SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂંઢવ્યંગ્યસહિત અને અગૂઢભંગ્યસહિત. મમ્મટે ગૂઢવ્યંગ્યસહિત લક્ષણાના ઉદાહરણ તરીકે મુd વિકસિતfમાં... ઈત્યાદિ સુંદર શ્લોક રજૂ કર્યો છે અને અગૂઢવ્યંગ્યસહિત લક્ષણાના ઉદાહરણ તરીકે શ્રીપરિવથી ગડા પ... ઈત્યાદિ શ્લોક રજૂ કર્યો છે. કેમકે, મમ્મટની પ્રયોજનવતી લક્ષણા ભંજના વ્યાપારથી સમજાય છે; તેથી, લક્ષણાના નિરૂપણમાંથી જ શબ્દની ત્રીજી વૃત્તિ એટલે કે વ્યંજનાવૃત્તિની ચર્ચા ઉપસ્થિત થાય છે. મમ્મટે પ્રયોજનવતી લક્ષણાના પહેલાં છ પ્રકાર દર્શાવ્યા છે. એ દરેકના ગૂઢયંગ્ય અને અગૂઢવ્યંગ્ય એમ બે ભેદ વ્યંગ્યને આધારે પાડ્યાં છે. એટલે પ્રયોજનવતી લક્ષણા બાર પ્રકારની થાય છે. એમાં રૂઢિમૂલા લક્ષણા – જેનો કોઈ પેટા પ્રકાર નથી – નો એક પ્રકાર ઉમેરતાં લક્ષણા તેર પ્રકારની થાય છે. વ્યંગ્ય અર્થ કે “ધ્વનિ' વાચ્યાર્થ, ગૌણાર્થ અને લક્ષ્યાર્થએ ત્રણ પ્રકારના અર્થોનું વિવેચન કર્યા પછી હવે ચોથા પ્રકારના અર્થનું નિરૂપણ કરવું અપેક્ષિત છે. આથી, કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ઓગણીસમા સૂત્ર(૧.૧૯)માં, શ્રી હેમચન્દ્રાચાર્ય, વ્યંગ્ય અર્થ કે કાવ્યાત્મારૂપ ધ્વનિનું વિવરણ હાથ ધરે છે. અને પ્રથમ તેની વ્યાખ્યા આપે છેઃ અધ્યાત્ ઐતિરિ: પ્રતીયાનો ચંપો ધ્વનિ | અર્થાત્ “મુખ્યાર્થ વગેરેથી જુદો અને સૂચિત થતો જે વ્યંગ્યાથે તેને ધ્વનિ કહે છે.” અલંકારચૂડામણિ' વૃત્તિમાં સૂત્રાર્થની સ્પષ્ટતા કરવામાં આવી છેઃ મુખ્યાર્થ, ગણાર્થ અને લક્ષ્યાર્થ એ ત્રણેય અર્થોથી જુદા અને પ્રતીતિનો વિષય થતા અર્થને વ્યંગ્ય અર્થ કહે છે. એને જ પ્રાચીન આચાર્યોએ ધ્વનિ એવું નામ આપેલું છે અને áચત એટલે તે એટલે જે સૂચિત કરાય છે એવી એની સમજૂતી આપી છે. એ ધ્વનિ ૧. વસ્તુધ્વનિ, ૨. અલંકારધ્વનિ અને ૩. રસાદિધ્વનિ એ રીતે ત્રણ પ્રકારનો છે.” આ વૃત્તિ આગળ ચાલે છે; પણ અહીં સૂત્રાર્થને સમજવા માટે વૃત્તિના આટલા અંશનું વિવરણ આવશ્યક છે. ધ્વનિ શું છે? ધ્વનિ એ છે ૧. જે સૂચવાય છે કે વ્યંજિત થાય છે; ૨. જે સ્પષ્ટ પ્રતીતિનો વિષય બને છે અને ૩. વાચ્યાર્થ વગેરે ત્રણ અર્થોથી જુદો છે. આને જ વ્યંગ્ય કે ૧૬૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy