________________
ધ્વનિપ્રકાર હંમેશાં વ્યંગ્ય હોય છે; કદાપિ વાચ્ય હોતો નથી. શ્રી હેમચંદ્રાયેં આ જ વાત વિવેકમાં જણાવી છે (વિવેક પૃ. ૮૭). આની ચર્ચા આપણે ઉપર કરી છે જ.
અભિનવગુપને તથા “વિવેકમાં શ્રી હેમચન્દ્રાચાર્યે વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિના વાગ્મતાસહત્વ વિશે જે મત દર્શાવ્યો છે તેના સંદર્ભમાં ખુલાસો કરવા જેવો એક પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જો વસ્તુ અને અલંકાર શબ્દવાઓ હોય, એટલે કે અભિધાથી પ્રગટ થઈ શકતા હોય તો પછી વ્યંજના કે ધ્વનિની જરૂર શી છે? આનો ઉત્તર એ છે કે વ્યંજનાથી વ્યક્ત થતો વિચાર અભિધાથી પ્રગટ થતા વિચાર કરતાં વધારે હૃદયંગમ હોય છે. જાણીતા વિવેચકોનો આ મત છે : “ વાગ્યાથે ન તથા સ્વતે પ્રતીય માનઃ સાવ યથા આથી એક વાત સ્પષ્ટ થાય છે કે વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિમાં વાચ્યાર્થનો સ્પર્શ હોય છેવાચ્યસામર્થ્યક્ષિપ્તત્ત્વ હોય છે. જો કે, એ વાચ્યાર્થથી સૂચિત થયેલો અર્થ તદન જુદો જ હોય છે. વાગ્ય અને વ્યંગ્ય અર્થો વચ્ચેનો ભેદ
વ્યંગ્ય અર્થ વાચ્ય અર્થથી અત્યંત ભિન્ન છે તે સાબિત કરવા માટે શ્રીહેમચન્દ્રાચાર્ય વૃત્તિમાં કેટલાંક ઉદાહરણો રજૂ કરે છે અને સંક્ષિપ્ત ટિપ્પણી મારફતે દરેક ઉદાહરણમાં વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી કેવી રીતે ભિન્ન છે તે સમજાવે છે, આ રીતે ઓગણીસમા સુત્ર- (૧.૧૯)ની વૃત્તિમાં ઉદા. ૧૩થી ૨૫ સુધીના તેર શ્લોકો, ટિપ્પણ સાથે પ્રસ્તુત થયા છે. આમાંથી પાંચ શ્લોકો, ધ્વન્યાલોકના પ્રથમ ઉદ્યોતની ચોથી કારિકા(૧.૪)ની વૃત્તિમાં આ જ સંદર્ભમાં, પ્રયોજાયા છે. બાકીના શ્લોકો “શૃંગારપ્રકાશમાં પ્રયોજાયેલા જોવા મળે છે. અને બીજા શ્લોકો ગ્રંથકારે ઉમેરેલા છે. આ તેરમાંથી બાર ઉદાહરણો ગાથા સપ્તશતી કે સપ્તશતકમાંથી લીધેલાં છે અને તે પ્રાકૃતમાં છે; પણ એક ઉદાહરણ સંસ્કૃતમાં છે.
આ વસ્તુધ્વનિ વાચ્યાર્થથી અત્યંત ભિન્ન છે એ સિદ્ધાંતની પ્રતીતિ કરાવવા માટે આ બધા ઉદાહરણ-શ્લોકો રજૂ થયા છે. આમાંથી પહેલું ઉદાહરણ મમ મિ. (ઉદા. ૧૩) “વાચ્યાર્થ વિધિરૂપ હોય ત્યારે વ્યંગ્ય વસ્તુધ્વનિ નિષેધ કે પ્રતિબંધરૂપ હોય છે” તેનું નિદર્શન પૂરું પાડે છે. મૂળ પ્રાકૃત ગાથાનું સંસ્કૃત શ્લોકરૂપ આ પ્રમાણે છે :
भ्रम धार्मिक विस्रब्धः स शुनकोऽद्य मारितस्तेन । गोदानददीकच्छनिकुंजवासिना दृप्तसिंहेन ॥
૧૮૦