SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાકરણના મતે, સ્ફોટ એ ધ્વનિ છે અને, સ્ફોટરૂપ નિત્ય શબ્દને સૂચવતા વર્ણો પણ છે(ધ્વનિતીતિ ધ્વનિ:). વૈયાકરણોના મતને અનુસરીને, પણ તેમની ધ્વનિ-વિભાવનાને પૂરેપૂરી વિકાસાવીને, મુખ્યત્વે ધ્વનિવાદી આલંકારિકો પ્રતીયમાન અર્થને સંયુક્ત રીતે અને અલગ અલગ વ્યંજિત કરતા વાચક શબ્દોને તથા વાચ્ય અર્થોને ધ્વનિ સંજ્ઞાથી ઓળખાવે છે. અભિનવગુપ્ત, ધ્વનિત કરે છે તે શબ્દધ્વનિત થાય છે તે અર્થ અને ધ્વનન કે વ્યંજનાવ્યાપાર એ સર્વ બાબતોનો ખૂબ જ કુશળતાપૂર્વક, ધ્વનિ' સંજ્ઞાના અર્થમાં સમાવેશ કર્યો છે. આ જ વસ્તુ મમ્મટે પણ કાવ્યપ્રકાશ(૧.૪ની વૃત્તિ)માં કહી છે : “વધેર્વેયર : प्रधानभूतस्फोटरूपव्यंग्यव्यंजकस्य शब्दस्य ध्वनिरिति व्यवहारः कृतः । अतस्तन्मतानुसारिभिरन्यैरपि न्यग्भावितवाच्यव्यंजनक्षमस्य शब्दार्थयुगलस्य ।" “અર્થાત્ વિદ્વાન વૈયાકરણોએ મુખ્ય એવા સ્ફોટરૂપ વ્યંગ્યના વ્યંજક શબ્દને માટે ધ્વનિ' શબ્દનો ઉપયોગ કર્યો છે. અને, એટલે જ તેમના મતને અનુસરનારા બીજાઓએ પણ વાચ્યાર્થને ગૌણ કરી દેતા અને વ્યંગ્યાર્થિને સૂચવવા સમર્થ શબ્દાર્થયુગલને ધ્વનિ' કહ્યો છે. '' મમ્મટના આ શબ્દો, ખરું જોતાં, ધ્વન્યાલોક' (૧.૧૩ની વૃત્તિ)ના શબ્દોને કંઈક ચુસ્તતાથી તથા પરિભાષિક રૂપમાં, પુનઃ રજૂ કરે છે. અને અન્ય વિર્તિ મૈત્વે રૂપમેવાતાં ધ્વનિ !' (ધ્વ. આ. ૧.૧૪-૫) એ કારિકાની વૃત્તિમાં આનંદવર્ધન ફોડ પાડીને કહે છે કે, જે ઠેકાણે વાચ્ય-વાચક વડે, વાચ્ય સિવાયનો અર્થ પ્રગટ થતો હોય અને એ અર્થમાં જ બોલનારનું તાત્પર્ય હોવાથી, એનું પ્રયોજનરૂપે પ્રકાશન થતું હોય અને વ્યંગ્યાર્થ જ પ્રધાન હોય ત્યાં ધ્વનિ છે.” એક વાત ખાસ નોંધની જોઈએ કે ધ્વનિવાદીઓના મતે, શબ્દ માત્ર વાચક હોય કે માત્ર લક્ષક હોય પણ એ કેવળ વ્યંજક કદાપિ ન હોય. અર્થાતુ, વાચ્યાર્થ કે લક્ષ્યાર્થનો બોધ કરાવવાની સાથે સાથે જ શબ્દ વ્યંગ્યાર્થનું ઘતન કરે છે. ટૂંકમાં, વ્યંજના હંમેશાં લક્ષણા કે અભિધાની સાથે પ્રવર્તે છે. આ વાત બીજી રીતે કહીએ તો શાબ્દી વ્યંજના એ કાં તો લક્ષણામૂલા હોય છે અથવા અભિધામૂલા હોય છે. વ્યંગ્યાર્થ એ વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ ઉપરાંતનો અર્થ છે.એ વાચ્યાર્થ કે લક્ષ્યાર્થને બદલે પ્રવૃત્ત થતો અર્થ નથી. વ્યંગ્યાર્થિની બાબતમાં, શબ્દના બે વ્યાપારો એકી સાથે માનવા પડે છે - વ્યંજના અને લક્ષણા અથવા વ્યંજના અને અભિધા. “પ્રદીપ'કારે શાબ્દીવ્યંજનાને શબ્દાનિષ્ઠા કહી છે અને એના અભિધામૂલા અને લક્ષણામૂલા એવા બે ભેદ દર્શાવ્યા છે. પણ, લક્ષણામૂલા વ્યંજનામાં, લક્ષણા ૧૭૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy