SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર આપણે એ વાત સ્વીકારીએ કે વ્યંગ્યાર્થ એ જ કાવ્યર્થ છે, કાવ્યાત્મા છે એટલે પછી તરત જ એ વાત સ્વયંસ્પષ્ટ બની જાય છે કે ધ્વનિકાવ્યમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થનું હંમેશાં પ્રાધાન્ય હોય જ. આનો સૂચિતાર્થ એ છે કે જયાં માત્ર વિચાર જ વ્યંગ્ય હોય છે તે વસ્તુધ્વનિમાં પણ વ્યંગ્યાર્થના સૌંદર્યથી વાચ્યાર્થ ઝાંખો પડી જાય છે. કેમકે, વ્યંગ્યાર્થના સર્વોપરિ સૌદર્યથી ભાવકને આનંદ આપવો એ કાવ્યનો પરમ અને ચરમ ધ્યેય હોય છે. આ વ્યંગ્યાર્થને શ્રી હેમચન્દ્રાચાર્યો, ૧. વસ્તુધ્વનિ ૨. અલંકાર ધ્વનિ, અને ૩. રસધ્વનિ એમ ત્રણ પ્રકારનો કહ્યો છે. આ ત્રિવિધ ધ્વનિ એ જ કાવ્યાત્મા છે. ધ્વનિનો પ્રથમ પ્રકાર કે જે વસ્તુધ્વનિ કહેવાય છે તે મુખાર્થ વગેરે બધા જ અર્થોથી તદન ભિન્ન છે અને કેવળ વિચાર કે સાદા વિષયવસ્તુને વ્યંજિત કરે છે. આનંદવર્ધનના શબ્દોમાં, વસ્તુધ્વનિ, વાચ્યાર્થથી ભિન્ન છે - અને વસ્તુધ્વનિ ઉપરાંત, અલંકારધ્વનિ તથા રસધ્વનિનું પણ આ મુખ્ય લક્ષણ છે. આમ, વસ્તુધ્વનિ વાચ્યાર્થથી પૂર્ણતઃ ભિન્ન છે. હેમચંદ્રાચાર્ય સૂત્ર૧૯)માં મુક્યા એ પદથી ગણાર્થ તથા લક્ષ્યાર્થને નિર્દેશ કરી દે છે. વસ્તુધ્વનિ કે વિચારમાત્રને વ્યંજિત કરતો ધ્વનિ કેવી રીતે ઉદ્ભવે છે એ સ્પષ્ટ કરવા વૃતિમાં ગ્રંથકાર કહે છે કે “આ ધ્વનિ ૧. વસ્તુધ્વનિ, ૨. અલંકાર ધ્વનિ અને ૩. રસધ્વનિ (ભવધ્વનિ), વગેરે ધ્વનિ આમ, ત્રણ પ્રકારનો છે. આ ત્રણમાંથી જે પહેલો પ્રકાર - વસ્તુધ્વનિ છે તે મુખ્યાર્થ વગેરે અર્થના(ગૌણાર્થ, લક્ષ્યાર્થ વગેરે) બીજા પ્રકારોથી તદન જુદો છે. આ વસ્તુધ્વનિ કોઈ ઠેકાણે વાચ્યાર્થ વિધિરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ નિષેધરૂપ હોય છે. ધ્વ. આ. ૧.૪ તથા વૃત્તિમાં કહ્યું છે તેમ વસ્તુધ્વનિ (અલંકાર ધ્વનિ અને રસાદિધ્વનિ પણ), ભલે,વાચ્યાર્થના સામર્થ્યથી સૂચવાય છે કે વ્યંજિત થાય છે પણ એ વાચ્યાર્થથી તદન ભિન્ન હોય છે. ખરું જોતાં, ધ્વન્યાલોકની આ કારિકા(૧.૪)ની વૃત્તિમાં વ્યાપ્યાર્થ અને વ્યંગ્યાર્થીની સંપૂર્ણ ભિન્નતા હંમેશને માટે સ્થાપિત થાય છે: “સર્વેષ ર તેવું પ્રાપુ તથ વીચચત્વમ્ ' અર્થાત્ બધા જ પ્રકારનો ધ્વનિ વાચ્યાર્થથી જુદો જ હોય છે. ધ્વનિની શી જરૂર છે? એક તરફથી વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ અને બીજી તરફથી રસાદિ ધ્વનિનો ભેદ સમજાવતાં અભિનવગુપ્ત કહ્યું છે કે વસ્તુ કે અલંકાર (એ લૌકિક ધ્વનિ પ્રકારો) અભિધાશક્તિથી સૂચવી શકાય છે; પણ રસાદિરૂપ (અલૌકિક) ૧૭૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy