SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ “અહીં મારી સાસુ સૂએ છે, અને અહીં હું. દિવસે બરાબર જોઈલે. હે રતાંધળા પથિક, તું (રાત્રે) ભૂલથી અમારી પથારીમાં આવી ન ચઢતો.” આ ગાથા પર વૃત્તિમાં ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે અહીં અમારી પથારીમાં આવી ન ચઢતો' - આ નિષેધવાક્ય(વાચ્યાર્થ)માં “આ મારી સાસુની પથારી. આ મારી પથારી. એ દિવસે બરાબર જોઈને, તારે, રાત્રે મારી પથારીમાં આવવું” એવો વિધિરૂપ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે. આ ગાથા કોઈ પ્રોષિતભર્તૃકા સ્ત્રી, તેના ઘરમાં વિસામો લેવા આવેલા મુસાફરને ઉદેશીને બોલે છે. મુસાફરમાં આસક્ત થયેલી એ સ્ત્રીના મુસાફર સાથેના મિલનમાં એની સાસુ વિઘ્નરૂપ છે. એટલે એ સ્ત્રી ચતુરાઈપૂર્વક મુસાફરને કહે છે કે આપણે રાતે સમાગમ કરીશું. પણ હું જે સ્થળે સૂઈ રહું છું તે સ્થળ તું દિવસે જ બરાબર જાણી લે. આ ઉદાહરણમાં અમારી પથારીમાં આવી ચઢતો નહીં” એ વાચ્યાર્થ નકારરૂપ છે પણ ‘દિવસે મારી પથારી જોઈ લે જેથી રાતે તું અહીં તમારી પાસે આવી શકે)' એ વ્યંગ્યાર્થ વિધિરૂપ છે. આમ એ સ્ત્રીનો નિષેધ(મનાઈ) માત્ર બાહ્ય છે - બલકે, એ મનાઈ તો રાતના અંધારામાં મુસાફરનો સંગ માણવાની ચતુરાઈભરી સંમતિ જ છે. અને સાસુની હાજરી અંગે સૂચન પણ છે.આમ ગુપ્ત સૂચન(વ્યંગ્ય) મારફતે એ સ્ત્રી મુસાફરનો સંગ માણવાની ઇચ્છા પ્રગટ કરે છે. ઘણીવાર વાચ્યાર્થ વિધિરૂપ હોય ત્યારે પણ બીજો વિધિરૂપ અર્થ જ વ્યંગ્ય હોય છે. આનું ઉદાહરણ (૧૫) વહતમા... એ ગાથામાં મળે છે. ગાથાનું સંસ્કૃત રૂપ છે : - વદત્તતિમા હતાંત્રિક પ્રોષિત: પતિ૬ જૂચમ્ | तथा जागृहि प्रतिवेशिन् न यथा वयं मुष्यामहे ॥ અર્થાત્ “આ અભાગણી રાત ભારે અંધકારથી ઘેરાઈ છે. મારો પતિ પ્રવાસે ગયો છે (ને) ઘરમાં કોઈ નથી. હે પાડોશી (પ્રતિવેશિન) ! તું એવો જાગજે કે જેથી અમે લૂંટાઈ જઈએ નહીં.” - આ ઉદાહરણમાં “અમે લૂંટાઈન જઈએ તેવી રીતે તું જાગજે” એ વિધિરૂપ અર્થ વાચ્ય છે અને “આ રાત ખૂબ અંધારી છે, પતિ ઘેર નથી, ઘર સૂનું છે; માટે તુંનિર્ભયપણે મારી પાસે આવજે” એ બીજો વિધિરૂપ અર્થ વ્યંગ્ય છે. આમ વિધિરૂપ વાચ્ય અર્થ બીજા વિધિરૂપ વ્યંગ્યાર્થમાં પરિણમે છેઃ દરિદ્ વિધી વિધ્યન્તરમ્ ! ૧૮૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy