SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઉદ્યોતની ચોથી કારિકામાં પ્રતીયમાન અર્થનું સ્વરૂપ વર્ણવ્યું છે તે ઉલ્લેખપાત્ર છે. પ્રતિમાને પુરવ...' ઇત્યાદિ શબ્દોમાં એમણે કહ્યું છે કે સ્ત્રીના લાવણ્યની માફક, કાવ્યાનાં વિવિધ અંગો અને તત્ત્વોથી ભિન્ન એવો કોઈ બીજો જ અર્થ મહાકવિઓની વાણીમાં વિલસે છે તે જ પ્રતીયમાન અર્થ છે. આ અર્થ કદાપિ વાચ્ય કે લક્ષ્ય નથી હોતો – પણ હંમેશાં કાવ્યનો આસ્વાદ લેનાર સંવેદનશીલ સહૃદયદ્વારા અનુભવાય છે. ધ્વન્યાલોકની ઉપરોક્ત કારિકામાં પ્રતીયમાન અર્થનું આ “સહૃદયગ્લાધ્ય” સ્વરૂપ બરાબર પ્રગટ થાય છે. કેમકે, એમાં, સ્ત્રીના આકાર અને અલંકારોથી જેમ એનું લાવણ્ય સ્પષ્ટ રીતે ભિન્ન હોય છે અને રસિક જનોનાં હૃદય, એ સ્ત્રી લાવણ્યમૃતની ચંદ્રિકા છે એવું અનુભવથી પ્રમાણે છે, તેવી જ રીતે પ્રતીયમાન અર્થ, કાવ્યના વાચ્યાર્થ, લક્ષ્યાર્થ વગેરે અર્થોથી તદન ભિન્ન અર્થ છે અને સહદયો પોતાના હૃદયથી એ અર્થની પ્રતીતિ કરે છે એ મુદો ભારપૂર્વક પ્રસ્તુત થયો છે. આમ, વાચ્યાર્થ કદાપિ પ્રતીયમાન અર્થની તોલે આવી શકતો નથી. કેમકે પ્રતીયમાન અર્થ તો કાવ્યનો આત્મા છે; સહૃદયગ્લાધ્યાઃ” અને “કાવ્યસારરૂપતથાસ્થિતઃ' એ અર્થ કાવ્યનું સર્વસ્વ છે. સુંદર સ્ત્રીના અંગેઅંગમાં વ્યાપેલા લાવણ્યની જેમ પ્રતીયમાન અર્થનો પ્રભાવ ખાળી શકાતો નથી. અભિનવગુપ્ત સમજાવે છે કે સ્ત્રીનું ‘લાવણ્ય' એના દેખાવ વગેરેથી સૂચવાય છે – પણ એ લાવણ્ય, સ્ત્રીના દેખાવ વગેરેથી તદન ભિન્ન ધર્મ છે જે આપણા મનને હરી લે છે. આમ, લાવણ્ય, કેવળ દોષરહિત કે અલંકારમંડિત શરીરથી નથી વરતાતું; કેમકે શરીરની એક પણ ખોડખાંપણ વિનાની તથા ઘરેણાંથી શણગારેલી સ્ત્રી પણ લાવણ્યહીન લાગતી હોય છે. જ્યારે બીજી તરફ ઉપરોક્ત આકાર-અલંકાર વિનાની સ્ત્રી પણ ઘણીવાર સહૃદયોને લાવણ્યામૃતની ચંદ્રિકા જણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે લાવણ્ય એ “અન્વય” કે “વ્યતિરેક' સંબંધથી નથી વરતાતું. એટલે લાવણ્ય, સ્વાભાવિક રીતે જ દોષ, ગુણ અને અલંકારથી સ્વતંત્ર, નિરપેક્ષ ધર્મ છે અને એ, બીજાં ભૌતિક તત્ત્વોથી તદન ભિન્ન, અનન્ય ચમત્કૃતિકારક ધર્મ છે. લાવણ્યની માફક કાવ્યાત્મારૂપ પ્રતીયમાન અર્થ એ કેવળ દોષના અભાવ કે ઉપમા વગેરે અલંકારોના સદ્ભાવથી પૂરેપૂરો ભિન્ન છે અને એ કાવ્યશરીરના “લાવણ્ય' રૂપ છે. આ પ્રતીયમાન અર્થરૂપી લાવણ્યને, કાવ્યના સાચા રસિયાઓ, હંમેશાં માણે છે; પ્રમાણે છે. તેથી તેનું અસ્તિવ એ ઇનકાર ન કરી શકાય તેની બાબત છે. મહાકવિઓની કૃતિઓમાં વ્યાપી રહેતો અને તેમાંથી છલકાતો અનુભવસિદ્ધ અર્થ આ જ છે. આમ, ૧૭૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy