નૌવિતાશા વનવતી ધનાશા પુર્વતા મમ'' અર્થાત્ ’’મારી જીવવાની આશા પ્રબળ છે; પણ ધનની આશા દુર્બળ છે’’ એ શબ્દોથી ‘તમારા વિના હું જીવી શકવાની નથી’ એમ સૂચવવાથી ‘ન જા’ એવો ગમનનો નિષેધ (વ્યંગ્યાર્થરૂપે) પ્રતીત થાય છે.
કેટલીકવાર વાચ્યાર્થ વિધિ અને નિષેધ બન્ને હોય છે; પણ બીજો જ વિધિ વ્યંગ્યાર્થ તરીકે પ્રતીત થાય છે. ઉદા. ૧૯ની ગાથા- नियदइयदंसणु खित्त... ६० આનું નિદર્શન પૂરું પાડે છે. ગાથાનું સંસ્કૃત રૂપાંતર આ પ્રમાણે છે : निजदयितादरशनोत्क्षिप्त पथिकान्येन व्रज पथा । गृह पतिदुहिता दुलघ्यवागुरेह हतग्रामे ॥
અર્થાત્ ''પોતાની પ્રિયાને જોવા ઊંચાનીચા થતા હે મુસાફર ! તું બીજો કોઈ રસ્તો (ઘેર જવા માટે) પકડ. કારણ કે આ હતભાગી ગામમાં, મુખીની પુત્રી, જેના (રૂપના) પાશમાંથી છૂટી ન શકાય તેવી જંજિર (સ્ત્રી) છે.’
આ શ્લોકમાં ‘બીજે રસ્તે જા' એ વાચ્યાર્થ વિધિરૂપ અને નિષેધરૂપ બન્ને છે; પણ ‘પોતાની પત્નીના રૂપની બડાઈ મારનાર હે મુસાફર ! આ ગામના મુખીની પુત્રી તારે જોવાલાયક રૂપાળી સ્ત્રી છે' એ બીજો વિધિરૂપ વ્યંગ્યાર્થ છે. ક્યારેક વિધિ-નિષેધરૂપ વાચ્યાર્થમાં બીજો વિધિરૂપ વ્યંગ્યાર્થ હોય છે; જેમ કે ઉદાહરણ વીસની ગાથા ‘જ્વિળસુ...' ઇ.માં. આ ગાથાનું સંસ્કૃત રૂપ છે :
'उच्चिनुष्व पतितकुसुमं मा धुनीहि शेफालिकां हालिकस्नुषे । ऐषोऽवसानविरसः श्वशुरेण श्रुतो वलय शब्द: ॥
અર્થાત્ ’કે ખેડૂતની પુત્રવધૂ ! પડેલું ફૂલ વીણજે; આ પારિજાતક વૃક્ષને હલાવતી નહીં. આ તારી બંગડી ખખડવાનો અવાજ તારા સસરાએ સાંભળ્યો છે.'
આ ઉદાહરણમાં ‘પડેલું ફૂલ વીણજે; પારિજાતક વૃક્ષને હલાવીશ નહીં’ એ વાચ્યાર્થમાં વિધિ અને નિષેધ બન્ને છે. પણ ‘હે સખી ! તારી ચોરીછૂપીથી ચાલતી રતિક્રિયા દરમિયાન બંગડીનો અવાજ કરવો નહીં' એ બીજો નિષેધરૂપ વ્યંગ્યાર્થ છે.
કોઈ વખત વાચ્યાર્થ વિધિરૂપ હોય પણ વ્યંગ્ય કક્ષાએ વિધિ કે નિષેધ બન્ને હોતા નથી. આમ ‘સળિયું વપ્ન...' એ ગાથા(ઉદા. ૨૧)માં ‘નૈત્રંન’ (ધીમેથી જા) એ વાચ્ય વિધિરૂપ છે; પણ વ્યંગ્ય કક્ષાએ વિધિ નથી તેમ નિષેધ પણ નથી; માત્ર વર્ણન જ વ્યંગ્ય(પ્રતીયમાન) છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
૧૯૧