________________
લાવણ્યની જેમ જ, પ્રતીયમાન અર્થ એ કાવ્યની સુંદરતાનો સર્વસ્વીકૃત સ્રોત છે. ધ્વન્યાલોકની ઉપરોક્ત કારિકા(૧.૪)ની વૃત્તિમાં આનંદવર્ધન, ‘લાવણ્યએ સહૃદયોનાં લોચનોને અમૃતતુલ્ય નીવડતું કોઈ અનેરું તત્ત્વ છે એમ કહે છે અને ઉમેરે છે કે, “આ પ્રતીયમાન અર્થનું પણ એવું જ છે.” એટલે કે, આ પ્રતીયમાન અર્થ પણ આનંદામૃત જ છે.
ધ્વનિની વ્યાખ્યા કરવામાં, એના ત્રણ ભેદ પાડવામાં તેમજ ઉદાહરણો આપવામાં, શ્રીહેમચન્દ્રાચાર્ય, ધ્વન્યાલોકના શબ્દો અને શૈલીને બરાબર અનુસરે. છે. “કાવ્યનુશાસન'નું ઓગણીસમું સૂત્ર(૧.૧૯), તેના પરની વૃત્તિ તથા “વિવેક ટીકાના અંશો સાથે ધ્વન્યાલોકની સંબંધિત વિષયની ચર્ચાને બરાબર સરખાવતાં આ નિરીક્ષણ સાચું લાગ્યા વિના રહેશે નહીં. . ત્રણ પ્રકારનો ધ્વનિ - ઓગણીસમી સૂત્રની વૃત્તિમાં “મુખ્યાર્થ', “ગૌણાર્થ અને “લક્ષ્યાર્થથી ભિન્ન અને ભાવકની પ્રતીતિનો વિષય થતા “વ્યંગ્ય અર્થની વ્યાખ્યા કરીને એ જ વ્યંગ્યને પૂર્વાચાર્યોએ “ધ્વનિ' એવી સંજ્ઞા આપી છે એવું જણાવીને, શ્રી હેમચંદ્રાચાર્યે, ધ્વનિના ત્રણ ભેદ દર્શાવ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ એવાં ત્રણ નામોથી ઓળખાતા ધ્વનિના આ ત્રણ ભેદો, “ધ્વન્યાલોક' તથા લોચનમાં પ્રાપ્ત થતા ત્રિશિખર ધ્વનિને અનુસરે છે. પણ એ ત્રણ ભેદોનું સ્વરૂપ ગ્રંથકારે વિવેક' વ્યાખ્યામાં સમજાવ્યું છે; વૃત્તિમાં નહીં. અહીં ગ્રંથકાર કહે છે કે કાવ્યમાં પ્રતીયમાન કે વ્યંગ્ય અર્થ બે પ્રકારનો છે: ૧. લૌકિક અને ૨. અલૌકિક. આમાથી પહેલો, લૌકિક અર્થ, શબ્દાભિધાનયોગ્ય એટલે કે શબ્દથી કહેવો શક્ય હોઈ, ૧ અવિચિત્રાત્મા અને વિચિત્રાત્મા એમ બે પ્રકારનો છે. આમાં “વિચિત્ર' શબ્દનો અર્થ થાય છે અલંકૃત કે ધ્યાનાકર્ષક. આમ, લૌકિક અર્થનો પ્રથમ પ્રકાર અવિચિત્રાત્મા એટલે કે અલંકૃત નહીં પણ સાદો વિચાર ? માત્ર-વસ્તુમાત્રરૂપ અર્થ છે જે વસ્તુધ્વનિ કહેવાય છે. જ્યારે બીજો વિચિત્રાત્મા એ અલંકિત અર્થ છે જે અલંકાર ધ્વનિ કહેવાય છે. આમ વસ્તુધ્વનિ તથા અલંકારધ્વનિ અને વિચારોને સૂચિત કરે છે; ફરક એટલો છે કે વસ્તુધ્વનિમાં સાદો, અનલંકૃત વિચાર વ્યંજિત થાય છે. જ્યારે અલંકારધ્વનિમાં અલંકૃત વિચાર વ્યંજિત થાય છે. અલંકાર ધ્વનિમાં વ્યંગ્યાથે જ પ્રધાન છે પણ તેમાં અલંકાર છે તે જ અલંકાર્ય બને છે એટલે કે એમાં અલંકાર જ ધ્વનિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ અલંકાર્ય કે જે અલંકૃત વિચાર જ છે તેને અલંકાર કેવી
૧૭૬ -