________________
સૂચિત અર્થ કહે છે. ધ્વનિએ શબ્દનો અર્થ છે – જે સૂચવાય છે તે અર્થ : ‘ધ્યતે (ચ) દ્યોત્યત તિ ધ્વનિ: શ્રી હેમચન્દ્રાચાર્ય તેમજ કાવ્યપ્રકાશના ટીકાકાર માણિક્યચન્દ્ર પણ “áતે ચોત્યતે રૂતિ ધ્વનિર્વ્યયમ્' એ શબ્દોમાં ધ્વનિની સમજૂતી આપે છે. આ ધ્વનિ જ કાવ્યનો આત્મા છે. વ્યંગ્યાર્થ, ધ્વન્યર્થ, ઘોતિતાર્થ, સૂચિતાર્થ એ બધાનો અર્થ એક જ છે. “áતે ( તે) દોત્યતે અર્થ: કનૈન તિ ધ્વનિઃ' એ સમજૂતી મુજબ ધ્વનિ એટલે વ્યંજક શબ્દ પણ ‘ધ્ધન્યતે દોત્યતે રૂતિ ધ્વનિર્ચ થમ્' એ હેમચન્દ્રાચાર્યે તથા માણિક્યચંદ્ર આપેલી બીજી સમજૂતી મુજબ ધ્વનિ એટલે વ્યંગ્ય(અર્થ).
“ધ્વનિ'નો અર્થ સમજાવતાં મમ્મટ કહે છે કે “વૈયાકરણએ મુખ્ય એવા સ્ફોટરૂપ વ્યંગ્યના ભંજક શબ્દ માટે “ધ્વનિ” શબ્દ પ્રયોજયો છે.” એટલે કે, વૈયાકરણોના મતે, મોઢેથી ઉચ્ચારાતા શબ્દથી, નિત્ય શબ્દ જે સ્ફોટ તે વ્યક્ત થાય છે. અને તે આપણને અર્થનો બોધ કરાવે છે. એ સ્ફોટને વ્યક્ત કરનાર જે શબ્દ છે તેને વિદ્વાન વૈયાકરણો ધ્વનિ' કહે છે. આમ શબ્દ એ સ્ફોટનો ધ્વનિ છે. આપણે :(ગાય)એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે ?' એ,સ્ફોટરૂપ :(ગાય)નો ધ્વનિ છે. મમ્મટના શબ્દોમાં, સ્ફોટરૂપ વ્યંગ્યનો વ્યંજક શબ્દ તે ધ્વનિ.આ “ધ્વનિ' એ સંજ્ઞા, વૈયાકરણોના મતને અનુસરનારઆલંકારિકોએ કાવ્યશાસ્ત્રમાં અપનાવી લીધી છે અને તેઓ મુખ્યઅર્થને ગૌણ બનાવીને, વ્યંગ્યાર્થિને સૂચિત કરનાર શબ્દ તથા અર્થ બન્નેને “ધ્વનિ' કહે છે. મમ્મટ ધ્વનિ'એ સંજ્ઞા, શબ્દ તથા અર્થ બન્ને માટે, અર્થાત “કાવ્ય' માટે વાપરે છે એ સ્પષ્ટ છે. અને એ પણ સ્પષ્ટ છે ધ્વનિ એ અર્થ માત્ર સાહિત્યમાં જ પ્રાપ્ત થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે વીસમા સૂત્રમાં વ્યંજનાવ્યાપારની વ્યાખ્યામાં કહ્યું છે તેમ, આ વ્યંગ્યાર્થ કે ધ્વનિ, સંવેદનશીલ અને કલ્પનાપટુ ભાવકની કે “સહૃદયની અપેક્ષા રાખે છે. ધ્વનિસિદ્ધાન્ત
ધ્વનિસિદ્ધાન્ત અનુસાર, ધ્વનિ એ કાવ્યને આત્મા છે અને એ, “વ્યંજના'. નામના શબ્દના તદન જુદા વ્યાપાર દ્વારા વ્યક્ત થાય છે. આ ધ્વનિ, અર્થરૂપે, હંમેશાં વ્યંગ હોય છે અને તે, વાચ્ય, ગૌણ તથા લક્ષ્ય અર્થથી તદન જુદો હોય છે. ધ્વન્યાલોક'માં અલંકારશાસ્ત્રના ત્રણ જુદા જુદા પ્રાચીન મતોનો ઉલ્લેખ છે જે ધ્વનિનો કાવ્યના આત્મા તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી. આ ત્રણ મતો ધરાવનાર છે (૧) ધ્વન્યભાવવાદીઓ (૨) લક્ષણાવાદીઓ કે ભાતવાદીઓ અને (૩) અનિર્દેશ્યવાદીઓ. આમાંથી પહેલા મત મુજબ, ધ્વનિ છે જ નહીં,
૧૭૦