________________
માત્ર શબ્દાર્થથી જ કાવ્ય રચાય છે અને વાચ્યાર્થમાં જ અનેરું ચારુત્વ છે. આથી જુદો ધ્વનિ વળી કેવો હોય? બીજા મત મુજબ, ધ્વનિ એ “ભાક્ત” એટલે કે લક્ષ્યાર્થ જ છે. ધ્વનિને ગુણવૃત્તિ કે લક્ષણા માનનારાઓએ ધ્વનિતત્વને સહેજ સ્પર્શ કર્યો છે પણ ધ્વનિનો પૂરેપૂરો તાગ મેળવી શક્યા નથી. અને છેલ્લે, ત્રીજા મત મુજબ, ધ્વનિની વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે તેથી ધ્વનિતત્ત્વ વાણીને અગોચર છે; કેવળ હૃદયથી જ એ જાણી શકાય છે.
આ ધ્વનિવિરોધી મત પ્રચલિત હોવા છતાં, વધુને વધુ વિચારકો ધ્વનિસિદ્ધાન્તનો પુરસ્કાર કરતા રહ્યા અને અંતે, ધ્વનિને, કાવ્યના આત્માનો ગૌરવભર્યો દરજ્જો પ્રાપ્ત થયો. ધ્વનિનું સ્વરૂપ અને ધ્વનિના પ્રકારો
ધ્વન્યાલોક ગ્રંથમાં આનંદવર્ધનાચાર્ય અને “ધ્વન્યાલોકની ‘લોચન ટીકામાં અભિનવગુપ્તપાદાચાર્ય ૧. “ધ્વનિ' એ શબ્દની ઉત્પત્તિ (૨) ધ્વનિનો અર્થ અને (૩) ધ્વનિવ્યાપાર એ ત્રણે બાબતોનું વિવરણ કર્યું છે.
ધ્વનિ કે વ્યંજનાના સ્વરૂપ વિશે મતમતારો હતાં. અભિનવગુપ્ત આવા પાંચ મતોની ચર્ચા કરી છે અને કના અલંકારસર્વસ્વ” પરની ‘વિમર્શિની’ ટીકાના લેખક જયરથે, ધ્વનિનો વિરોધ કરતા બાર મતોનો ઉલ્લેખ કર્યો છે. પણ આમાંના મોટાભાગના વિરોધી મતો વાચ્યાર્થની આસપાસ કેન્દ્રિત હતા અથવા બહુબહુ તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ પર મદાર રાખીને દલીલો કરતા હતા. આથી આ બધા જ ધ્વનિવિરોધીઓને, “વાચ્યાર્થવાદી એ એક જ શબ્દથી ઓળખાવવામાં આવે છે; બલકે, “ધ્વન્યાલોકની બીજી જ કારિકા(૧.૨)માં, અર્થના (૧) વાગ્યે અને (૨) પ્રતીયમાન એવા બે પ્રકારો દર્શાવ્યા છે અને વાચ્ય અર્થને “પ્રસિદ્ધ એટલે કે સામાન્ય અથવા લૌકિક અર્થ ગણ્યો છે. જ્યારે “પ્રતીય માન” કે વ્યંગ્ય અર્થને અસામાન્ય કે અલૌકિક ગણ્યો છે. આ અલૌકિક અર્થ, જે પ્રતીયમાન કે વ્યંગ્ય અર્થ કહેવાય છે તે વાચ્યાર્થથી તદન જુદો હોય છે અને એ જ કાવ્યનો આત્મા છે. ‘ધ્વન્યાલોક' (૧.૪)માં આ પ્રતીયમાન અર્થ વિશે કહ્યું છે કે - ..
प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् ।
यत्तत्प्रसिद्धावयवातिरिक्तिं विभाति लावण्यमिवाङ्गनासु ॥ અર્થાત્ “આ પ્રતીયમાન અર્થ તો મહાકવિઓની વાણીમાં રહેલી પ્રસિદ્ધ અવયથી ભિન્ન, સુંદર સ્ત્રીના સમગ્ર દેહમાં વ્યાપી રહેતા લાવણ્ય જેવી, તદન જુદી જ વસ્તુ છે.”
૧૭૧