SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્લોકનો અર્થ છે - “હે ધાર્મિક ! તું અહીં નિરાંતે (નિર્ભય થઈને) ફ૨જે; કેમકે (તું અહીં રહેતા જે કૂતરાથી બીતો હતો) તે કૂતરાને ગોદવારી નદીના કાંઠા પરની લતાકુંજમાં વસતા માતેલા સિંહે મારી નાખ્યો છે.’’ આ શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે ‘તું નિરાંતે ફરજે (વિન્નવ્યો શ્રમ) એ વિધિવાકયમાં ‘ત્યાં લતાકુંજમાં સિંહ બેઠેલો છે અને તું તો કૂતરાથીય ડરે છે તેથી તું તે ઝાડીમાં(કુંજમાં) જઈશ નહીં એવો નિષેધ કે પ્રતિબંધરૂપ અર્થ સૂચવાયો(વ્યંગ્ય) છે.’ ઉપરના ભ્રમ ધાર્મિ॰ એ શ્લોકમાં ખૂબ જ રસિક સંદર્ભ રહેલો છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના જાણકારોને આ સંદર્ભ પરિચિત છે. પોતાની દૈનિક પૂજાવિધિ માટે ગોદાવરી નદીના કાંઠે આવેલી ઝાડીમાં ફૂલો વીણવા જતા એક ધાર્મિક માણસને એક સ્ત્રી શ્લોકમાંના શબ્દો કહે છે. આ સ્ત્રી એ ઝાડીના એકાંતમાં પોતાના પ્રિયતમને મળતી હતી. પણ ધાર્મિક પુરુષ વારંવાર ત્યાં આવતો હોવાથી પ્રેમીઓને ખલેલ થતી હતી. એ ધાર્મિક પુરુષને ડરાવીને ભગાડી મૂકવાના ઇરાદે પેલી સ્ત્રી એક તુક્કો કરે છે. એ ચતુર સ્ત્રી ખૂબ જ નિર્દોષભાવે પેલા ડરપોક ધાર્મિકને કહે છે કે ‘હવે તમે આ સ્થળે ખૂબ જ નિરાંતે ફરી શકો છો. કારણ કે અહીં રહેતા કૂતરાથી તમે ખૂબ જ ડરતા હતા, તે કૂતરાને તો નજીકની ઝાડીમાં રહેતા માતેલા સિંહે મારી નાખ્યો છે; હવે અહીં છૂટથી ફરો.’ આ શ્લોકમાં વાચ્યાર્થ વિધિરૂપ છે - ધાર્મિક પુરુષને ‘નિરાંતે ફરજે’ એમ કહ્યું છે.પણ શ્લોકનો ભંગ્યાર્થ વસ્તુધ્વનિ નિષેધરૂપ છે, પ્રતિબંધરૂપ છે; કેમકે ‘આ બાજુ ફરશો નહીં; નહિતર દૃપ્ત સિંહ મારી નાખશે,’ એવો નકારાત્મક અર્થ સ્ત્રીનાં વચનોમાંથી નીકળે છે. આમ, આ શ્લોકમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી તદ્દન ઊલટો જ નીકળે છે. આ ઉદાહરણ ધ્વન્યાલોક(૧.૪ની વૃત્તિ)માં આપેલું છે: વસ્તુધ્વનિ, વાચ્યાર્થથી અત્યંત જુદો છે એ દર્શાવવા આનંદવર્ધને જે પાંચ ઉદાહરણો રજૂ કર્યો છે તેમાં આ ગાથા પ્રથમ છે. આ ગાથા રજૂ કરતાં આનંદવર્ધન કહે છે : ‘કોઈવાર વાચ્યાર્થ વિધિરૂપ હોય છે, તેમાં વ્યંગ્યાર્થ નિષેધરૂપ હોય છે.’ આ જ ધ્વનિનું વિલક્ષણ સ્વરૂપ છે; કેમકે, કોઈ પણ બુદ્ધિશાળી માણસ એ વાત કદી પણ ન માને કે એકબીજાથી તદ્દન ઊલટા અર્થો, વિધિ અને નિષેધ, એક જ ઠેકાણે રહી શકે છે. પણ અહીં એવું બને છે. કારણ કે, અહીં એક જ શબ્દમાં, ૧૮૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy