SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ હકાર(વિધિ) અને નકાર(નિષેધ), એક જ સમયે, રહેલા છે. ધ્વનિવાદી વિચારકોની આ જ નવી શોધ છે; નવું પ્રસ્થાન છે. આ શ્લોકની, પૂર્વાપર સંબંધ સાથેની સમજૂતી ‘વિવેક વ્યાખ્યા(પૃ. ૪૭)માં આપવામાં આવી છે. આ સંદર્ભમાં શ્રી હેમચન્દ્રાચાર્યે એક નોંધપાત્ર નિરીક્ષણ રજૂ કર્યું છે : __एवमादौ च विषये यद्यपि रसादिरों व्यंग्योऽस्ति तथापि महाराजशब्दव्यपदेश्यविवाहकरणप्रवृत्तसचिवानुयायिराजवदप्रधानतामेव गृह्णाति ।" એટલે કે વસ્તુધ્વનિમાં રસ હોય છે પણ તે પ્રધાન હોતો નથી. જેમ રાજાના મંત્રીને ત્યાં લગ્નમાં રાજા જાય છે ત્યારે તે રાજા હોવા છતાં મંત્રી જ મુખ્ય ભાગ ભજવતો હોવાથી, મંત્રીને અનુસરે છે. એમ જ, અહીં પણ રસ હોય છે ખરો પણ તે મુખ્ય(પ્રધાન) હોતો નથી. ગ્રંથકારનું આ નિરીક્ષણ ધ્વનિસિદ્ધાન્ત તથા ધ્વનિના વિભાજન પરત્વે એક ખૂબ જ અર્થપૂર્ણ વિગત પૂરી પાડે છે. શ્રી હેમચંદ્રાચાર્યાના આ નિરીક્ષણનું મહત્ત્વ, ડૉ.કે. કૃષ્ણમૂર્તિના આ શબ્દોમાં બરાબર પ્રગટ થાય છે... “જ્યારે વ્યંગ્ય વસ્તુ, અલંકાર કે રસ, વાચ્યાર્થથી ભિન્ન હોય છે એટલું જ નહીં પણ વાચ્યાર્થીને પોતાના સૌંદર્યથી માત કરે છે ત્યારે જ તે વ્યંગ્ય વસ્તુ, અલંકાર, કે રસ, ધ્વનિ'ની સર્વોચ્ચ કક્ષાએ પહોંચે છે. વ્યંગ્યાર્થના વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ એવા ત્રણ ભેદો પાડવા પાછળનું સક્રિય દર્શન આ જ છે. જે કોઈ કાવ્યતત્ત્વ પૂર્ણતઃ સર્વાધિક મહત્ત્વનું નથી તે ધ્વનિ નથી. પણ, ત્રિવિધ ધ્વનિમાં રસધ્વનિને વ્યાપ વિશાળતમ છે; સ્વાદિષ્ટતમ છે. રસધ્વનિનો સ્વભાવ જ એવો છે કે તે કાવ્યની ઝીણામાં ઝીણી સામગ્રીને તથા કાવ્યના દરેક પાસાને પોતાના રંગે રંગી દે છે. એવી જ રીતે, બીજા બધા ધ્વનિભેદોને પણ એ પોતાના રસે રસે છે. કાવ્યમાં ભાષાનો અપૂર્વ પ્રયોગ હોય છે. કેમકે, એમાં, કવિ, નરી હકીકતો અને ક્રિયાઓ ઉપરાંત ભાવો, મિજાજો અને ઊર્મિઓ વ્યંજિત કરવા પ્રતિબદ્ધ હોય છે. કોઈક લાગણી સાથે સંકળાયેલી, પથ્થરો અને અસ્થિjજો જેવી ચીજો તેમજ દેખીતી રીતે કાવ્યના રસહીન ખંડોમાં પણ સંવેદશીલ હૃદયને રસ, ભાવ વગેરેનો આછોપાતળો સ્પર્શ પણ થશે જ. આથી, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ જેવા તાર્કિક રીતે અલગ અને લૌકિક લાગતા ધ્વનિપ્રકારો પણ કયારેય પૂર્ણતયા રસહીન હોય છે એમ કહી શકાય નહીં. ધ્વનિ એ ઉત્તમ કાવ્યનો સાર છે એવું આપણે સિદ્ધાંતમાં સ્વીકારએ એટલે રસધ્વનિના સ્વરૂપને પૂરો ન્યાય કરવા માટે, ૧૮૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy