________________
એ વ્યંજનાનું કારણ નથી, પણ એની સહાયક છે, સહકારી છે એટલું જ માનવાનું છે. આમ લક્ષણાના “ગંગાયાં ઘોષ:” એ દાખલામાં, “ગંગા' એ શબ્દ દ્વારા જ પ્રયોજનની પ્રતીતિ થાય છે નહિ કે અભિધાદ્વારા(કેમકે “ગંગા' શબ્દમાં પ્રયોજન માટેનો સંકેત નથી) અથવા લક્ષણાકારા કે જે માત્ર ગંગાતાટનો જ બોધ કરાવે છે. આમ, શૈત્ય-પાવનત્વ(પ્રયોજન) વ્યંજનાથી જ સૂચિત થાય છે. “ગંગા શબ્દ, લક્ષણા વડે ‘તટ’નો અર્થ આપવા ઉપરાંત વ્યંજના વડે શૈત્યપાવનત્વ(પ્રયોજન)ની પ્રતીતિ કરાવવા સમર્થ છે. શાબ્દી અને આર્થી વ્યંજના
એ વાત ઉલ્લેખપાત્ર છે કે લક્ષણામૂલા શાબ્દી વ્યંજના, પ્રયોજન વતી લક્ષણામાં જ સંભવે છે.પણ અભિધામૂલા વ્યંજનાનો સંબંધ નાનાર્થ(અનેકાર્થ) શબ્દો સાથે છે. જ્યાં અભિધા એક જ શબ્દ પૂરતી નિયંત્રિત થાય છે; પણ એના વડે બીજો અર્થ પ્રાપ્ત થાય છે. અને જે ઉદાહરણો શાબ્દી વ્યંજનામાં આવતાં નથી તે સ્વાભાવિક રીતે જ, આર્થી વ્યંજનામાં આવી જાય છે. જેમકે, “નિઃશેષટ્યુત', એ શ્લોકમાં આવતો “અધમ શબ્દ આર્થી વ્યંજનાનો દાખલો છે. - ધ્વનિસિદ્ધાન્ત કે વ્યંજનાવ્યાપારની પશ્ચાદ્ભૂમિકારૂપે આ માહિતી ઉપયોગી છે. હવે સૂત્ર ઓગણીસમાની વૃત્તિ કે જે ધ્વન્યાલોક, લોચન તેમજ કાવ્યપ્રકાશને મહદંશે અનુસરે છે તેની સમીક્ષા પ્રસ્તુત છે. શ્રી હેમચંદ્રાચાર્યનું ધ્વનિ-નિરૂપણ
સૂત્ર ઓગણીસમાં શ્રી હેમચંદ્રાચાર્ય વ્યંગ્ય અર્થ અથવા ધ્વનિનું નિરૂપણ કર્યું છે. તેથી તેમણે વૃત્તિમાં ધ્વનિની અર્થ તરીકે સમજૂતી આપતાં પૂર્વાચાર્યોનાં જાણીતાં વચનો રજૂ કર્યા છે. આ ધ્વનિ ત્રણ પ્રકારનો છે : વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ. આ ત્રણમાંથી પહેલો, વસ્તુધ્વનિ, મુખ્યાર્થ, ગૌણાર્થ તેમજ લક્ષ્યાર્થથી તદન જુદો છે. ટૂંકમાં, એ, બીજા બધા અર્થોથી ભિન્ન છે. આમ, વસ્તુધ્વનિ એ પ્રતીયમાન અર્થનો પ્રકાર છે - અને, અભિનવગુપ્ત કહે છે તેમ, પ્રતીયમાન અર્થ, ભાષાની ચતુર્થ કક્ષા કે ચોથા સ્તરે રહેલો હોય છે. શ્રી હેમચન્દ્રાચાર્યું સૂત્ર(૧૯)માં “પ્રતીયમાન' શબ્દ પ્રયોજ્યો છે પણ વૃત્તિમાં પ્રતીતિવિષય' એ શબ્દો વાપર્યા છે એના અનુસંધાનમાં, વધુ સ્પષ્ટતા કરવા માટે, “વિવેક ટીકામાં લખ્યું છે કે “પ્રતીતિવિષય' શબ્દથી ધ્વનિની સ્વસંવેદનસિદ્ધતા દર્શાવી છે. આ અંગે શ્રીમાન આનંદવર્ધને “ધ્વન્યાલોકના
૧૭૪