SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે તાર્કિક રીતે સ્વીકારવું જ પડે કે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ રસની સીમાની અંદર જ છે; બહાર નથી. વળી, વસ્તુનિ તથા અલંકારધ્વનિ પણ તેમના વાચ્યાર્થરૂપ આધાર કરતાં નિશ્ચિત રીતે વધારે સૌંદર્યપૂર્ણ છે અને થોડેઘણે અંશે એ બન્ને પ્રકારો રસના સંસ્પર્શથી યુક્ત હોય છે જ. પણ એ રસ-સ્પર્શ જોઈએ તેટલો પ્રધાન કે મુખ્ય નથી હોતો જેથી એને રસધ્વનિ કહી શકાય.૪૦ અર્થ વિશેના વિવિધ મતોનું શ્રીહેમચન્દ્રાચાર્યદ્વારા મૂલ્યાંકન ‘વિવેક’ વ્યાખ્યા(પૃ. ૪૮-૫૦)માં, શ્રીહેમચન્દ્રાચાર્ય, ‘ભ્રમ ધાર્મિક’ એ ઉદાહરણ(૧૩)ને લાગુ પડતી કે લાગુ પડાયેલી અર્થ વિશેની જુદીજુદી વિચારણઓની ચર્ચા હાથ ધરે છે. ‘ભ્રમ ધાર્મિક’ એ શ્લોકની સમજૂતીમાં ગ્રંથકારે કહ્યું જ છે કે વસ્તુનિ અને અલંકારધ્વનિ જેવા લૌકિક ધ્વનિપ્રકારોમાંય રસનો સ્પર્શ હોય છે. પણ, આ શ્લોકને, લતાકુંજની અંદર રહેલી સ્ત્રીના ઉદ્ગાર તરીકે ઘટાવવામાં આવે તો, શ્લોકના વિધિરૂપ ‘ફરજે’ (મ) એ વાચ્યાર્થ પછી, ‘ફરીશ નહીં’ (મા શ્રમ) એ બીજો નિષેધરૂપ અર્થ નીકળે છે તે લક્ષ્યાર્થ હશે. અને ધાર્મિકને એકાંતમિલનના સ્થળેથી દૂર ભગાડવારૂપ નિષેધએ પ્રયોજન વ્યંગ્ય હશે. પણ આ અર્થઘટન ઉચિત નથી અહીં... ‘વસિના' (ઝાડીમાં વસતા) એ કદાચ વાચ્યાર્થ(અભિધેય) બને. પણ, નિષેધ વાચ્ય છે એમ તો કહી શકાય એમ નથી. કેમકે સંકેત વિના અર્થ સમજી જ ન શકાય. સંકેતવાળો શબ્દ જ અર્થ આપી શકે छे. इहागृहीतसंकेतस्य शब्दस्यार्थप्रतीतेरभावात् संकेतसहाय एवं शब्दोऽर्थविशेषं પ્રતિપાદ્યતીતિ યસ્ય યંત્રાવ્યવધાનનન સંતો વૃદ્ઘતે મ તસ્ય વાદ્ગઃ । (કા. પ્ર. ૨.૬ની વૃત્તિ). અર્થાત્ જે શબ્દનો સંકેત સમજાયો નથી તેનો અર્થ જાણી ન શકાય. આથી, સંકતવાળો શબ્દ જ ચોક્કસ અર્થ આપી શકે. અને જે શબ્દનો જે અર્થમાં વિના અડચણે, સંકેત સમજાય તે અર્થનો તે શબ્દ વાચક ગણાય. આ સંકેત એક જ પ્રકારનો(સામાન્ય કે જાતિરૂપ) હોય છે અને કોઈ શબ્દ, સંકેતથી, ખાસ વ્યક્તિ(વિશેષ)નો બોધ કરાવવા માટે સમર્થ હોતો નથી. કેમકે, એથી, આનન્યદોષ તથા વ્યભિચારદોષ થાય છે – જેમ, વાકયનો અર્થ આપવા માટે સંકેત વાક્યમાં સમજી શકાતો નથી. કેમકે, વાક્યમાં, આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને કારણે જ જુદા જુદા શબ્દોના અર્થોનો સમન્વય(સંબંધ) સમજાય ૧૮૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy