SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા, આનયનક્રિયાથી જ સમજાઈ જાય છે અને સાંભળનારને ‘આનય’ એટલે ‘લાવ' એવો અર્થબોધ થઈ જાય છે. આમ અહીં, વાક્યના શબ્દોના અર્થો અતિ(સમન્વિત)રૂપે જ સમજાય છે. આ કારણથી તાત્પર્યવૃત્તિ જેવી કોઈ જુદી વૃત્તિ માનવાની જરૂર રહેતી નથી. ધ્વનિવિરોધી મતોનું શ્રીહેમચન્દ્રાચાર્યે કરેલું ખંડન ‘ભ્રમ ધાર્મિક’(ઉદા. ૧૩) એ શ્લોકના વ્યંગ્યાર્થની સમજૂતીના સંદર્ભમાં, શ્રીહેમચન્દ્રાચાર્યે ધ્વનિ-વિરોધી વિવિધ મતોનું શાસ્ત્રીય રીતે ખંડન કર્યુ છે અને ધ્વન્યાલોક, લોચન, કાવ્યપ્રકાશ વગેરેએ દર્શાવેલા માર્ગે, ખૂબ જ પ્રતીતિકર તથા તર્કબદ્ધ રીતે, વ્યંજનાવૃત્તિની સ્થાપના કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આ સંદર્ભમાં પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટચાર્ય સ્પષ્ટ કહે છે (અને ડૉ. સુશીલકુમાર દે, સં.કા.શા.નો ઇતિ. પૃ. ૨૪૪ ૫૨ એની પૃષ્ટિ કરે છે) કે - “કાવ્યાનુશાસન’ના પ્રથમ અધ્યાયમાં વ્યંજનાવૃત્તિના નિરૂપણમાં તથા ધ્વનિના સર્વોપરિપણાની સ્થાપનામાં આ બાબત તરી આવે છે. શબ્દની જુદીજુદી વૃત્તિઓના નિરૂપણમાં તથા વ્યંજનાની સમજૂતીમાં ગ્રંથકારના માર્ગદર્શક ગ્રંથો તરીકે ‘ધ્વન્યાલોક’ અને ‘લોચન’ રહ્યા છે અને ‘કાવ્યપ્રકાશ’ની અસર પણ છે. જો કે, હેમચન્દ્રાચાર્ય, મમ્મટથી કયાંક કયાંક જુદા પણ પડે છે. ધ્વનિના નિરૂપણને સર્વગ્રાહી તથા સંપૂર્ણ બનાવવાના આશયથી આપણા ગ્રંથકારે, આનંદનવર્ધને વસ્તુધ્વનિના ચાર નમૂના પ્રસ્તુત કર્યા છે તેમાંથી પ્રેરણા લીધી છે - બીજા બધા જ લેખકોએ આનંદવર્ધનની રજૂઆતને પૂર્ણતઃ અપનાવી લીધી છે. પણ હેમચન્દ્રાચાર્યે વસ્તુધ્વનિના ત્રણગણા નમૂના(ઉદા. ૧૩-૨૫) પેશ કર્યા છે. આ સંદર્ભમાં, હેમચન્દ્રાચાર્યે પ્રસિદ્ધ ગાથાઓ અને શ્લોકો ઉદાહરણ તરીકે ટાંકવાની અનુમોદનીય રીત કાળજીપૂર્વક જાળવી રાખી છે. અને કાવ્યાશાસ્ત્રના વિષયના વ્યવહારુ સ્વરૂપના જાણકાર હોવાથી ગ્રંથકારે પોતે અભ્યાસીઓની સાહિત્યક્ષિતિજો વિસ્તારે તેવાં રસિક ઉદાહરણો ઉમેર્યાં છે. હેમચન્દ્રાચાર્યની જાગ્રત વિવેકબુદ્ધિ તેમને બિનજરૂરી તથા અસંબદ્ધ વિસ્તાર કરવા દેતી નથી. તો પણ આગળ વધેલો વિદ્યાર્થી જેનું મૂલ્ય ઊચું આંકે તેવી પૂરક સામગ્રી વૃતિમાં કે વ્યાખ્યામાં આપતાં, આચાર્યશ્રી, અટકતા નથી. ‘ભ્રમ ધાર્મિક’ એ ગાથાનું ‘વિવેક’ વ્યાખ્યામાં(પૃ ૪૭-૪૮) કરવામાં આવેલું વિવરણ બતાવે છે કે શ્રીહેમચન્દ્રાચાર્યનો સ્પષ્ટતા તથા વિશદતા માટેનો ઉત્સાહ અપૂર્વ હતો જે તેમના વિશ્વાસુ પૂર્વસૂરિઓથી પણ ૧૮૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy