________________
સ્ત્રીનું ખરું સૌંદર્ય કે ‘લાવણ્ય' જેમ તેના શરીરના આકાર, વેશભૂષા, ઘરેણાં કે પ્રસાધનો કરતાં કોઈ જુદી જ વસ્તુ છે તેમ કાવ્યનું ખરું સૌંદર્ય, શબ્દાર્થના અલંકારો, ગુણો તથા બાહ્ય તત્ત્વોથી જુદી જ વસ્તુ છે. એ તો સમગ્ર રચનાનું સૌંદર્ય છે - એના અંશોનું કે બાહ્ય અલંકારોનું નહીં. આમ, અલંકાર, ગુણ, રીત, વૃત્તિ અને સંઘટના જેવાં કાવ્યનાં અન્ય તત્ત્વોથી ભિન્ન અને એ બધામાં સર્વોપરિ છે ધ્વનિ કે વ્યંગ્યાર્થ. કાવ્યમાં ગુણ હોય, અલંકાર હોય અને દોષ ન હોય - એટલા માત્રથી કાવ્ય સુંદર બની જતું નથી. પણ, બીજા બધા અર્થોથી ભિન્ન, પ્રતીયમાન અર્થ જ કાવ્યનો પ્રાણ છે, જેમ લાવણ્ય એ સ્ત્રીના સૌંદર્યનો પ્રાણ છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ અને બીજા મહાકવિઓનાં અમર કાવ્યોમાં આ પ્રતીયમાન અર્થ જ વ્યાપેલો હોય છે.
ન
આ પ્રતીયમાન કે વ્યંગ્યાર્થ ત્રણ પ્રકારનો છે; ‘ત્રિશાખ’ કે ‘ત્રિશિખર’ છે : ૧. વસ્તુધ્વનિ ૨. અલંકારધ્વનિ અને ૩. રસધ્વનિ. આ બધા જ પ્રકારોમાં, વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી તદ્દન જુદો હોય છે. ધ્વનિના આ ત્રણ પ્રકારોમાંથી, પ્રથમ બે, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ, શબ્દની વાચ્યાર્થ આપવાની શક્તિથી પ્રગટ થઈ શકે છે. પણ ત્રીજો અને છેલ્લો, રસધ્વનિ, કદી પણ વાચ્ય હોતો નથી; કેમકે તે હંમેશાં વ્યંગ્ય જ હોય છે.
અભિનવગુપ્તે ધ્વનિના ૧. લૌકિક અને ૨. અલૌકિક એવા બે ભેદ પાડયા છે. અને વસ્તુનિ તથા અલંકારધ્વનિનો લૌકિક ધ્વનિમાં સમાવેશ કર્યો છે. પણ રસધ્વનિને અલૌકિક ગણ્યો છે અને તેને શ્રેષ્ઠ ધ્વનિપ્રકાર માન્યો છે. આ રસધ્વનિ કેવળ કાવ્યમાં જ સંભવે છે - òાવ્યવ્યાપŘોવર: અને તે કદી વાચ્ય થતો નથી; પણ વિભાવાનુભાવાદિની ઉચિત સંયોજનાથી જ રસધ્વનિનો આસ્વાદ લઈ શકાય છે. આ જ સર્વોપરિ ધ્વનિ છે. સાચો ધ્વનિ છે. શ્રેષ્ઠ કાવ્યાત્મા છે.
‘ધ્વનિ’ શબ્દનો અર્થ
અભિનવગુપ્તના મતે ધ્વનિ’ એ સંજ્ઞા શબ્દને, અર્થને તથા વ્યંજનાવ્યપારને જુદી જુદી રીતે તથા સમગ્ર રીતે લાગુ પડે છે. ‘કાવ્ય’સમગ્રને માટે પણ ‘ધ્વનિ’ શબ્દ યોજાય છે. આમ ધ્વનિ' એટલે ૧. વ્યંજક શબ્દ ૨. વ્યંગ્યાર્થનો વાહક વાચ્યાર્થ ૩. વ્યંગ્ય અર્થ ૪. વ્યંજનાશક્તિ અને ૫. વ્યંગ્યકાવ્ય કે ધ્વનિકાવ્ય. આ ધ્વનિ એ સાહિત્યમીમાંસાનો ખૂબ જ વિકસિત સંપ્રત્યય છે અને તે વૈયાકરણોના ધ્વનિથી ખૂબ દૂર નીકળી ગયેલો કાવ્યાર્થ છે.
૧૭૨