________________
રીતે કહેવાય ? આનો જવાબ એ છે કે પહેલાં જે ઉપમા, રૂપક વગેરે અલંકાર તરીકે રહી ચૂક્યો છે તે અલંકાર જ અલંકાર્ય કે વ્યંગ્ય અર્થ બની જાય છે ત્યારે પણ, કેમકે એ અગાઉ અલંકાર(વાચ્યાર્થ) એ નામથી જ ઓળખાતો હતો તેથી, હવે તે વાચ્યાર્થ નથી તો પણ તે પોતાનું અગાઉનું નામ જાળવી રાખે છે અને તેથી અલંકારધ્વનિ તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં, જે અંલકાર શબ્દ વાચ્યાર્થની યાદ અપાવે છે અને કેવળ શબ્દાર્થના વૈચિત્ર્યનો બોધ કરાવે છે તેને કાવ્યાત્મા ધ્વનિ તરીકે ઘટાવી ન શકાય, પણ ‘બ્રાહ્મણશ્રમણ’ ન્યાયે એને અલંકારધ્વનિ કહેવામાં આવે છે. ‘બ્રાહ્મણશ્રમણ’ ન્યાયનો અર્થ એ છે કે આજે જે માણસ શ્રમણ(બૌદ્ધ સાધુ) છે તે પૂર્વે બ્રાહ્મણ હતો. આ ‘બ્રાહ્મણશ્રમણ’ ન્યાયદ્વા૨ા અલંકારધ્વનિની સમજ આપવાનો લોચનમાં, કાવ્યપ્રકાશમાં, કાવ્યાનુશાસનમાં અને સાહિત્યદર્પણમાં પ્રયત્ન થયો છે. જો કે લોચનની ‘બાલપ્રિયા' ટીકાની પાદટીપમાં અલંકારધ્વનિને ‘બ્રાહ્મણશ્રમણ’ ન્યાયથી સમજાવવામાં મુશ્કેલી છે તેવું સૂચન મળે છે. આમ, અલંકાર ભંગ્યાર્થને માટે અલંકારધ્વનિ એ સંજ્ઞા કેવળ સગવડ ખાતર છે; વાસ્તવિક નથી. લૌકિ અર્થના આ વસ્તુધ્વનિરૂપ અને અલંકારધ્વનિરૂપ ભેદ, વ્યંગ્ય અર્થ હોવાથી, વાચ્ય ન જ હોય; તો પણ તે વિધિ વગેરે રૂપે હોય છે ત્યારે તેમનો વાચ્યાર્થ સાથે સંબંધ જોવા મળે છે એથી તેમનું વાચ્યતાયુક્તપણું સંભવે છે; તેથી તેમને લૌકિક કહ્યા છે.
પણ જે ત્રીજો ધ્વનિપ્રકાર રસાદિધ્વનિ છે તેમાં સ્વપ્રેય વાચ્યત્વનો સ્પર્શ સંભવી શકતો નથી અને તે પ્રકાર કેવળ કાવ્યમાં જ સંભવે છે. અહીં રસાદિ એ સંજ્ઞા રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ વગેરે બધા જ પ્રકારના ધ્વનિને માટે પ્રયોજાઈ છે. આ રસાદિ ધ્વનિ કદી સ્વશબ્દવાચ્ય નથી. એ તો કેવળ વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવના સંયોગથી જ આસ્વાદયોગ્ય બને છે. એ હંમેશાં વ્યંગ્ય જ હોય છે. તેથી તેને અલૌકિક, અસાધારણ કે શ્રેષ્ઠ ધ્વનિપ્રકાર કહ્યો છે. ‘ધ્વનિ’ એ સ્થિતિસ્થાપક સંજ્ઞા છે
ધ્વનિ-વિચાર બધી જ પ્રચીન કાવ્યવિચારણાઓ પર છવાઈ ગયો છે. એટલું જ નહીં પણ એ સમયે પ્રવર્તતા બીજા બધા જ કાવ્યસંપ્રદાયોને ટપી જઈને, ધ્વનિ-વિચારે, એ બધા સંપ્રદાયોને સ્થાનભ્રષ્ટ કર્યા છે. આનું પ્રમુખ કારણ એ છે કે ધ્વનિ-વિચારે વાણીના અભિધારૂપને તથા સંકેતિત અર્થને પૂરેપૂરો જાકારો આપ્યો છે અને ભાષાના ઊર્મિમૂલક કે સાહિત્યિક સ્વરૂપના શ્રેષ્ઠ પાસાનો ધ્વનિવિચાર પ્રતિનિધિ બની ગયો છે. ઉપરાંત, ધ્વનિના સ્થિતિસ્થાપક ખ્યાલની
૧૨
66.