SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાહરણ સોળમાં આસાયં... ઇત્યાદિ જાણીતી ગાથા રજૂ થઈ છે. એનું સંસ્કૃત રૂપ છે : आसादितमज्ञातेन यावत् तावता बधान धृतिम् । उपरम वृषभेदानीं रक्ष्यते गृहपतिक्षेत्रम् ॥ એટલે કે, ‘‘કોઈને જાણ ન થાય તેમ તને આ ખેતર મળી ગયું. આટલેથી તું સંતોષ પામ. હવે, હે બળદ ! તું અટકી જા. ઘરના માલિકનું આ ખેતર હવે રક્ષાય છે.’’ આ ગાથામાં દુષ્ટ બળદને ઘરમાલિકના ખેતરમાંથી નિવારવા માટે જે નિષેધવચનો વાચ્યકક્ષામાં છે તેમાંથી ઉપપતિનું કે પ્રમીનું નિવારણ કરતું બીજું નિષેધવાક્ય વ્યંગ્યકક્ષામાં પ્રતીત થાય છે. ક્યારેક વાચ્યાર્થ વિધિ કે નિષિધરૂપ હોતો નથી છતાં શ્લોકમાંથી વિધિરૂપ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે આનું ઉદાહરણ ‘મહુĒ...’ઇ. ગાથા(૧૭)માં મળે છે ઃ मधुकैः किं वा पथिक यदि हरसि निवसनं नितम्बात् । कथयामि कस्यारण्ये ग्रामो दूरेऽहमेकाकिनी ॥ 66 અર્થાત્ “ (મારા કેશમાં ખોસેલાં) મહુડાનાં ફૂલની શી વાત ? હે પથિક ! તું મારા નિતંબ-વસ્ત્રને ખેંચી લઈશ તોયે હું કોને કહેવાની ? ગામ દૂર છે. હું અહીં એકલી છું !” અહીં વાચ્યાર્થ નથી હકારાત્મક કે નથી નકારાત્મક; પણ ‘હું એકલી છું, ગામ દૂર છે’ એમ કહીને ‘આ એકાંતવાળી જગા છે’ એમ જણાવ્યું છે અને એ ઉપરથી ‘મારું નિતમ્બ-વસ્ત્ર પણ તું ખેંચી લે' એવો હકારાત્મક(વિધિરૂપ) વ્યંગ્ય પ્રતીત થાય છે. ક્યારેક કાવ્યમાં વાચ્યાર્થ નથી વિધિરૂપ હોતો કે નથી નિષેધરૂપ હોતો; પણ નિષેધરૂપ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે. આનું ઉદાહરણ (૧૮) સંસ્કૃતમાં રજૂ કર્યું છે ઃ जीविताशा बलवती धनाशा दुर्बला मम 1 गच्छ वा तिष्ठ वा कान्त स्वावस्था तु निवेदिता ॥ અર્થાત્ ‘‘મારી જીવવાની આશા બળવાન છે; ધનની આશા દુર્બળ છે. હે કાન્ત ! તું જા કે રહે. પણ મેં મારી અવસ્થા જણાવી દીધી.’’ ધન કમાવા પ્રવાસે જતા પતિને ઉદેશીને વિરહકાતર પ્રિયાએ કહેલા આ સરળ, સુંદર શ્લોકમાં ‘‘ગચ્છ વા તિષ્ઠ વા’' એટલે કે ''જા કે ન જા’' એ વચનોનો ન ૧૯૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy