SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ અભિહિતાવવાદીઓનો મત છે. બાકાંક્ષાયો થતાધિवशाद्...पदार्थानां समन्वये तात्पर्यार्थो विशेषवपुरपदार्थोऽपि वाक्यार्थः समुल्लसतिइति अभिहितान्वयनादीनां मतम् । वाच्य एव वाक्यार्थः इति अन्विताभिधानवादिनः। - (કા.પ્ર. ૨.૭ વૃત્તિ). અર્થાત્ “(વાક્યમાં) પદોનો આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને કારણે સમન્વય થતાં વાચ્ય વગેરેથી જુદા સ્વરૂપવાળો, કોઈ એક પદનો અર્થ નહીં એવો વાક્યર્થ સમજાય છે એવો અભિહિતાન્વયવાદીઓનો મત છે. વાચ્ય એ જ વાક્યર્થ છે એવો અવિતાભિધાનવાદીઓનો મત છે.” મમ્મટે કાવ્યપ્રકાશ(પ.૪૭ની વૃત્તિ)માં આ બન્ને મતોનું વિવેચન કર્યું છે. તાત્પર્યશક્તિનું વિવેચન આપણો જોઈ શકીએ છીએ કે ‘મ ધાર્મિક એ ઉદાહરણ(૧૩)ના સંદર્ભમાં વિવેક(પૃ. ૪૮)માં શરૂ કરેલી ચર્ચામાં શ્રી હેમચન્દ્રાચાર્ય હવે મીમાંસકોની તાત્પર્યવૃત્તિની સમીક્ષા હાથ ધરે છે. તાત્પર્યવૃતિ એ વાકયનો અર્થ આપનારી ચોથી શક્તિ છે; જયારે અભિધા, લક્ષણો અને વ્યંજનાએ શબ્દનો અર્થ આપનારી ત્રણ જાણીતી શક્તિઓ છે. મમ્મટે તાત્પર્યાર્થની વ્યાખ્યા આપી છે જે ઉપરના પરિચ્છેદમાં રજૂ થઈ છે. આ તાત્પર્યશક્તિ વાક્ષાર્થ કેવી રીતે આપે છે તે સમજાવતાં અભિહિતાન્વયવાદીઓ કહે છે કે વાક્યમાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને લીધે, શબ્દોના અર્થોનો સમન્વય થાય છે ત્યારે જુદાંજુદાં પદોનો અર્થ નહિ એવો વિશેષ સ્વરૂપનો અર્થ(તાત્પર્યાર્થ) ઉદ્ભવે છે તે જ વાક્યર્થ છે. આમ અભિહિતાન્વયવાદીઓના મતે જુદા જુદા શબ્દો પોતાના અર્થ આપે તે પછી એ અર્થોનો સમન્વય થાય છે; એ જ તાત્પર્યાર્થ છે, વાક્યર્થ છે. પણ અવિતાભિધાનવાદીઓના મતે, વાક્યમાં શબ્દો સમન્વિત અર્થનો જ બોધ કરાવે છે. એટલે કે શબ્દોનો વાચ્યાર્થ એ જ વાક્યર્થ છે. આ તાત્પર્યશક્તિ વિશે શ્રીહેમચન્દ્રાચાર્યે કોઈ સ્વતંત્રસૂત્રમાં વિવરણ કર્યું નથી. પણ સૂત્ર વીસ(૧.૨૦)ની વૃત્તિમાં, “અભિધા પછી જો કે અન્વયનો બોધ કરાવતી તાત્પર્યશક્તિ પણ છે અને તેને લગતો તાત્યયાર્થ પણ છે. તેમ છતાં, એ બને (તાત્પર્યશક્તિ તેમ જ તાત્પયાર્થ) વાક્યવિષયક હોવાથી તેમની અહીં (શબ્દની શક્તિઓ સાથે) ચર્ચા કરી નથી,” એવો માત્ર ઉલ્લેખ ક્યું છે. પણ વ્યંગ્યાર્થની બધા અર્થોથી વિલક્ષણતા બતાવવાના હેતુથી આ સ્થળે (વિવેકમાં) આચાર્યશ્રીએ તાત્પર્યાર્થની ચર્ચા ઉપાડી છે. અભિનવગુપ્ત, આ રીતે, ક્રમવાર, જુદીજુદી શક્તિઓ કે વૃત્તિઓ ગણાવી છે : અભિધા, તાત્પર્ય, લક્ષણા અને વ્યંજના. આમ, અભિનવગુપ્તના મતે, ૧૮૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy