________________
અંદર ભાવના, રચનાસ્વરૂપ, ભાષાનું પોત, રસાનુભવનું એકકેન્દ્રી સ્વરૂપ, જીવંત કૃતિરૂપ તથા “સંદિગ્ધતા', બહુ-અર્થીપણું, સૂચિતતા, સંકુલતા, સમૃદ્ધતા, બહુપાશ્વતા, વ્યંગ, વિરોધાભાસ, તનાવ, સંઘર્ષ, વિપરીત્ય અને અભિનય, ઈગિત વગેરેથી સભર ભાષારૂપી માધ્યમનું કલ્પનાનિર્ભર સૌંદર્ય આ બધાનો સમાવેશ થઈ ગયો છે. અને સૌથી વિશેષ મહત્ત્વની વાત એ છે કે “નાટયશાસ્ત્રમાં ભરતમુનિએ અનેરી બુદ્ધિશક્તિથી વિભાવિત કરેલી અને અપૂર્ણ કૌશલથી સુસ્થાપિત કરેલી “રસની વિભાવનાને આનંદધનાચાર્ય તેમ જ અભિનવગુપ્તની ધ્વનિ-વિભાવનાએ પૂર્ણતઃ આત્મસાત્ કરી અપનાવી લીધી છે. આ અજોડ અર્થ જે કાવ્યમાં જ માત્ર સંભવે છે તેને જ કાવ્યાત્મા કે કાવ્યસારરૂપ તત્વ કહેવામાં આવે છે. સંગીત જેવી લલિતકળાઓમાં આ તત્ત્વનો જોટો જડે છે ખરો.
રસની વિભાવનાનો ભારપૂર્વક પુરસ્કાર કરવાની સાથે સાથે બધી જ સૌદર્યોત્પાદક બાબતોનો સમાવેશ કરી લેવાની દષ્ટિથી આ ધ્વનિસિદ્ધાન્તની સ્થાપના કરવામાં આવી છે.*
કાવ્યમાં ધ્વનિની પ્રધાન ભૂમિકાની દલીલનો સાર એ છે કે, મુખ્ય અને અમુખ્ય એ બન્ને જાણીતી વૃત્તિઓથી તંદન ભિન્ન એવી વ્યંજનાશક્તિ છે જે કાવ્યના સૌંદર્યનો પ્રાણ છે. આનંદવર્ધનના –
"यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृतस्वार्थो । ચાવ્યવિશેષ સ ધ્વનિિિત સૂfખ થતઃ ” (ધ્વ.આ.૧.૧૩) અને "तत्परावेव शब्दार्थों यत्र व्यंग्यं प्रति स्थितौ । ધ્વઃ સ વ વિષયો મન્તવ્ય: સંપતિઃ ”
(ધ્વ.આ. ૧.૧૩ની વૃત્તિનો સંગ્રહ-શ્લોક-3), અર્થાત્ “જેમાં અર્થ પોતે તેમ જ શબ્દ, પોતાના અર્થને ગૌણ બનાવી દઈને પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે એવા “કાવ્યવિશેષને વિદ્વાનો ધ્વનિ કહે છે.” (ધ્વ. આ. ૧.૧૩) અને “જ્યાં શબ્દ અને અર્થ બેઉ ધ્વનિને વરેલા હોય, જ્યાં વ્યંગ્ય અર્થ જ પ્રધાન હોય અને જ્યાં કોઈ પણ અલંકારના અનુપ્રવેશની સંભાવના નથી એ ધ્વનિનું ક્ષેત્ર છે.” (ધ્વ.આ. ૧.૧૩ની વૃત્તિનો સંગ્રહશ્લોક ૩)
– આ શબ્દોમાં ધ્વનિસિદ્ધાન્તનો સાર આવી જાય છે. આ જ ધ્વનિનો સર્વકાલીન, શ્રેષ્ઠ કાવ્યસિદ્ધાન્ત છે.
૧૭૮