________________
વ્યંજના એ ચોથી વૃત્તિ છે. મમ્મટે તો જુદા સૂત્રમાં(૧.૭)તથા તેની વૃત્તિમાં તાત્પર્યાર્થ તથા તેને વિશેના બે વાદોની નોંધ લીધી છે અને કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં વ્યંજનાવૃત્તિની સ્થાપનાના સંદર્ભમાં, ફરીથી, તાત્પર્યવાદની વિસ્તૃત સમીક્ષા કરી છે. વિવેકમાં ચાલતી તાત્પયવૃત્તિની આ ચર્ચાનો આધાર ધ્વન્યાલોક, લોચન તથા કાવ્યપ્રકાશની તદ્વિષયક વિચારણા જ છે. “કાવ્યાનુશાસન ગ્રંથમાં તથા ‘વિવેકામાં પ્રયોજાયેલી શબ્દાવલી, ઉદ્ગારો, ઉદાહરણો અને વિચારોની તુલનાત્મક સમીક્ષા કરતાં આ અભિપ્રાય સાર્થક કરે છે.
મમ્મટે તાત્પર્યાર્થિની વ્યાખ્યા કરી છે. પણ તેમાં તાત્પર્યશક્તિ ગૃહીત છે. એ જતાત્પર્યવૃત્તિ કે ચોથી વૃત્તિ છે. આ શક્તિ, અભિધા, લક્ષણા અને વ્યંજનાની માફક
વ્યક્તિગત શબ્દની શક્તિ નથી; પણ સમગ્ર વાક્યને સ્પર્શતી શક્તિ છે. એનો હેતુ, વાક્યનાં જુદાં જુદાં પદોના અર્થના અન્વય(સંબંધ)નો બોધ કરાવવાનો છે.
જે વિચારકો તાત્પર્યશક્તિને સ્વીકારે છે તેમને અભિહિતાવયવાદીઓ કહેવામાં આવે છે. આ વિચારકો માને છે કે વાક્યમાં રહેલા જુદા જુદા શબ્દો પહેલાં પોતપોતાના અર્થોને બોધ કરાવે છે અને તે પછી એ બધા અર્થો વચ્ચે સંબંધ કે અન્વયસ્થપાય છે, જેથી આખા વાક્યનો અર્થ કે તાત્યયાર્થ સમજાય છે. આ વિચારકોના મતમાં, દરેક શબ્દ સામાન્ય કે જાતિનો અર્થ આપે છે. આ એનો વાચ્યાર્થ છે. શબ્દનો આ અર્થ વૃદ્ધવ્યવહાર કે કોશદ્વારા જાણી શકાય છે. આવા અનેક શબ્દો ભેગા મળીને જયારે વાક્ય બનાવે છે ત્યારે, એમના અર્થો કોઈક રીતે ફેરફાર પામે છે જેથી બીજા અર્થો સાથે એમનો મેળ બેસે. આમ, આ બધા અર્થો સાથે મળીને જે અર્થ આપે છે તે સમગ્ર વાક્યનો અર્થ બને છે. તાત્પર્ય નામની શક્તિથી આ વાક્યર્થ પ્રાપ્ત થાય છે અને આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિના બળે આ તાત્પર્યશક્તિ કાર્ય કરે છે. આ અભિહિતાન્વયવાદ છે. કુમારિક ભટ્ટ વગેરે મીમાંસકો તથા નૈયાયિકો આ મતના સમર્થકો છે. પણ મીમાંસકોનો બીજો વર્ગ જેના અગ્રણી પ્રભાકર કે “ગુરુ” છે તે અવિતાભિધાનવાદ નામનો બીજો મત ધરાવે છે જે અભિહિતાન્વયવાદથી વિરૂદ્ધ છે. અવિતાભિધાનવાદીઓ માને છે કે વાક્યમાં શબ્દો અન્વિત અર્થનો જ બોધ કરાવે છે. અને એટલે દરેક શબ્દનો સામાન્ય કે જાતિગત અર્થ માનવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે અન્વિતાભિધાનવાદીઓના મતે શબ્દોના અર્થો વૃદ્ધવ્યવહારથી જાણવા મળે છે; જેમકે, “ગામ્ આનય', “અશ્વમ્ આનય એ વાક્યોમાં “ગા” તથા અશ્વમ્'ની સાથે વપરાતો “આનય’ શબ્દ, લાવવાની
૧૮૫