________________
૩. દીર્વવ્યાપારવાદીની તીરની માફક દીર્ધદીર્ધતા વ્યાપારવાળી અભિધામાં
વ્યંજના સમાઈ જાય છે એ દાવાને નકારી કાઢયો છે. ૪. લક્ષણો અને અનુમાનમાં ધ્વનિ સમાઈ જાય છે એ દલીલનો નિરાસ કર્યો
છે. અને એકનો એક શબ્દ અનેકવિધ વ્યંગ્ય અર્થો વ્યક્ત કરી શકે છે એ સિદ્ધ કર્યું છે. આમ, વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી અત્યંત ભિન્ન છે એમ દર્શાવ્યું છે. આ ઉપરાંત, ગ્રંથકારે ઉદાહરણો આપીને સિદ્ધ કર્યું છે કે૧. વાચ્યાર્થ નિષેધરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ વિધિરૂપ હોય છે, જેમકે, - “નિઃશેષટ્યુતચંદન....” એ શ્લોકમાં, ૨. વાર્થ જ્યારે સંદિગ્ધ હોય ત્યારે વ્યંગ્યાર્થ અસંદિગ્ધ હોય છે;
જેમકે, માત્સર્યમુત્સાર્ય.' એ શ્લોકમાં, ૩. વાચ્યાર્થી જ્યારે નિંદારૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ પ્રશંસારૂપ હોય છે;
જેમકે, “કથમવનિપદર્પો.' એ શ્લોકમાં,
૪. વાર્થ પ્રશંસારૂપ હોય ત્યારે વ્યંગ્યાથે નિંદારૂપ હોય છે; જેમકે, - “હે હેલોજિત બોધિસત્વ.' એ શ્લોકમાં,
૫. વ્યંગ્યાર્થ વક્તા, શ્રોતા, પ્રસંગ વગેરે અનુસાર જુદો જુદો હોય છે;
જેમકે “કસ્ય વા ન ભદ્રોપી...' એ શ્લોકમાં સંબંધિત વ્યક્તિ જ વ્યંગ્યાર્થ સમજી શકે છે; જ્યારે સામાન્ય માણસ માત્ર વાચ્યાર્થ જ સમજે છે. આ હકીકત પોતે જ સિદ્ધ કરે છે કે વાચ્ય અને વ્યંગ્ય એ
બે અર્થો એકબીજાથી અત્યંત ભિન્ન છે. અભિધા અને વ્યંજના વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે?
વસ્તુધ્વનિના પ્રથમ ઉદાહરણરૂપ “બ્રમ ધાર્મિક (શ્લોક ૧૩)માં “નિરાંતે ફરજે એ વિધિરૂપ વાચ્યાર્થમાંથી “ફરતો નહી એવો નિષેધરૂપ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે. એનું કારણ અભિધા, તાત્પર્યવૃત્તિ, ગૌણીવૃત્તિ તથા લક્ષણાવૃત્તિથી ભિન્ન વ્યંજના વ્યાપાર જ છે એ સિદ્ધ કર્યા બાદ, આચાર્યશ્રી, વિવેકમાં જ બીજી ગાથા (વૃત્તિ ઉદા ૧૪) રજૂ કરે છે અને એ ૩ મન. ઈ. અર્થા
અ ત્રનિરીતિ(શેલ) અત્રા, રિવર પ્રતો સ્વા.
मा पथिक रात्र्यन्धक शय्यायामावयोर्निषत्स्यसि ॥ આગાથા ધ્વન્યાલોકમાં આ સંદર્ભમાં ઉદ્ધત થયેલી છે. વાચ્યાર્થનિષેધરૂપ . હોય ત્યારે વ્યંગ્યાર્થ વિધિરૂપ હોય તેના ઉદાહરણરૂપ આ ગાથાનો અર્થ છે :
૧૮૮