SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ વધેલો જણાય છે” “(હેમચન્દ્રાચાર્ય અને અગરિમા શતકના કાશ્મીરી આલંકારિકો'; અંગ્રેજી લેખ; પૃ. ૧૧૯-૨૦, ૧૧૮, ૧૨૬ ઈ. જુઓ સંદર્ભસૂચિ). | હેમચંદ્રાચાર્યના કાવ્યનુશાસન'ની આધારસમાગ્રી વિશે ડૉ. વિ. એમ. કુલકર્ણીએ, તેમના સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના અધ્યયન પરના લેખસંગ્રહમાં (પૃ. ૧૪૯-૫૪) પ્રમાણભૂત માહિતી આપી છે અને દર્શાવ્યું છે કે “કાવ્યાનુશાસન'ના શબ્દાર્થસ્વરૂપના વિવરણના આધારગ્રંથોમાં “કાવ્યપ્રકાશ', ધ્વન્યાલોક' તથા ‘લોચન' (પૃ. ૭૪, ૭૮,૧૩૭-૧૩૯, ૧૬૭-૧૬૯, ૨૫૫-૨૫૭, ર૦૧-૨૭૬, ૩૫૧-૩૫૬) અને ભોજકૃત શૃંગારપ્રકાશ-૭ (પૃ. ૨૪૫-૫૦) એ મુખ્ય છે. ચકની સંકેત ટીકા પણ ઉપયોગમાં લેવાઈ છે. પણ હેમચન્દ્રાચાર્ય તથા સોમેશ્વરનો સંબંધ, અનિશ્ચિતાતને કારણે, લક્ષમાં લીધો નથી. હેમચન્દ્રાચાર્યે તેમના પુરોગામીઓના વિચારો - મતોને તેમના મૂળ રૂપમાં રજૂ કરવાનું પસંદ કર્યું તે વાંધો લેવા જેવું નથી. બલકે, એ પૂર્વ-મતોનું પોતાની ભાષામાં સારદોહન કરવા કરતાં મૂળ મંતવ્યો જ રજૂ કરવાં એ વધારે સારો અભિગમ છે. ધ્વનિસિદ્ધાન્તના વિવિધ વિરોધી મતોની ઠીકઠીક સંપૂર્ણતાથી સમીક્ષા કરવાની સાથે સાથે, શ્રી હેમચન્દ્રાચાર્યે કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં જોવા મળતી પુષ્કળ ચર્ચાસામગ્રી રજૂ કરી છે જેમાં મમ્મટે. અભિધાવાદીઓ, તાત્પર્યવાદીઓ. અભિહિતાન્વયવાદીઓ, અન્વિતાભિધાનવાદીઓ, લક્ષણાવાદીઓ, વેદાંતીઓ અને અનુમિતિવાદીઓના ધ્વનિ-વિરોધી મતોનું સમર્થ રીતે ખંડન કર્યું છે અને અભિધા, તાત્પર્ય, લક્ષણા એ ત્રણ શક્તિઓથી તદન ભિન્ન તથા સ્વતંત્ર વ્યંજનાશક્તિની સ્થાપના કરી છે. આમ, ‘બ્રમ ધાર્મિક' એ ઉદાહરણને અનુલક્ષીને વિવેકનાં પૃષ્ઠ ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧ અને પર પરની સમગ્ર ચર્ચાસમામગ્રી, નજીવા ફેરફારો સાથે, મમ્મટના કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસના ૬૯મા સૂત્ર (કારિક ૪૭)ની ' વૃત્તિ પર આધારિત છે. વિવેકમાં પ્રસ્તુત થયેલા જુદાજુદા ગદ્યખંડો તથા અવતરણો(૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨ અને ૨૩)દ્વારા શ્રી હેમચન્દ્રાચાર્યે - ૧. ધ્વનિ વાચ્ય છે એ દલીલ નામંજૂર કરી છે. ૨. અભિહિતાન્વયવાદ કે અન્વિતાભિધાનવાદથી વ્યંજનાવૃત્તિનો ખુલાસો થઈ શકે છે એ મતનું ખંડન કર્યું છે. ૧૮૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy